આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર તમારા Safari સેટિંગ્સ કસ્ટમાઇઝ કરો

તમે તમારું સ્ટાર્ટ પેજ કસ્ટમાઇઝ કરી શકો છો, વેબસાઇટ પર ટેક્સ્ટ સાઇઝ બદલી શકો છો અને ડિસ્પ્લે અને પ્રાઇવસિ સેટિંગ્સ બદલી શકો છો. તમારાં ખુલ્લા ટૅબ, બુકમાર્ક, બ્રાઉઝિંગ હિસ્ટરી અને વાંચન યાદીને તમારાં તમામ Apple ડિવાઇસ પર અપ-ટૂ-ડેટ રાખવા માટે સમાન Apple અકાઉંટ દ્વારા iCloudમાં સાઇન ઇન કરો.

તમારા સ્ટાર્ટ પેજને કસ્ટમાઇઝ કરો

જ્યારે તમે નવું ટૅબ ખોલો છો ત્યારે તમે તમારા સ્ટાર્ટ પેજ પર પ્રારંભ કરો છો. તમે નવી બૅકગ્રાઉંડ ઇમેજ અને વિકલ્પો દ્વારા તમારા સ્ટાર્ટ પેજને કસ્ટમાઇઝ કરી શકો છો.

Safariનું સ્ટાર્ટ પેજ મનપસંદ વેબસાઇટ, પ્રાઇવસિ રિપોર્ટ અને વાંચન સૂચીમાં સેવ કરેલી વેબસાઇટ બતાવે છે.
  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. “વધુ” બટન પર ટૅપ કરીને પછી “નવું ટૅબ” પર ટૅપ કરો.

    જો તમારું ટૅબ લેઆઉટ નીચે અથવા ઉપર હોય તો “ટૅબ” બટન પર ટૅપ કરો પછી “ઉમેરો” બટન પર ટૅપ કરો. જુઓ : Safariમાં લેઆઉટ બદલો.

  3. પેજની નીચે સ્ક્રોલ કરો અને પછી “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  4. તમે તમારા સ્ટાર્ટ પેજ પર જે વિકલ્પ દેખાડવા માંગો છો તે પસંદ કરો :

    • તમામ ડિવાઇસ પર સ્ટાર્ટ પેજનો ઉપયોગ કરો : આ સેટિંગ્સનો ઉપયોગ તમારાં એવાં તમામ Apple ડિવાઇસ પર કરો જ્યાં તમે “તમામ ડિવાઇસ પર તમારા સ્ટાર્ટ પેજનો ઉપયોગ કરો” ચાલુ કર્યું છે અને સમાન Apple અકાઉંટમાં બે ફૅક્ટર ઑથેંટિકેશનનો ઉપયોગ કરીને સાઇન ઇન કર્યું છે.

    • ટૅબ ગ્રૂપમાં મનપસંદ : વર્તમાન ટૅબ ગ્રૂપમાં તમારી મનપસંદ બુકમાર્ક કરેલી વેબસાઇટ પર શૉર્ટકટ ડિસ્પ્લે કરો. જુઓ : નવું ટૅબ ગ્રૂપ બનાવવા માટે.

    • મનપસંદ : તમારી મનપસંદ બુકમાર્ક કરેલી વેબસાઇટ પર શૉર્ટકટ ડિસ્પ્લે કરો. જુઓ : મનપસંદ વેબસાઇટને બુકમાર્ક કરો.

    • સૂચનો : તમારા દ્વારા સૌથી વધુ જોવાતી વેબસાઇટ, અન્ય ઍપ્સ (જેમ કે કૅલેંડર અને નકશો)માં શેર કરેલી વેબસાઇટ અને તમારી સાથે મેસેજમાં શેર કરેલી લિંક્સ, Mail વગેરે જુઓ. જુઓ : તમારી સાથે શેર કરેલી લિંક શોધો.

    • પ્રાઇવસિ રિપોર્ટ : કેટલાં ટ્રૅકર અને વેબસાઇટને Safari દ્વારા તમને ટ્રૅક કરવાથી બ્લૉક કરવામાં આવ્યાં છે તેના વિષે અપડેટેડ રહો. જુઓ : પ્રાઇવસિ રિપોર્ટ જુઓ.

    • વાંચન યાદી : તમારી વાંચન યાદીમાં વર્તમાનમાં હોય તે વેબપેજ બતાવો. જુઓ : વર્તમાન વેબપેજને તમારી વાંચન યાદીમાં ઉમેરો.

    • તાજેતરમાં બંધ થયેલાં ટૅબ : તમે અગાઉ બંધ કરેલાં ટૅબ પર પાછા જાઓ.

    • iCloud ટૅબ : અન્ય Apple ડિવાઇસમાંથી એવાં ખુલ્લાં ટૅબ બતાવો જ્યાં તમે સમાન Apple અકાઉંટમાં સાઇન ઇન છો અને iCloud સેટિંગ્સ અથવા પસંદગીઓમાં Safari ચાલુ છે. જુઓ : ટૅબ ગ્રૂપ દ્વારા તમારાં ટૅબને વ્યવસ્થિત કરો.

    • બૅકગ્રાઉંડ ઇમેજ : જ્યારે પણ તમે આ ટૅબ ગ્રૂપમાં નવું સ્ટાર્ટ પેજ ખોલો ત્યારે તમે બૅકગ્રાઉંડમાં દેખાડવા માંગતા હોવ તે ઇમેજ પસંદ કરો. ફોટોનો તમારા બૅકગ્રાઉંડ તરીકે ઉપયોગ કરવા માટે લાઇબ્રેરીમાંથી ઇમેજ સિલેક્ટ કરો પર ટૅપ કરો.

