iPhoneમાં ઍપ ઉમેરો

તમારા iPhoneમાં ઍપ ઉમેરવા માટે તમે તેને App Storeમાંથી ડાઉનલોડ કરી શકો છો. તમે કોઈ ઍપ ડાઉનલોડ કરો ત્યારે તેને તમારી હોમ સ્ક્રીન અને ઍપ લાઇબ્રેરી તેમજ બંનેમાં અથવા માત્ર ઍપ લાઇબ્રેરીમાં ઉમેરવાનું પસંદ કરી શકો છો.

ઍપ્સ ક્યાં ડાઉનલોડ કરવી તે પસંદ કરો

  1. સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. હોમ સ્ક્રીન અને ઍપ લાઇબ્રેરી પર ટૅપ કરો.

  3. “માત્ર હોમ સ્ક્રીન અથવા ઍપ લાઇબ્રેરીમાં ઉમેરો” પસંદ કરો.

ઍપ લાઇબ્રેરીમાંથી ઍપને હોમ સ્ક્રીન પર મુવ કરો

જો તમે ઍપ લાઇબ્રેરીમાં ઍપને ડાઉનલોડ કરો તો તમે તેને સરળતાથી હોમ સ્ક્રીન પર મુવ કરી શકો છો.

  1. ઍપ લાઇબ્રેરી સુધી જવા માટે તમારા તમામ હોમ સ્ક્રીન પેજ ડાબી બાજુ સ્વાઇપ કરો.

  2. જ્યાં સુધી બૅકગ્રાઉંડ જિગલ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી તેને ટચ કરી દબાવી રાખો.

  3. તમે જે ઍપને મુવ કરવા માંગો છો તેને ટચ કરી દબાવી રાખો પછી તેને ડાબી બાજુએ ડ્રૅગ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.