આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

Mac પર તમારા iPhoneમાંથી સ્કેચ, ફોટો અને સ્કૅન ઇંસર્ટ કરો

કંટિન્યૂટિ સ્કેચ અને કંટિન્યૂટિ કૅમેરા ફીચરથી તમે તમારા નજીકના iPhoneનો ઉપયોગ કરીને સ્કેચ દોરી શકો છો, ફોટો લઈ શકો છો અથવા ડૉક્યુમૅન્ટ સ્કૅન કરી શકો છો અને તેને તમારા Mac પર તરત જ જ્યાં તમે ઇચ્છો ત્યાં જ બતાવી શકો છો—ઉદાહરણ તરીકે ઇમેલ, નોટ અથવા ફોલ્ડરમાં. તમે કંટિન્યૂટિ માર્કઅપનો ઉપયોગ કરીને તમારા iPhone દ્વારા તમારા Mac પર ફાઇલને માર્ક અપ પણ કરી શકો છો.

તમે તમારા iPhone અને Macથી કંટિન્યૂટિ કૅમેરા, કંટિન્યૂટિ સ્કેચ અને કંટિન્યૂટિ માર્કઅપનો ઉપયોગ કરી શકો છો.

શરૂ કરતા પહેલાં

નીચેની બાબતની ખાતરી કરો :

જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ખાતરી કરો કે તેનું કંફિગરેશન લોકલ નેટવર્કિંગને અટકાવતું નથી કારણ કે તે અમુક કંટિન્યૂટિ ફીચરમાં દખલ કરી શકે છે.

ફોટો અથવા સ્કૅન જ્યાં ઇંસર્ટ કરવામાં આવ્યું હોય તેના આધારે તમે તેને અંકિત કરી શકો છો અથવા તેને ક્રૉપ કરવા અથવા ફિલ્ટર લાગુ કરવા જેવા અન્ય પાસા ઍડજસ્ટ કરી શકો.

તમારા iPhone માંથી સ્કેચ, ફોટો અથવા સ્કૅન ઇંસર્ટ કરવા માટે

તમે તમારા iPhoneમાં સ્કેચ દોરીને તેને કંટિન્યૂટિ સ્કેચથી તમારા Macમાં બતાવી શકો છો અથવા તમારા iPhoneમાં ફોટો લઈને અથવા ડૉક્યુમૅન્ટ સ્કૅન કરીને તેને કંટિન્યૂટિ કૅમેરાથી તમારા Macમાં બતાવી શકો છો.

  1. તમારા Macમાં તમે જ્યાં સ્કેચ અથવા ફોટો ઇંસર્ટ કરવા માંગો છો ત્યાં કંટ્રોલ-ક્લિક કરો—ઉદાહરણ તરીકે નોટ અથવા ઇમેલ જેવી ખુલ્લી વિંડોમાં.

    તમે Finder વિંડોમાં ડેસ્કટૉપ અથવા ફોલ્ડર પર કંટ્રોલ-ક્લિક પણ કરી શકો છો.

  2. પૉપ અપ મેન્યૂમાંથી વિકલ્પ પસંદ કરો.

    વિકલ્પો જોતા પહેલાં તમારે "iPhone અથવા iPadમાંથી ઇંસર્ટ કરો" પર ક્લિક કરવાની જરૂર પડી શકે છે.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • સ્કેચ ઉમેરો : તમારા iPhone પર તમારી આંગળીથી સ્કેચ દોરો.

    • ફોટો લો : તમારા iPhone પર ફોટો લો પછી “ફોટોનો ઉપયોગ કરો” અથવા “ફરી ફોટો લો” પર ટૅપ કરો.

    • ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો : તમારા iPhoneથી ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો. તમારો iPhone ડૉક્યુમૅન્ટની ધારને ઓળખી કાઢે છે અને ઇમેજની કોઈ પણ સ્ક્યૂઇંગને ઑટો-કરેક્ટ કરે છે. જો તમે સ્કૅનમાં સમાવિષ્ટ ભાગને ઍડજસ્ટ કરવા માંગતા હોવ તો ફ્રેમ અથવા તેની ધારને ડ્રૅગ કરો. જ્યારે તમે તૈયાર હોવ ત્યારે “સ્કૅન કરો” અથવા “ફરી લો” પર ટૅપ કરો. તમે પૂર્ણ ન કરો ત્યાં સુધી ડૉક્યુમૅન્ટને સ્કૅન કરવાનું ચાલુ રાખી શકો છો પછી “સેવ કરો” પર ટૅપ કરો.

તમારા Mac પર સ્કેચ, ફોટો અથવા સ્કૅન તમે પગલાં 1માં પસંદ કરેલા લોકેશનમાં દેખાય છે. જો તમે તેને ડેસ્કટૉપ અથવા ફોલ્ડરમાંથી ઉમેર્યું હોય તો તે ફાઇલ તરીકે દેખાય છે.

ફોટો અથવા સ્કૅન જ્યાં ઇંસર્ટ કરવામાં આવ્યું હોય તેના આધારે તમે તેને અંકિત કરી શકો છો અથવા તેને ક્રૉપ કરવા અથવા ફિલ્ટર લાગુ કરવા જેવા અન્ય પાસા ઍડજસ્ટ કરી શકો.

તમારા Mac સાથે સ્કૅનરનો ઉપયોગ કરવા માટે તમારા Mac અને સ્કૅનરનો ઉપયોગ કરીને ઇમેજ અથવા ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો જુઓ.

નોટ : તમારા iPhone પર તમે જે સ્કૅન કરો છો તેને ડિવાઇસમાં સેવ કરવામાં આવતાં નથી.

તમારા Mac પર ફાઇલને માર્ક અપ કરવા માટે તમારા iPhoneનો ઉપયોગ કરો

તમારા Macમાં ટેક્સ્ટ ઉમેરવા, ડ્રૉઇંગ બનાવવા, ઇમેજ, PDF ડૉક્યુમૅન્ટ ફેરવવા અને ક્રૉપ કરવા વગેરે માટે તમારા iPhoneનો ઉપયોગ કરો જેને કંટિન્યૂટિ માર્કઅપ કહેવાય છે.

  1. તમારા Macમાં Finder ખોલવા માટે ડેસ્કટૉપ પર ક્લિક કરો.

  2. તમે જે ફાઇલને માર્ક અપ કરવા માંગો છો તેને કંટ્રોલ-ક્લિક કરીને ક્વિક ઍક્શન પસંદ કરો પછી માર્કઅપ પસંદ કરો.

    ફાઇલ ખુલે છે.

  3. ટૂલબારમાં “iPhone” બટન પર ક્લિક કરો અથવા “માર્કઅપ” બટન પર ક્લિક કરો (બટનની બાજુમાં તીર હોઈ શકે છે) પછી તમારું ડિવાઇસ પસંદ કરો.

  4. દોરવા, ટેક્સ્ટ અથવા આકાર ઉમેરવા વગેરે માટે માર્કઅપ ટૂલનો ઉપયોગ કરો.

  5. જ્યારે તમે પૂર્ણ કરી લો ત્યારે તમારા iPhone પર ”પૂર્ણ” પર ટૅપ કરો.

  6. તમારા ફેરફારો સેવ કરવા માટે તમારા Mac પર ”પૂર્ણ” પર ક્લિક કરો.

જો કંટિન્યૂટિ કૅમેરા, કંટિન્યૂટિ સ્કેચ અથવા કંટિન્યૂટિ માર્કઅપ કામ ન કરતું હોય તો :

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.