પેજ મેન્યૂ કસ્ટમાઇઝ કરો

તમે તમારું મનપસંદ પેજ અને ટૅબ ઍક્શન પેજ મેન્યૂ માં ઉમેરી શકો છો.

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડની ડાબી બાજુએ પેજ મેન્યૂ બટન પર ટૅપ કરો પછી “વધુ” બટન પર ટૅપ કરો.

  3. સંપાદિત કરો પર ટૅપ કરો પછી પેજ મેન્યૂમાં પેજ અથવા ટૅબ ઍક્શન ઉમેરવા માટે “ઇંસર્ટ” બટન પર ટૅપ કરો.

    ઍક્શનને કાઢી નાખવા માટે “કાઢી નાખો” બટન ટૅપ કરો.

  4. “પૂર્ણ” બટન પર ટૅપ કરીને પછી ફરીથી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

વેબસાઇટની ટેક્સ્ટ સાઇઝ બદલવા માટે

ટેક્સ્ટ સાઇઝ વધારવા અથવા ઘટાડવા માટે પેજ મેન્યૂ બટનનો ઉપયોગ કરો.

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડની ડાબી બાજુએ પેજ મેન્યૂ બટન પર ટૅપ કરો.

  3. ફૉન્ટ સાઇઝ વધારવા માટે મોટા A પર ટૅપ કરો અથવા તેને ઘટાડવા માટે નાના A પર ટૅપ કરો.

વેબસાઇટ માટે ડિસ્પ્લે કંટ્રોલ બદલવા માટે

તમે સર્ચ ફીલ્ડ છુપાવી શકો છો, રીડર પર સ્વિચ કરી શકો છો વગેરે.

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. પેજ મેન્યૂ બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સર્ચ ફીલ્ડ છુપાવો : “વધુ” બટન પર ટૅપ કરીને પછી “ટૂલબાર છુપાવો” પર ટૅપ કરો (તેને પાછું મેળવવા માટે સ્ક્રીનમાં નીચે ટૅપ કરો).

    • વેબપેજનું સ્ટ્રીમલાઇન કરેલું વ્યૂ જુઓ : રીડર બતાવો પર ટૅપ કરો (જો ઉપલબ્ધ હોય તો).

      સામાન્ય વ્યૂ પર પાછા ફરવા માટે પેજ મેન્યૂ બટન પર ટૅપ કરો પછી રીડર છુપાવો પર ટૅપ કરો.

    • ડેસ્કટૉપ કંપ્યૂટર પર વેબપેજ કેવું દેખાય છે તે જુઓ : “વધુ” બટન પર ટૅપ કરીને પછી ડેસ્કટૉપ વેબસાઇટની વિનંતી કરો (જો ઉપલબ્ધ હોય તો) પર ટૅપ કરો.

    • વેબપેજનો સારાંશ જુઓ : જો Apple Intelligence* ચાલુ હોય તો સારાંશ પર ટૅપ કરો. જુઓ : વેબપેજનો સારાંશ મેળવો.

તમે ઍક્સેસિબિલિટી સેટિંગ્સમાં Safari સેટિંગ્સ પણ ઍડજસ્ટ કરી શકો છો. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > પ્રતિ ઍપ સેટિંગ્સ પર જાઓ. સેટિંગ્સ ઍડજસ્ટ કરવા માટે Safari પર ટૅપ કરો. જો સૂચીમાં Safari ન હોય તો ઍપ ઉમેરો પર ટૅપ કરો પછી Safari ઉમેરવા માટે તેના પર ટૅપ કરો.

ડાઉનલોડ ક્યાં સેવ કરવું તે પસંદ કરો

જ્યારે તમે કોઈ ફાઇલને Safariમાં ડાઉનલોડ કરો છો ત્યારે તમે તેને iCloudમાં સેવ કરવી કે તમારા iPhone પર સેવ કરવી તે પસંદ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી Safari પર ટૅપ કરો.

  3. ડાઉનલોડ પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • iCloud Drive : ડાઉનલોડને iCloud Driveમાં ડાઉનલોડ ફોલ્ડરમાં સેવ કરવા માટે આ વિકલ્પ પસંદ કરો. આનાથી તમે ડાઉનલોડ કરેલી ફાઇલને કોઈ પણ iPhone, iPad અથવા Mac પર ઍક્સેસ કરી શકો છો જ્યાં તમે સમાન Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય.

    • મારા iPhone પર : તમારા iPhone પરના ડાઉનલોડ ફોલ્ડરમાં ડાઉનલોડ સેવ કરવા માટે આ વિકલ્પ પસંદ કરો.

    • અન્ય : ડાઉનલોડના ફોલ્ડર સિવાય અન્ય લોકેશન પર ડાઉનલોડને સેવ કરવા માટે આ વિકલ્પ પસંદ કરો.

ગ્રૂપ સાથે વેબસાઇટના પાસવર્ડ શેર કરો

તમે વિશ્વસનીય સંપર્કનું ગ્રૂપ બનાવી શકો છો અને પાસવર્ડનો સેટ શેર કરી શકો છો. ગ્રૂપમાં દરેક માટે પાસવર્ડ અપ-ટૂ-ડેટ રહે છે અને તમે કોઈ પણ સમયે કોઈને પણ કાઢી શકો છો.

જુઓ : તમારા વિશ્વાસપાત્ર લોકો સાથે પાસવર્ડ અથવા પાસ કી શેર કરો.

પ્રાઇવસિ સેટિંગ્સ ઍડજસ્ટ કરવા માટે

તમે Safari પર કયા પ્રાઇવસિ સેટિંગ્સ રાખવા અને વેબસાઇટ માટે વ્યક્તિગત અપવાદો બનાવવાનું પસંદ કરી શકો છો. જુઓ : ખાનગી રીતે બ્રાઉઝ કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.