આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ડૉક્યુમૅન્ટમાં ટેક્સ્ટ, આકાર, સ્ટિકર વગેરે ઉમેરવા માટે માર્કઅપનો ઉપયોગ કરો

નોટ્સ અને ફોટોસ જેવી સપોર્ટેડ ઍપમાં તમે ઇમેજ અને ડૉક્યુમૅન્ટમાં ટેક્સ્ટ, આકાર, સ્ટિકર અને ઇમેજનું વર્ણન ઉમેરવા માટે માર્કઅપ ટૂલનો ઉપયોગ કરી શકો છો.

માર્કઅપ ટૂલબાર નોટ્સ ઍપમાં નોટની નીચે ખુલ્લું છે અને સ્ક્રીનમાં નીચે જમણી બાજુના ખૂણામાં ઉમેરો બટન સિલેક્ટ કરવામાં આવ્યું છે. ઉમેરો મેન્યૂમાં નીચેના વિકલ્પ ઉપલબ્ધ છે : સ્ટિકર ઉમેરો, ટેક્સ્ટ ઉમેરો, સહી ઉમેરો અને આકાર ઉમેરો.

ટેક્સ્ટ ઉમેરો

  1. સપોર્ટેડ ઍપમાં “માર્કઅપ” બટન અથવા “માર્કઅપ” પર ટૅપ કરો.

  2. માર્કઅપ ટૂલબારમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો અને પછી ટેક્સ્ટ ઉમેરો પર ટૅપ કરો.

  3. ટેક્સ્ટ બૉક્સ પર ટૅપ કરો અને પછી ટેક્સ્ટ એંટર કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરો.

  4. ટેક્સ્ટના ફૉન્ટ, સાઇઝ, જસ્ટિફિકેશન, શૈલી અથવા રંગને ઍડજસ્ટ કરવા માટે સ્ક્રીનમાં નીચે આવેલાં ટૂલ પર ટૅપ કરો.

  5. ટેક્સ્ટ બૉક્સને કટ, કૉપિ, ડ્યૂપ્લિકેટ કરવા અથવા ડિલીટ કરવા માટે “વધુ” બટન પર ટૅપ કરો.

  6. જ્યારે તમે પૂર્ણ કરો ત્યારે ટેક્સ્ટ બૉક્સની બહાર ટૅપ કરો.

  7. માર્કઅપ ટૂલબાર બંધ કરવા માટે “માર્કઅપ” બટન પર અથવા પૂર્ણ પર ટૅપ કરો.

આકાર ઉમેરો

  1. સપોર્ટેડ ઍપમાં “માર્કઅપ” બટન અથવા “માર્કઅપ” પર ટૅપ કરો.

  2. માર્કઅપ ટૂલબારમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો અને પછી આકાર પર ટૅપ કરો.

  3. તમે જે આકાર ઉમેરવા માંગો છો તેને ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • આકારને મુવ કરવા : તેને ડ્રૅગ કરો.

    • આકારનું માપ બદલવા : આકારની આઉટલાઇન સાથે કોઈ પણ ડૉટને ડ્રૅગ કરો.

    • આકારની દિશા અથવા પરિમાણ ઍડજસ્ટ કરવા : આકારની આઉટલાઇન સાથે કોઈ પણ લીલું ડૉટ ડ્રૅગ કરો.

    • આકારની બૉર્ડરનો રંગ, બૉર્ડરની પહોળાઈ, ફિલ કરેલો રંગ અને અપારદર્શકતા ઍડજસ્ટ કરવા : માર્કઅપ ટૂલબારમાં વિકલ્પ પર ટૅપ કરો.

    • કટ, કૉપિ, ડ્યૂપ્લિકેટ, શેર અથવા ડિલીટ કરવા : આકારની બાજુમાં “વધુ” બટન પર ટૅપ કરો અને પછી વિકલ્પ પર ટૅપ કરો.

  4. જ્યારે તમે આકાર ઍડજસ્ટ કરી લો ત્યારે સ્ક્રીન પર ટૅપ કરો.

  5. માર્કઅપ ટૂલબાર બંધ કરવા માટે માર્કઅપ બટન પર અથવા પૂર્ણ પર ટૅપ કરો.

