આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર સંપર્ક કી વેરિફિકેશનનો ઉપયોગ કરો

તમે ઑટોમૅટિક અલર્ટ પ્રાપ્ત કરવા માટે સંપર્ક કી વેરિફિકેશનનો ઉપયોગ કરી શકો છો જે તમે ઇચ્છો તે લોકો સાથે જ સંચાર કરી રહ્યાં છો તે વેરિફાઈ કરવામાં મદદ કરે છે. તમે યૂનીક કોડ પણ જનરેટ કરી શકો છો જેને તમે અને તમારા સંપર્ક એકબીજાની ઓળખ ચકાસવા માટે મેસેજ ઍપમાં એક સાથે સરખાવી શકો છો. વધુમાં તમે તમારા સાર્વજનિક વેરિફિકેશન કોડને સોશિઅલ મીડિયા અકાઉંટ પર પોસ્ટ કરી શકો છો જેથી અન્ય લોકો જ્યારે તમને મેસેજ મોકલે ત્યારે તમારી પુષ્ટિ કરી શકે અને તમે સંપર્ક ઍપમાં અન્ય લોકોના કોડ સેવ કરી શકો છો.

નોટ : સંપર્ક કી વેરિફિકેશનને અત્યંત અદ્યતન સાઇબર અટૅકને રોકવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે; તે ફિશિંગ અથવા અન્ય ટેક્સ્ટ-આધારિત સ્કૅમ જેવી છેતરપિંડી અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું નથી. સંપર્ક કી વેરિફિકેશન અને સમસ્યા નિરાકરણ વિષે વધુ જાણવા માટે iMessage સંપર્ક કી વેરિફિકેશનનો પરિચય શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

શરૂ કરતા પહેલાં

સંપર્ક કી વેરિફિકેશનનો ઉપયોગ કરવા માટે નીચેની બાબતોની ખાતરી કરો :

  • તમારાં ડિવાઇસ પાસકોડ અથવા પાસવર્ડથી સુરક્ષિત છે.

  • તમે iCloud અને iMessageમાં એક જ Apple અકાઉંટથી સાઇન ઇન કરેલું છે અને તમે તમારા Apple અકાઉંટ માટે બે ફૅક્ટર ઑથેંટિકેશન ચાલુ કરેલું છે.

  • જે વ્યક્તિને તમે વેરિફાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે તમારા સંપર્ક છે.

સંપર્ક કી વેરિફિકેશન ચાલુ કરવા માટે

  1. સેટિંગ્સ  > [તમારું નામ] > સંપર્ક કી વેરિફિકેશન પર જાઓ.

  2. iMessage માં વેરિફિકેશન ચાલુ કરો પછી આગળ વધો પર ટૅપ કરો.

    નોટ : જ્યારે તમે સંપર્ક કી વેરિફિકેશન ચાલુ કરો છો ત્યારે તમને તમારાં તમામ Apple ડિવાઇસ પર સુસંગત સોફ્ટવેર અપડેટ કરવા માટે પ્રૉમ્પ્ટ આપવામાં આવે છે. જો તમારી પાસેના ડિવાઇસને અપડેટ ન કરી શકાતું હોય તો તમારે આ ફીચર ચાલુ કરતા પહેલાં તે ડિવાઇસમાં iMessageમાંથી સાઇન આઉટ કરવું પડશે.

સાર્વજનિક વેરિફિકેશન કોડ શેર કરવા માટે

તમે તમારો સાર્વજનિક વેરિફિકેશન કોડ મેસેજમાં શેર કરી શકો છો અથવા તેને સોશિઅલ મીડિયા અકાઉંટ પર પોસ્ટ કરી શકો છો જેથી અન્ય લોકો તમારી ઓળખ વેરિફાઈ કરી શકે.

  1. સેટિંગ્સ  > [તમારું નામ] > સંપર્ક કી વેરિફિકેશન પર જાઓ.

