આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં ઑનસ્ક્રીન મોશન કસ્ટમાઇઝ કરો

તમે સ્ક્રીન પર કેટલાક એલિમેંટની મુવમેંટને કસ્ટમાઇઝ કરી શકો છો, જેમ કે :

  • વૉલપેપર, ઍપ્સ અને અલર્ટ માટે મોશન ઇફેક્ટ

  • સ્ક્રીન ટ્રાંઝિશન

  • Siri ઍનિમેશન

  • ટાઇપ કરવાનું ઑટોમૅટિક રીતે પૂર્ણ

  • મેસેજ ઍપમાં ઍનિમેટેડ ફુલ-સ્ક્રીન અને બબલ ઇફેક્ટ

  • વેબ અને ઍપ્સમાં ઍનિમેટ કરેલી ઇમેજ

ઑનસ્ક્રીન મોશન કસ્ટમાઇઝ કરવા માટે

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને પછી ગતિ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • Motion ઘટાડો : ચાલુ કરો. (બંધ હોય ત્યારે તમને Liquid Glassની ફ્લુઇડ મૉર્ફિંગ ઇફેક્ટ જેવી વધુ હિલચાલ દેખાશે.)

    • વાહનની ગતિના સંકેત : જ્યારે તમે વાહનમાં જઈ રહ્યા હોવ ત્યારે ચાલુ કરો, બંધ કરો અથવા ઑટોમૅટિક રીતે ચાલુ કરવા માટે સેટ કરો. તમે પૅટર્ન, રંગ અને દૃશ્યતા સહિત સંકેતનો દેખાવ પણ કસ્ટમાઇઝ કરી શકો છો. (ચાલુ હોય ત્યારે, ઑનસ્ક્રીન મોશન ઘટાડવા અથવા બંધ કરવા માટે ડૉટ દેખાય છે અને સ્ક્રીન પર મુવ થાય છે.)

    • ઍનિમેટિડ ઇમેજને ઑટો-પ્લે કરવા માટે : બંધ કરો. (ચાલુ હોય ત્યારે મેસેજ અને Safariમાં ઝડપી એનિમેટેડ ઇમેજ અને GIF જેવા મૂવિંગ એલિમેંટ ઑટોમૅટિક રીતે પ્લે થાય છે.)

    • વીડિયો પ્રિવ્યૂ ઑટો-પ્લે કરવા માટે : બંધ કરો. (ચાલુ હોય ત્યારે તે App Store જેવી ઍપ્સને ઑટોમૅટિક રીતે વીડિયો પ્રિવ્યૂ પ્લે કરવાની અનુમતિ આપે છે.)

    • મેસેજ ઇફેક્ટને ઑટો-પ્લે કરવા માટે : બંધ કરો. (ચાલુ હોય ત્યારે મેસેજ ઍપ ઑટોમૅટિક રીતે ફુલ-સ્ક્રીન ઇફેક્ટ પ્લે કરે છે. જો તમે આ સેટિંગ બંધ કરો તો પણ તમે મેસેજ બબલની નીચે ”ફરી પ્લે કરો” પર ટૅપ કરીને ઇફેક્ટને મૅન્યુઅલ રીતે પ્લે કરી શકો છો.)

    • નૉન-બ્લિંકિંગ કર્સરને પ્રાથમિકતા આપવા માટે : ચાલુ કરો. (તમે જ્યાં ટાઇપ કરી રહ્યાં છો તે ઇંસર્શન પૉઇંટ પર દેખાતા વર્ટિકલ બારની બ્લિંકિંગ બંધ કરો. જો તમે iPhone પર બ્રેલ ડિસ્પ્લેનો ઉપયોગ કરો છો તો ડિસ્પ્લે પરનું કર્સર ઇંડિકેટર પણ ઝબકવાનું બંધ કરી દે છે.)

    • ફ્રેમ રેટ મર્યાદિત રાખવા માટે : ચાલુ કરો. (ProMotion ડિસ્પ્લે ટેક્નૉલોજી સાથેનાં મૉડલ પર આ ડિસ્પ્લેના મહત્તમ ફ્રેમ રેટને પ્રતિ સેકંડ 60 ફ્રેમ સુધી સીમિત કરે છે.

વીડિયોમાં ફ્લૅશિંગ અને સ્ટ્રોબિંગ લાઇટ ઘટાડવા માટે

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને પછી ડિસ્પ્લે અને ટેક્સ્ટ સાઇઝ પર ટૅપ કરો.

  3. ફ્લૅશિંગ લાઇટ ડિમ કરો ચાલુ કરો.

ઑનસ્ક્રીન એલિમેંટની બ્રાઇટ ઇફેક્ટ ઘટાડો

તમે કીબોર્ડ જેવા અમુક ઑનસ્ક્રીન એલિમેંટ સાથે ઇંટરૅક્ટ કરતી વખતે દેખાઈ શકે તેવા હાઇલાઇટ અને ફ્લૅશ ઇફેક્ટ ઘટાડી શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને પછી ડિસ્પ્લે અને ટેક્સ્ટ સાઇઝ પર ટૅપ કરો.

  3. બ્રાઇટ ઇફેક્ટ ઘટાડો ચાલુ કરો.

ચોક્કસ ઍપ્સ પર આ ઇફેક્ટને લાગુ કરવા માટે ચોક્કસ ઍપ્સ માટે વિઝ્યુઅલ ઍક્સેસિબિલિટી સેટિંગ્સ કસ્ટમાઇઝ કરો જુઓ.

મહત્ત્વપૂર્ણ : તમારો iPhone સપોર્ટેડ મીડિયામાં સામેલ ફ્લૅશિંગ અથવા સ્ટ્રૉબિંગ લાઇટને ડિટેક્ટ કરવા માટે ઑન-ડિવાઇસ ઍલ્ગરિધમનો ઉપયોગ કરે છે અને તેમને તમારા iPhone પર રિઅલ ટાઇમમાં ઑટોમૅટિક રીતે ડિમ કરે છે. ઉચ્ચ જોખમી પરિસ્થિતિઓમાં અથવા કોઈ પણ તબીબી સ્થિતિની સારવાર માટે મોશન સેટિંગ્સ પર આધાર રાખવો જોઈએ નહિ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.