આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

મિત્રનું લોકેશન બદલાય ત્યારે iPhoneમાં “ખોજી”માં સૂચના મેળવો

જ્યારે તમારા મિત્રનું લોકેશન બદલાય ત્યારે સૂચના મેળવવા માટે “ખોજી” ઍપનો ઉપયોગ કરો. મિત્ર લોકેશન પર આવે, લોકેશન છોડી દે અથવા લોકેશન પર ન હોય ત્યારે તમને સૂચના મળી શકે છે.

મહત્ત્વપૂર્ણ : તમારા મિત્રનું લોકેશન બદલાય ત્યારે સૂચના મેળવવા માટે તમે “ખોજી” ઍપની સૂચનાઓને અનુમતિ આપી છે તેની ખાતરી કરો. જુઓ : સૂચના સેટિંગ્સ બદલો.

તમે પણ તમારું લોકેશન બદલાય ત્યારે મિત્રોને જણાવી શકો છો. જુઓ : તમારું લોકેશન બદલાય ત્યારે ખોજીમાં મિત્રને સૂચિત કરો.

તમારા મિત્ર લોકેશન પર આવે અથવા ત્યાંથી નીકળે ત્યારે સૂચના મેળવવા માટે

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “લોકો” પર ટૅપ કરો અને પછી તમે જે વ્યક્તિ વિષે સૂચના મેળવવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

  3. સૂચનાઓની નીચે “ઉમેરો” પર ટૅપ કરીને પછી “મને સૂચિત કરો” પર ટૅપ કરો.

  4. મિત્ર લોકેશન પર આવે અથવા ત્યાંથી નીકળે ત્યારે તમે સૂચના મેળવવા માંગો છો કે નહિ તે પસંદ કરો.

  5. લોકેશન પસંદ કરો અથવા નવું લોકેશન બનાવવા અને લોકેશનની ત્રિજ્યા સેટ કરવા માટે નવું લોકેશન ટૅપ કરો.

    મોટી ત્રિજ્યાથી તમારા મિત્ર ચોક્કસ લોકેશન પર પહોંચે તે પહેલાં લોકેશનની નજીક હોય ત્યારે તમને સૂચિત કરવામાં આવે છે.

  6. તમે ફક્ત એક વાર અથવા દરેક વખતે સૂચના મેળવવા માંગો છો તે પસંદ કરો.

  7. “ઉમેરો” પર ટૅપ કરીને પછી “બરાબર” પર ટૅપ કરો.

    તમે સૂચના સેટ કરો તે પછી તમારા મિત્રને અલર્ટ મળે છે.

    જો તમે રિકરિંગ સૂચના સેટ કરો છો તો તમારા મિત્રએ તેને સેટ કરતા પહેલાં મંજૂરી આપવી આવશ્યક છે. તમે પહેલી વાર જે લોકેશન પસંદ કર્યું હોય ત્યાં પહોંચો અથવા ત્યાંથી નીકળો ત્યારે તેમને મંજૂરી માટે પૂછતી અલર્ટ મળે છે.

તમારા મિત્ર લોકેશન પર ન હોય ત્યારે સૂચના મેળવવા માટે

જો સેટ કરેલા શેડ્યૂલ દરમિયાન તમારા મિત્ર અથવા પરિવારના સભ્ય ચોક્કસ લોકેશન પર ન હોય તો તમે સૂચના મેળવી શકો છો. ઉદાહરણ તરીકે જો તમારું બાળક સ્કૂલના સમય દરમિયાન સ્કૂલમાં ન હોય તો તમને સૂચિત કરી શકાય છે.

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “લોકો” પર ટૅપ કરો અને પછી તમે જે વ્યક્તિ વિષે સૂચના મેળવવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

  3. સૂચનાઓની નીચે “ઉમેરો” પર ટૅપ કરીને પછી “મને સૂચિત કરો” પર ટૅપ કરો.

  4. “ક્યારે”ની નીચે “[તમારા મિત્રનું નામ]ના અહીં ન હોવા પર” ટૅપ કરો.

  5. લોકેશન પસંદ કરો અથવા નવું લોકેશન બનાવવા અને લોકેશનની ત્રિજ્યા સેટ કરવા માટે નવું લોકેશન ટૅપ કરો.

    મોટી ત્રિજ્યાથી તમારા મિત્ર ચોક્કસ લોકેશન પર પહોંચે તે પહેલાં લોકેશનની નજીક હોય ત્યારે તમને સૂચિત કરવામાં આવે છે.

  6. તમે ક્યારે સૂચના મેળવવા માંગો છો તે પસંદ કરો.

    • સમય : શરૂઆતના અને અંતના સમયને સિલેક્ટ કરો.

    • દિવસ : અઠવાડિયાંના દિવસો સિલેક્ટ કરો.

  7. “ઉમેરો” પર ટૅપ કરીને પછી “બરાબર” પર ટૅપ કરો.

    તેને સેટ કરતા પહેલાં તમારા મિત્રએ તેને મંજૂરી આપવી આવશ્યક છે. તેમને સૂચનાઓ શરૂ થવાના સમય અને દિવસની મંજૂરી માટે પૂછતી અલર્ટ મળે છે.

તમે સેટ કરેલી સૂચનાને બદલવા અથવા બંધ કરવા માટે

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “લોકો” પર ટૅપ કરો અને પછી તમે જે વ્યક્તિની સૂચના બદલવા અથવા બંધ કરવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

    આ તમને મિત્ર વિષે મળતી સૂચના અથવા તમારા મિત્રને તમારા વિષે મળતી સૂચના હોઈ શકે છે.

  3. સૂચનાઓની નીચે “સૂચના” પર ટૅપ કરો.

  4. નીચેનામાંથી કોઈ એક કરો :

    • સૂચના બદલો : કોઈ પણ વિગતો બદલો અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

    • સૂચના બંધ કરો : “સૂચના ડિલીટ કરો” પર ટૅપ કરો અને પછી ફરી “સૂચના ડિલીટ કરો” પર ટૅપ કરો.

તમે મહત્તમ 25 “મને સૂચિત કરો” સૂચનાઓ બનાવી શકો છો.

નોટ : તમે બે ફૅક્ટર ઑથેંટિકેશન ચાલુ કરનારા મિત્રો માટે જ રિકરિંગ સૂચનાઓ બનાવી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.