  2. સાર્વજનિક વેરિફિકેશન કોડ બતાવો પર ટૅપ કરો.

  3. તમારો સાર્વજનિક વેરિફિકેશન કોડ શેર કરવા માટે “વેરિફિકેશન કોડ કૉપિ કરો” પર ટૅપ કરો, “બરાબર” પર ટૅપ કરો અને પછી જ્યાં પણ તમે તેને શેર કરવા માંગો છો ત્યાં કોડ પેસ્ટ કરો.

તમે કોઈ બીજાની ઓળખ વેરિફાઈ કરવા માટે તેમના સાર્વજનિક વેરિફિકેશન કોડનો પણ ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ તમારી સાથે “સાર્વજનિક વેરિફિકેશન કોડ” શેર કરે છે જે તેમની સોશિઅલ મીડિયા પ્રોફાઇલ પર ડિસ્પ્લે કરેલા કોડ સાથે મૅચ થતો ન હોય તો જ્યાં સુધી તમે તેમની ઓળખની પુષ્ટિ ન કરો ત્યાં સુધી તમારે તેમને મેસેજ કરવાનું બંધ કરવું જોઈએ.

મેસેજમાં વેરિફિકેશન કોડ જનરેટ કરો

ઉચ્ચ સ્તરની સુરક્ષા માટે, તમે અને તમારા સંપર્ક મેસેજમાં વેરિફિકેશન કોડ જનરેટ કરી શકો છો પછી સંપર્કમાં એકબીજાના સાર્વજનિક વેરિફિકેશન કોડ સેવ કરી શકો છો. જ્યારે તમે એક સાથે એકબીજાની ચકાસણી કરવા માંગતા હોવ અથવા જો તમને પ્રાપ્ત થયેલો સાર્વજનિક વેરિફિકેશન કોડ તમારા સંપર્ક દ્વારા શેર કરાયેલા કોડ સાથે મૅચ ન થતો હોય ત્યારે આ ઉપયોગી બને છે.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપમાં ઉપર વ્યક્તિનું નામ પર ટૅપ કરો, નીચે સ્ક્રોલ કરો અને પછી “સંપર્ક વેરિફાઈ કરો” પર ટૅપ કરો.

    જ્યારે અન્ય વ્યક્તિ તેમના ડિવાઇસ પર “સંપર્ક વેરિફાઈ કરો” પર ટૅપ કરે છે ત્યારે સંપર્ક વેરિફિકેશન કોડ દેખાય છે.

  3. બંને ડિવાઇસ પર વેરિફિકેશન કોડની સરખામણી કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • જો કોડ મૅચ થતા હોય તો : “વેરિફાઈ કરેલ તરીકે અંકિત કરો” પર ટૅપ કરો અને પછી અન્ય વ્યક્તિના સંપર્ક કાર્ડમાં વેરિફિકેશન કોડ ઉમેરવા માટે અપડેટ પર ટૅપ કરો.

    • જો કોડ મૅચ થતા ન હોય તો : તમે જે વ્યક્તિ સાથે વાત કરવા ઇચ્છતા હોવ તેની સાથે કદાચ વાતચીત ન કરી રહ્યાં હોવ. ’કોઈ મૅચ નથી’પર ટૅપ કરો અને જ્યાં સુધી તમે વ્યક્તિની ઓળખ વેરિફાઈ કરી ના શકો ત્યાં સુધી તેને મેસેજ મોકલવાનું બંધ કરો.

તમારા દ્વારા સંપર્ક વેરિફાઈ કર્યા પછી મેસેજમાં તેમના નામની બાજુમાં ખરાની નિશાની દેખાય છે. તમે વાર્તાલાપની વિગતોમાં તેમનું વેરિફિકેશન સ્ટેટસ પણ તપાસી શકો છો અથવા સંપર્કમાં તેમનો સાર્વજનિક વેરિફિકેશન કોડ શોધી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.