આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં Newsમાં ક્રૉસવર્ડ અને ક્રૉસવર્ડ મિની પઝલ ઉકેલો

Apple News+ સબ્સ્ક્રાઇબરને દરરોજ નવી ક્રૉસવર્ડ અને ક્રૉસવર્ડ મિની પઝલની ઍક્સેસ મળે છે. ક્રૉસવર્ડ પઝલ શરૂઆતમાં સરળ હોય છે પણ જેમ જેમ અઠવાડિયું આગળ વધે તેમ તે વધુ પડકારજનક બનતી જાય છે. જ્યારે તમે ટૂંક સમયમાં ઉકેલી શકો તેવી પઝલ ઇચ્છતા હોવ ત્યારે હંમેશાં-સરળ ક્રૉસવર્ડ મિની પઝલ અજમાવો.

તમે ક્રૉસવર્ડ અને ક્રૉસવર્ડ મિની પઝલને ઘણી રીતે નૅવિગેટ કરી શકો છો અને ઉકેલી શકો છો. ઉદાહરણ તરીકે તમે પરંપરાગત ગ્રિડ વ્યૂમાં પઝલને પ્રદર્શિત કરી શકો છો અથવા તેના બદલે યાદીમાં સંકેતો અને જવાબો બતાવવાનું પસંદ કરી શકો છો. તમે શબ્દ સિલેક્ટ કરવા માટે સ્કેવર પર ટૅપ કરી શકો છો અથવા કીબોર્ડ છુપાવી શકો છો અને યાદીમાંથી સંકેતો પસંદ કરી શકો છો.

તમારે એક સાથે તમામ પઝલ ઉકેલવાની નથી તમે કોઈ પણ સમયે પરત આવી શકો છો. જ્યારે તમે દૂર હોવ ત્યારે ટાઇમર પૉઝ થાય છે.

નોટ : Apple News, Apple News+ અને પઝલ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

ગ્રિડ વ્યૂમાં ઉકેલો

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. ક્રૉસવર્ડ અથવા ક્રૉસવર્ડ મિની પઝલ ખોલો.

  3. પઝલની નીચેનો સંકેત બતાવવા માટે સ્કેવર પર ટૅપ કરો પછી જવાબ એંટર કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરો. ટાઇપ કરવાથી તમે અન્ય સ્કેવરમાં મુવ થાઓ છો. તમે પાછળના અથવા આગામી સંકેત પર મુવ કરવા માટે સંકેતની બાજુમાં < or > પર પણ ટૅપ કરી શકો છો.

    સિલેક્ટ કરેલા સ્કેવર પર ફરી ટૅપ કરીને અથવા સંકેત પર ટૅપ કરીને કીબોર્ડ દેખાતું હોય તે રીતે બાજુથી નીચે તરફ અથવા તેનાથી ઊલટાં પર સ્વિચ કરો.

    કીબોર્ડ છુપાવવા અને તમામ સંકેતોની સ્ક્રોલ કરી શકાય તેવી યાદી બતાવવા માટે “કીબોર્ડ છુપાવો” બટન પર ટૅપ કરો. કીબોર્ડ બતાવવા માટે સંકેત પર ટૅપ કરો અને ગ્રિડમાં સંબંધિત જવાબ સિલેક્ટ કરો.

ઉપર કંટ્રોલ અને નીચે કીબોર્ડ સાથે આંશિક રીતે ભરેલી ક્રૉસવર્ડ પઝલ.

યાદી વ્યૂમાં ઉકેલો

તમે પરંપરાગત ગ્રિડને બદલે યાદીમાં સંકેતો અને જવાબોને બતાવી શકો છો.

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. ક્રૉસવર્ડ અથવા ક્રૉસવર્ડ મિની પઝલ ખોલો.

  3. “લિસ્ટ વ્યૂ” બટન પર ટૅપ કરો.

  4. સંકેતોના ક્રોસિંગ સમૂહ પર સ્વિચ કરવા માટે “તમામ” અથવા “નીચે” પર ટૅપ કરો.

ગ્રિડ વ્યૂ પર પાછા જવા માટે “ગ્રિડ વ્યૂ” બટન પર ટૅપ કરો.

યાદી વ્યૂમાં આંશિક રીતે ભરેલી ક્રૉસવર્ડ પઝલ અને કીબોર્ડ નીચે ખુલ્લું છે.

સંકેતો અને જવાબો મેળવો

તમે જે જવાબ એંટર કર્યો છે તેના વિષે તમને ખાતરી ન હોય તો તમને થોડી મદદ મળી શકે છે.

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. ક્રૉસવર્ડ અથવા ક્રૉસવર્ડ મિની પઝલ ખોલો.

  3. “પઝલના વિકલ્પો” બટન પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ખોટા જવાબોને અંકિત કરવા માટે : ઑટોચેક પર ટૅપ કરો, સ્ક્વેર ચેક કરો, શબ્દ ચેક કરો અથવા પઝલ ચેક કરો.

