iPhoneમાં પ્રિવ્યૂમાં ટેક્સ્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો

PDF બનાવવા માટે તમે ટેક્સ્ટ અથવા ડૉક્યુમૅન્ટ સ્કૅન કરી શકો છો.

  1. તમારા iPhoneમાં પ્રિવ્યૂ ઍપ પર જાઓ.

  2. ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો પર ટૅપ કરો.

  3. iPhoneના કૅમેરાને એવી સ્થિતિમાં રાખો જેથી સ્ક્રીન પર ટેક્સ્ટ અથવા ડૉક્યુમૅન્ટ દેખાય.

    iPhone ઑટોમૅટિક રીતે પેજ કૅપ્ચર કરે છે. ઑટોમૅટિકને બદલે તમારી જાતે સ્કૅન કૅપ્ચર કરવા માટે ઑટો (મૅન્યુઅલમાં લેબલ બદલાય છે) પર ટૅપ કરો અને પછી શટર બટન પર ટૅપ કરો.

  4. વધારાના પેજ સ્કૅન કરવા માટે ઉપરના પગલાને રિપીટ કરો.

  5. ક્રૉપ કરવા, ફેરવવા અથવા સ્કૅનનો રંગ ઍડજસ્ટ કરવા માટે સ્ક્રીનમાં નીચે થંબનેલ પર ટૅપ કરો.

  6. તમે સ્કૅન કરવાનું સમાપ્ત કરો ત્યારે “પૂર્ણ” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.