આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં નકશો ઍપમાં ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો

તમે તમારા ડેસ્ટિનેશન માટે ડ્રાઇવિંગનાં વિગતવાર દિશા નિર્દેશનો મેળવી શકો છો.

તમે સિલેક્ટ કરેલા શહેરોમાં વાહન ચલાવો ત્યારે તમને ક્રૉસવૉક, સાઇકલ લેન, ઇમારતો અને શેરી સ્તરના દૃષ્ટિકોણ માટે ઇનહાંસ કરેલી વિગતો જોવા મળે છે જે તમને જટિલ ઇંટરસેક્શન પર પહોંચવા પર યોગ્ય લેન શોધવામાં મદદ કરે છે. જો તમે વારંવાર એક જ રૂટ પર ડ્રાઇવ કરતા હોવ તો “નકશો” તેને “મારો રૂટ” તરીકે સૂચવી શકે છે અને વિલંબ માટે તમને અગાઉથી અલર્ટ કરી શકે છે.

નોટ : તમામ દેશો અથવા વિસ્તારોમાં વળાંક-દર-વળાંક બોલાતા દિશા નિર્દેશનો અને પસંદગીનો રૂટ વિકલ્પ ઉપલબ્ધ નથી. જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.

ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. નકશામાં ગમે ત્યાં ટચ કરી દબાવી રાખો અથવા સર્ચ ફીલ્ડમાં અડ્રેસ એંટર કરો પછી દિશા નિર્દેશનો અથવા મુસાફરી મોડ બટન પર ટૅપ કરો.

  3. તમે જે રૂટ લેવા માંગો છો તેના માટે “શરૂ કરો” અથવા “પગલાં” પર ટૅપ કરો.

    એક જ ડેસ્ટિનેશનના ઘણા ડ્રાઇવિંગ રૂટ વિકલ્પો સાથેનો નકશો દર્શાવતો iPhone. દરેક રૂટ અંદાજિત સમય અને અંતર દર્શાવે છે અને વારાફરતી દિશા નિર્દેશનો શરૂ કરવા માટે “શરૂ કરો” બટન દર્શાવે છે. દરેક રૂટ પર કલર કોડિંગ ટ્રૅફિકની સ્થિતિ દર્શાવે છે.

Siri: તમે Siriને આવું કંઈક પણ કહી શકો છો, “Give me driving directions home.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

જો તમે નિયમિતપણે ઘર અને કાર્યસ્થળની વચ્ચેના રૂટ જેવા એક જ રૂટ પર ડ્રાઇવ કરતા હોવ તો નકશો તેને “તમારો રૂટ" તરીકે બતાવી શકે છે, જેનાથી નૅવિગેશન શરૂ કરવાનું સરળ બને છે. તમારી ડ્રાઇવિંગ પૅટર્ન અને ડેસ્ટિનેશનના આધારે આ પસંદગીના રૂટનો વિકલ્પ દેખાય છે અને તમે રવાના થાવ તે પહેલાં પણ વિલંબ વિષે તમને અલર્ટ કરી શકે છે. વિકલ્પ બંધ કરવા માટે સેટિંગ્સ ઍપ પર જાઓ, ઍપ્સ પર ટૅપ કરો, નકશો પર ટૅપ કરો, લોકેશન પર ટૅપ કરો પછી પસંદગીનો રૂટ અને અનુમાનિત સ્થળ બંધ કરો.

ડ્રાઇવિંગ ફોકસ ચાલુ હોય અથવા iPhone ઑટોમૅટિક રીતે લૉક થાય ત્યારે નકશો સ્ક્રીન પર રહે છે અને દિશા નિર્દેશનો બોલવાનું ચાલુ રાખે છે. જો તમે કોઈ બીજી ઍપ ખોલો તો પણ તમને વળાંક-દર-વળાંક દિશા નિર્દેશનો મળતા રહે છે. (અન્ય ઍપ પરથી નકશો ઍપ પર પાછા જવા માટે સ્ક્રીનમાં ઉપર દિશા નિર્દેશનોના બૅનર પર અથવા સ્ટેટસ બારમાં નૅવિગેશન ઇંડિકેટર પર ટૅપ કરો.)

ભવિષ્યના પ્રસ્થાન અથવા આગમનના પ્રવાસના સમયના અંદાજ માટે

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. નકશામાં ગમે ત્યાં ટચ કરી દબાવી રાખો અથવા સર્ચ ફીલ્ડમાં અડ્રેસ એંટર કરો પછી દિશા નિર્દેશનો અથવા મુસાફરી મોડ બટન પર ટૅપ કરો.

  3. હમણાં (ડેસ્ટિનેશનની નીચે) પર ટૅપ કરો, “પ્રસ્થાન સમય” અથવા “આગમન સમય”નો સમય અથવા તારીખ સિલેક્ટ કરો પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

    અનુમાનિત ટ્રૅફિકના આધારે પ્રવાસનો અંદાજિત સમય બદલાઈ શકે છે.

ટોલ અથવા હાઇવેને ટાળવા માટે

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. નકશામાં ગમે ત્યાં ટચ કરી દબાવી રાખો અથવા સર્ચ ફીલ્ડમાં અડ્રેસ એંટર કરો પછી દિશા નિર્દેશનો અથવા મુસાફરી મોડ બટન પર ટૅપ કરો.

  3. ટાળો (ડેસ્ટિનેશનની નીચે) પર ટૅપ કરો, તમારા વિકલ્પો પસંદ કરો પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

હોકાયંત્ર અથવા સ્પીડ મર્યાદા બતાવવા અથવા છુપાવવા

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી “નકશો” પર ટૅપ કરો.

  3. દિશા નિર્દેશનની નીચે “ડ્રાઇવિંગ” પર ટૅપ કરો પછી “હોકાયંત્ર” અથવા “સ્પીડ લિમિટ” ચાલુ અથવા બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.