    • જવાબ પ્રદર્શિત કરવા માટે : “પ્રદર્શિત કરો” પર ટૅપ કરો પછી સાચો જવાબ દર્શાવવા માટે સ્ક્વેર, શબ્દ અથવા પઝલ પર ટૅપ કરો.

      નોટ : જ્યારે તમે કોઈ પઝલનો તમામ અથવા અમુક ભાગ પ્રદર્શિત કરો છો ત્યારે તેને તમારા સ્કોરબોર્ડમાં આંકડા અથવા સ્ટ્રીકના ભાગ તરીકે ગણવામાં આવતો નથી.

અમુક પઝલમાં એવા સંકેતો હોય છે જે અન્ય સંકેતોનો સંદર્ભ આપે છે. તમે આ કનેક્શનને હાઇલાઇટ કરી શકો છો. “વધુ” બટન પર ટૅપ કરો પછી લિંક કરેલા સંકેતો હાઇલાઇટ કરો ચાલુ કરો.

અમુકવાર ક્રૉસવર્ડ ગ્રિડમાં વર્તુળો સામેલ હોય છે. વર્તુળમાંના અક્ષર તે પઝલની થીમ સાથે સંબંધિત છે.

હંમેશાં ઑટોચેકનો ઉપયોગ કરો

જ્યારે તમે પઝલની અંદર ઑટોચેક ચાલુ કરો છો ત્યારે તે માત્ર તે પઝલ માટે ચાલુ રહે છે. જો તમારે હંમેશાં ઑટોચેક ચાલુ રાખવું હોય તો આ પગલાં અનુસરો :

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. ક્રૉસવર્ડ અથવા ક્રૉસવર્ડ મિની પઝલ ખોલો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો, સેટિંગ્સ પસંદ કરો, હંમેશાં ઑટોચેક કરો ચાલુ કરો પછી “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

  4. “પઝલના વિકલ્પો” બટન પર ટૅપ કરો પછી ઑટોચેક પસંદ કરો.

    જ્યાં સુધી તમે બંધ ન કરો ત્યાં સુધી આ પ્રકારની તમામ પઝલ માટે ઑટોચેક ચાલુ રહે છે.

નીચે ખુલ્લા ક્લૂ સાથે આંશિક રીતે ભરેલી મિનિ ક્રૉસવર્ડ પઝલ.

તમારી પઝલ રીસ્ટાર્ટ કરો

જો તમે નવી શરૂઆત કરવા માંગતા હોવ તો પઝલના જવાબ ક્લિઅર કરી શકો છો અને ટાઇમર રીસેટ કરી શકો છો.

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. ક્રૉસવર્ડ અથવા ક્રૉસવર્ડ મિની પઝલ ખોલો.

  3. “પઝલના વિકલ્પો” બટન પર ટૅપ કરો પછી “પઝલ ક્લિઅર કરો“ પર ટૅપ કરો.

પઝલની આસપાસ તમારી મુવ થવાની રીત બદલો

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. ક્રૉસવર્ડ અથવા ક્રૉસવર્ડ મિની પઝલ ખોલો.

  3. “વધુ” બટન પર ટૅપ કરો, સેટિંગ્સ પર ટૅપ કરો પછી તમે અક્ષર અથવા જવાબ એંટર કરો ત્યારે શું થાય છે તે પસંદ કરો :

    • આગળના ખાલી ચોરસ પર જવા માટે : “ભરેલા ચોરસ સ્કિપ કરો” સિલેક્ટ કરો.

    • આગળના ચોરસ પર જાઓ, પછી ભલે તે તેમાં ભરેલું હોય કે ન હોય : “ભરેલા ચોરસ સ્કિપ કરો” સિલેક્શન હટાવો.

    • આગળની ક્લૂ પર જવા માટે : “શબ્દના છેડે”ની બાજુમાં જો પૂર્ણ થાય તો આગળ વધો અથવા હંમેશાં આગળ વધો પસંદ કરો.

    • આગળની ક્લૂ પર ન જવા માટે : “શબ્દના છેડે”ની બાજુમાં આગળ વધશો નહિ પસંદ કરો.

ટાઇમર બતાવવા અથવા છુપાવવા માટે

તમે તમારી પઝલની ઉપર દેખાતા ટાઇમરને બતાવી અથવા છુપાવી શકો છો.

  1. તમારા iPhone પર News ઍપ પર જાઓ.

  2. ક્રૉસવર્ડ અથવા ક્રૉસવર્ડ મિની પઝલ ખોલો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • “ટાઇમર” બટન પર ટૅપ કરો.

    • “વધુ” બટન પર ટૅપ કરો અને સેટિંગ્સ પસંદ કરો પછી ટાઇમર બતાવો ચાલુ અથવા બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.