iPhoneમાં શૉર્ટકટમાં Apple Intelligenceનો ઉપયોગ કરો

તમે Apple Intelligence સાથે પહેલા કરતા વધુ શક્તિશાળી શૉર્ટકટ બનાવી શકો છો. * શૉર્ટકટમાં ઇંટેલિજંટ ઍક્શન ટેક્સ્ટનો સારાંશ આપી શકે છે, ઇમેજ બનાવી શકે છે અથવા તમારા શૉર્ટકટમાં ફીડ કરેલા જવાબ આપવા માટે સીધા Apple Intelligence અથવા એક્સટેંશન મૉડલમાં ટૅપ કરી શકે છે.

નોટ : iPhoneના તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં Apple Intelligence ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરના ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iOSના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે.

Apple Intelligence શૉર્ટકટ શોધવા માટે

જો તમે તમારા કલેક્શનમાં ઉમેરવા માટે નવા શૉર્ટકટ શોધી રહ્યાં છો અથવા જો તમે જોવા માંગતા હોવ કે શું શક્ય છે અને કેવી રીતે ચોક્કસ Apple Intelligence શૉર્ટકટ બનાવવામાં આવ્યા છે તો શૉર્ટકટ ગૅલરીમાં Apple Intelligence શ્રેણી તપાસો.

  1. તમારા iPhoneમાં શૉર્ટકટ ઍપ પર જાઓ.

  2. ગૅલરી પર ટૅપ કરીને પછી તેને તમારા કલેક્શનમાં ઉમેરવા માટે Apple Intelligence શ્રેણીના શૉર્ટકટમાં શૉર્ટકટ બનાવો બટન પર ટૅપ કરો.

કસ્ટમ શૉર્ટકટ બનાવવા માટે મૉડલનો ઉપયોગ કરવા માટે

તમે તમારા પોતાના કસ્ટમ શૉર્ટકટ બનાવી શકો છો જે તમારા શૉર્ટકટમાં સરળ અથવા જટિલ વિનંતીઓને હૅન્ડલ કરવા માટે ઑન-ડિવાઇસ અથવા પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટમાં Apple Intelligence મૉડલ અથવા ChatGPTનો ઉપયોગ કરે છે. તમે ઍક્શનમાં ઇનપુટ આપવા, ઍક્શનના આઉટપુટ પાર્સ કરવા વગેરે માટે મૉડલનો ઉપયોગ કરી શકો છો.

તમે ત્રણ મૉડલમાંથી પસંદ કરી શકો છો :

  • ઑન-ડિવાઇસ : નેટવર્ક કનેક્શનની જરૂરિયાત વગર સરળ વિનંતીઓ હૅન્ડલ કરવા માટે ઑન-ડિવાઇસ પરના Apple Intelligence મૉડલનો ઉપયોગ કરે છે.

  • પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટ : તમારી પ્રાઇવસિની સુરક્ષા કરતી વખતે જટિલ વિનંતીઓને હૅન્ડલ કરવા માટે Appleના પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટનો ઉપયોગ કરે છે.

  • એક્સટેંશન મૉડલ : તમારી વિનંતીઓ હૅન્ડલ કરવા માટે ChatGPTનો ઉપયોગ કરે છે.

શરૂ કરવા માટે નીચે પ્રમાણે કંઈક અજમાવો :

  1. તમારા iPhoneમાં શૉર્ટકટ ઍપ પર જાઓ.

  2. શૉર્ટકટ બનાવો બટન પર ટૅપ કરો.

    ટિપ : Apple Intelligence શ્રેણી પર ટૅપ કરીને પછી કોઈ ચોક્કસ ઇંટેલિજંટ ઍક્શન પસંદ કરો.

  3. ઍક્શન સર્ચ કરીને પછી તેને તમારા શૉર્ટકટમાં ઉમેરવા માટે તેના પર ટૅપ કરો.