ટિપ : ડૉક્યુમૅન્ટમાં ઝૂમ ઇન કરવા માટે સ્ક્રીન ખોલવા પિંચ કરો જેથી તમે આકારને નજીકથી ઍડજસ્ટ કરી શકો. જ્યારે તમે ઝૂમ ઇન કરેલું હોય ત્યારે પૅન કરવા માટે બે આંગળી ડ્રૅગ કરો. પાછું ઝૂમ આઉટ કરવા માટે “બંધ” પિંચ કરો.

આકાર દોરો

આકૃતિ અને સ્કેચમાં ઉપયોગ કરવા માટે તમે લાઇન, આર્ક વગેરે ભૌમિતિક રીતે પર્ફેક્ટ આકારો દોરવા માટે માર્કઅપનો ઉપયોગ કરી શકો છો.

  1. સપોર્ટેડ ઍપમાં માર્કઅપ બટન અથવા માર્કઅપ પર ટૅપ કરો અને પછી માર્કઅપ ટૂલબારમાં Writing Tool પર ટૅપ કરો.

  2. તમારી આંગળીથી એક સ્ટ્રોકમાં આકાર દોરો પછી પૉઝ કરો.

    ડ્રૉઇંગની જગ્યાએ આકારનું પર્ફેક્ટ વર્ઝન સ્નૅપ કરવામાં આવે છે. (જો તમે ફ્રીહેંડ આકાર રાખવાનું પસંદ કરો તો “અનડૂ” બટન પર ટૅપ કરો.)

તમે જે આકાર દોરી શકો છો તેમાં સીધી લાઇન, ઍરો, આર્ક, 90 ડિગ્રી વળાંકવાળી સળંગ લાઇન, ચોરસ, વર્તુળ, લંબચોરસ, ત્રિકોણ, પંચકોણ, ચૅટ બબલ, દિલ, તારા અને વાદળોનો સમાવેશ થાય છે.

માર્કઅપ દ્વારા સ્ટિકર ઉમેરો

તમે ડૉક્યુમૅન્ટ અને ઇમેજમાં તમારા સ્ટિકર કલેક્શનમાંથી સ્ટિકર ઉમેરવા માટે માર્કઅપનો ઉપયોગ કરી શકો છો.

  1. સપોર્ટેડ ઍપમાં માર્કઅપ બટન અથવા માર્કઅપ પર ટૅપ કરો.

  2. માર્કઅપ ટૂલબારમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો અને પછી સ્ટિકર ઉમેરો પર ટૅપ કરો.

  3. સ્ટિકરને ટચ કરો અને પછી તેને ડ્રૅગ કરીને તમારા ડૉક્યુમૅન્ટ અથવા ફોટો પર લઈ જાઓ.

    સ્ટિકરનો એંગલ ઍડજસ્ટ કરવા માટે તમારી આંગળીને ઊંચકતા પહેલાં સ્ટિકરની ફરતે બીજી આંગળીને ફેરવો.

  4. સ્ટિકરની સાઇઝને ઍડજસ્ટ કરવા માટે તેની આઉટલાઇનની આસપાસ ડૉટને ટચ અને ડ્રૅગ કરો.

તમે App Store પરથી સ્ટિકર પૅક ડાઉનલોડ કરી શકો છો. તમે મેસેજ ઍપમાં અથવા ફોટો અને Live Photosમાંથી વિષયો લઈને પણ સ્ટિકર બનાવી શકો છો. જુઓ : તમારા ફોટોમાંથી સ્ટિકર બનાવો.

કસ્ટમ ઇમેજ વર્ણન ઉમેરો

ફોટોસ જેવી સપોર્ટેડ ઍપમાં તમે ઇમેજમાં વર્ણન ઉમેરવા માટે માર્કઅપનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે ઇમેજ એક્સપ્લોરરનો ઉપયોગ કરો છો ત્યારે VoiceOver તમારા કસ્ટમ વર્ણનો વાંચે છે.

  1. સપોર્ટેડ ઍપમાં “માર્કઅપ” બટન અથવા “માર્કઅપ” પર ટૅપ કરો.

  2. માર્કઅપ ટૂલબારમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો અને પછી વર્ણન પર ટૅપ કરો.

  3. તમારું વર્ણન એંટર કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.