આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં “ખોજી”માં તમારું લોકેશન શેર કરો

તમારું લોકેશન મિત્રો સાથે શેર કરવા માટે તમે “ખોજી” ઍપનો ઉપયોગ કરી શકો તે પહેલાં તમારે લોકેશન શેરિંગ સેટ અપ કરવું જરૂરી છે.

નોટ : જો તમે લોકેશન શેરિંગ સેટ અપ કર્યું હોય અને અન્ય લોકોને હજુ પણ તમારું લોકેશન દેખાતું ન હોય તો સેટિંગ્સ  > પ્રાઇવસિ & સુરક્ષા > લોકેશન સેવાઓ > ખોજીમાં લોકેશન સેવા ચાલુ છે તેની ખાતરી કરો. જુઓ : તમે શેર કરો છો તે લોકેશનની માહિતી કંટ્રોલ કરો.

લોકેશન શેરિંગ સેટ અપ કરવા માટે

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “મારું” પર ટૅપ કરો અને પછી “મારું લોકેશન શેર કરો” ચાલુ કરો.

    તમારું લોકેશન શેર કરતું ડિવાઇસ “માંથી શેર થઈ રહ્યું છે”ની બાજુમાં દેખાય છે.

  3. જો તમારો iPhone વર્તમાનમાં તમારું લોકેશન શેર કરી રહ્યો ન હોય તો તમે “આ iPhoneનો ઉપયોગ મારા લોકેશન તરીકે કરો” પર ટૅપ કરી શકો છો.

નોટ : બીજી ડિવાઇસ પરથી તમારું લોકેશન શેર કરવા માટે ડિવાઇસમાં “ખોજી” ખોલો અને તમારું લોકેશન તે ડિવાઇસમાં બદલો. જો તમે તમારું લોકેશન Apple Watch (GPS + મોબાઇલ સર્વિસ મૉડલ) સાથે પેર કરેલા iPhoneમાંથી શેર કરો છો તો જ્યારે તમે તમારા iPhoneથી દૂર હોવ અને તમે તમારી Apple Watch પહેરેલી હોય ત્યારે તમારું લોકેશન તમારી Apple Watchમાંથી શેર કરવામાં આવે છે.

તમે સેટિંગ્સ  > [તમારું નામ] > ખોજીમાં પણ તમારાં લોકેશન શેરિંગ સેટિંગ્સને બદલી શકો છો.

તમારા લોકેશન માટે લેબલ સેટ કરવા માટે

તમે તમારા વર્તમાન લોકેશનને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે લેબલ સેટ કરી શકો છો (જેમ કે ઘર અથવા કાર્યસ્થળ). જ્યારે તમે “મારું” પર ટૅપ કરો છો ત્યારે તમને તમારા લોકેશન ઉપરાંત લેબલ દેખાય છે.

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “મારું” પર ટૅપ કરો અને પછી લોકેશન લેબલ પર ટૅપ કરો.

  3. લેબલ સિલેક્ટ કરો.

    નવું લેબલ ઉમેરવા માટે “કસ્ટમ લેબલ ઉમેરો” પર ટૅપ કરીને નામ એંટર કરો અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

મિત્ર સાથે તમારું લોકેશન શેર કરવા માટે

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “લોકો” પર ટૅપ કરીને “ઉમેરો” બટન પર ટૅપ કરો અને પછી “મારું લોકેશન શેર કરો” પસંદ કરો.

    ’ખોજી’ની સ્ક્રીનમાં લોકોની યાદી ખુલ્લી છે. યાદીમાં ચાર લોકો છે : Olivia Rico, Dawn Ramirez, Ashley Rico અને Will Rico. તમારું લોકેશન શેર કરવા માટે લોકોની યાદીમાં ઉપર આપેલા “ઉમેરો” બટન પર ટૅપ કરો.
  3. “સાથે” ફીલ્ડમાં તમે જેમની સાથે લોકેશન શેર કરવા માંગો છો તે મિત્રનું નામ લખો (અથવા “સંપર્ક ઉમેરો” બટન પર ટૅપ કરો અને સંપર્ક સિલેક્ટ કરો).

  4. “મોકલો” પર ટૅપ કરો અને તમે તમારું લોકેશન કેટલા સમય સુધી શેર કરવા માંગો છો તે પસંદ કરો.

તમે તમારું લોકેશન બદલાય ત્યારે તમારા મિત્ર અથવા પરિવારના સભ્યને સૂચિત પણ કરી શકો છો.

જો તમે ફેમિલી શેરિંગ ગ્રૂપના સભ્ય હોવ તો તમારું લોકેશન પરિવારના સભ્યો સાથે શેર કરવા માટે જુઓ.

તમારું લોકેશન શેર કરવાનું બંધ કરો

તમે કોઈ ચોક્કસ મિત્ર સાથે તમારું લોકેશન શેર કરવાનું બંધ કરી શકો છો અથવા તમામથી તમારું લોકેશન છુપાવી શકો છો.

  • મિત્ર સાથે શેર કરવાનું બંધ કરવા માટે : સ્ક્રીનમાં નીચે “લોકો” પર ટૅપ કરો અને પછી તમે જે વ્યક્તિ સાથે તમારું લોકેશન શેર કરવા માંગતા નથી તેમના નામ પર ટૅપ કરો. “મારું લોકેશન શેર કરવાનું બંધ કરો” પર ટૅપ કરો અને પછી “લોકેશન શેર કરવાનું બંધ કરો” પર ટૅપ કરો.

  • તમામથી તમારું લોકેશન છુપાવવા માટે : સ્ક્રીનમાં નીચે “મારું” પર ટૅપ કરો અને પછી “મારું લોકેશન શેર કરો” બંધ કરો.

લોકેશન શેર કરવાની વિનંતીનો જવાબ આપવા માટે

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “લોકો” પર ટૅપ કરો.

  3. વિનંતી મોકલનાર મિત્રના નામની નીચે “શેર કરો” પર ટૅપ કરો અને તમે તમારું લોકેશન કેટલા સમય સુધી શેર કરવા માંગો છો તે પસંદ કરો.

    જો તમે તમારું લોકેશન શેર કરવા માંગતા ન હોવ તો “રદ કરો” પર ટૅપ કરો.

લોકેશન શેર કરવાની નવી વિનંતીઓ મેળવવાનું બંધ કરવા માટે

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “મારું” પર ટૅપ કરો અને પછી “મિત્રની વિનંતીને અનુમતિ આપો” બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.