    ઉદાહરણ તરીકે વર્તમાન હવામાન માટે સર્ચ કરીને પછી તેના પર ટૅપ કરો. જો શૉર્ટકટ તમારી લોકેશન ઍક્સેસ કરવા માટે પ્રૉમ્પ્ટ કરે તો ઍક્સેસની અનુમતિ આપો પર ટૅપ કરો.

  4. મૉડલનો ઉપયોગ કરો ઍક્શન સર્ચ કરીને પછી મૉડલ પસંદ કરો.

    ઉદાહરણ તરીકે ઑન-ડિવાઇસ પસંદ કરો.

  5. મૉડલનો ઉપયોગ કરોની નીચે ટેક્સ્ટ ફીલ્ડમાં તમારો પ્રૉમ્પ્ટ એંટર કરો.

    ઉદાહરણ તરીકે “ઇમોજી સાથે આજના હવામાનનો સંક્ષિપ્ત, મનોરંજક સારાંશ લખો” એંટર કરો.

    જો તમે તમારી વિનંતીને વધુ સુધારવા માટે મૉડલ સાથે ઇંટરૅક્ટ કરવા માગતા હોવ તો “મૉડલનો ઉપયોગ કરો”ની બાજુમાં આવેલા તીર પર ટૅપ કરીને પછી ફૉલો અપ ચેકબૉક્સ પર ટૅપ કરો.

  6. અન્ય ઍક્શન ઉમેરવા માટે તેના માટે સર્ચ કરીને પછી તેને ઉમેરવા માટે તેના પર ટૅપ કરો.

    ઉદાહરણ તરીકે કૉન્ટેંટ બતાવો સર્ચ કરીને તેના પર ટૅપ કરો પછી પ્રતિભાવ સિલેક્ટ કરો.

  7. તમારા નવા શૉર્ટકટને ટેસ્ટ કરવા માટે પ્લે કરો બટન પર ટૅપ કરો.

તમારું શૉર્ટકટ ઑટોમૅટિક રીતે સેવ થાય છે. તમે તમારા શૉર્ટકટને રન કરી શકો તેની અલગ રીતો વિષે જાણવા માટે જુઓ : iPhone અથવા iPadમાં બીજા ઍપમાંથી શૉર્ટકટ લૉન્ચ કરો.

ઇનપુટ, ફૉલો અપ અને આઉટપુટ વિષે વધુ જાણવા માટે

મૉડલનો ઉપયોગ કરો ઍક્શનનો ઉપયોગ કરવા વિષેની કેટલીક વિગતો અહીં છે :

  • મૉડલમાં ટેક્સ્ટ ઇનપુટમાં વૅરિએબલ, પાછલી ઍક્શનના આઉટપુટ, કૅલેંડર ઇવેંટ, રિમાઇંડર, ફોટો વગેરે સામેલ હોઈ શકે છે.

  • જો તમે ફૉલો અપ પસંદ કરો છો તો જ્યારે તમે શૉર્ટકટ રન કરો છો ત્યારે તે તમને મૉડલનો પ્રતિભાવ બતાવે છે અને અંતિમ પ્રતિભાવ આગામી ઍક્શનમાં પાસ થાય તે પહેલાં તમે તમારું ઇનપુટ સુધારી શકો છો. ઉદાહરણ તરીકે તમે વધારાની વિનંતીઓ કરી શકો છો અથવા વધુ માહિતી આપી શકો છો.

  • આઉટપુટ પ્રતિભાવ ઑટોમૅટિક રીતે પાસ થતી ઍક્શન અનુસાર ઑપ્ટિમાઇઝ થાય છે. તમે પ્રતિભાવ કેવી રીતે આઉટપુટ થાય છે તે પણ સ્પષ્ટ કરી શકો છો : જ્યારે તમે મૉડલનો ઉપયોગ કરો ઍક્શન ઉમેરો ત્યારે આઉટપુટ પૉપ-અપ મેન્યૂ પર ટૅપ કરો અને વિકલ્પ પસંદ કરો.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.