આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

વિઝન માટે CarPlay ઍક્સેસિબિલિટી સેટિંગ્સ ઍડજસ્ટ કરો

વિઝન માટે CarPlay ઍક્સેસિબિલિટી ફીચરથી તમે CarPlay ટચસ્ક્રીન પર ટેક્સ્ટ વાંચવાનું અને રંગને અલગ પાડવાનું સરળ બનાવી શકો છો.

નોટ : CarPlay તમામ દેશો અથવા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી. જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.

ડિસ્પ્લેના રંગ ફિલ્ટર કરવા માટે

CarPlayની ટચસ્ક્રીન પર રંગને અલગ પાડવાનું સરળ બનાવવા માટે તમે કલર વિઝનની ખામીઓ માટે ફિલ્ટર લાગુ કરી શકો છો અથવા આખી સ્ક્રીનને ગ્રેસ્કેલમાં જોઈ શકો છો.

  1. CarPlayમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને પછી રંગ ફિલ્ટર પર ટૅપ કરો.

  3. રંગ ફિલ્ટર ચાલુ કરો.

  4. ફિલ્ટર પર ટૅપ કરો. ફિલ્ટરની તીવ્રતા બદલવા માટે ન્યૂન, મધ્યમ અથવા ઉચ્ચ પર ટૅપ કરો.

ટેક્સ્ટ સાઇઝ બદલવા માટે

  1. CarPlayમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને પછી ટેક્સ્ટ સાઇઝ પર ટૅપ કરો.

  3. ટેક્સ્ટ સાઇઝ પર ટૅપ કરો. તમે દરેક નંબરની નીચે ટેક્સ્ટ સાઇઝનું પ્રિવ્યૂ જોઈ શકો છો.

ટેક્સ્ટને બોલ્ડ કરો

CarPlay ટચસ્ક્રીન પર જે કંઈ હોય તે વાંચવાનું સરળ બનાવવા માટે બોલ્ડ ટેક્સ્ટ ચાલુ કરો.

  1. CarPlayમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને પછી બોલ્ડ ટેક્સ્ટ ચાલુ કરો.

વૉઇસ કમાંડ સાથે CarPlay કંટ્રોલ કરવા માટે

વૉઇસ કમાંડથી CarPlayને કંટ્રોલ કરવા માટે તમે તમારા iPhoneના માઇક્રોફોનનો ઉપયોગ કરી શકો છો.

  1. CarPlayમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને પછી વૉઇસ કંટ્રોલ ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.