આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર Safariનો ઉપયોગ કરીને વેબ બ્રાઉઝ કરો

તમે વેબ બ્રાઉઝ કરી શકો છો, વેબસાઇટ જોઈ શકો છો, વેબસાઇટ લિંક પ્રિવ્યૂ કરી શકો છો, વેબપેજનો અનુવાદ કરી શકો છો અને જો Safari ઍપને કાઢી નાખવામાં આવેલી હોય તો તમારી હોમ સ્ક્રીન પર તેને પાછી ઉમેરી શકો છો. તમારા તમામ ડિવાઇસ પર તમારા ખુલ્લા ટૅબ, બુકમાર્ક, હિસ્ટરી અને વાંચન યાદીને અપ-ટૂ-ડેટ રાખવા માટે મલ્ટિપલ ડિવાઇસ પર સમાન Apple અકાઉંટ દ્વારા iCloud પર સાઇન ઇન કરો.

કૉમ્પેક્ટ ટૅબ લેઆઉટ સાથે Safariમાં ખોલેલી વેબસાઇટ. નીચે ડાબેથી જમણે પાછળ બટન, પેજ મેન્યૂ બટન, સર્ચ ફીલ્ડ, ફરી લોડ કરો બટન અને વધુ બટન છે.

વેબપેજ પર જવા માટે

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. સર્ચ ફીલ્ડમાં વેબપેજનું નામ અથવા વેબ અડ્રેસ (URL) એંટર કરો.

Safariમાં વેબસાઇટ જોવા માટે

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ટોચ ઉપર પાછા જાઓ : લાંબા પેજની ટોચ પર ઝડપથી પાછા જવા માટે સ્ક્રીનની ટોચની ધાર પર ડબલ-ટૅપ કરો.

    • પેજનો વધુ ભાગ જોવા માટે : iPhoneને લેંડસ્કેપ ઑરિએંટેશનમાં ટર્ન કરો.

    • પેજ રિફ્રેશ કરવા માટે : પેજની ટોચ પરથી નીચે ખેંચો.

    • લિંક શેર કરવા માટે : પેજમાં નીચે “વધુ” બટન પર ટૅપ કરીને પછી “શેર કરો” પર ટૅપ કરો.

      જો તમારું ટૅબ લેઆઉટ નીચે અથવા ઉપર હોય તો “ટૅબ” બટન પર ટૅપ કરો. જુઓ : Safariમાં લેઆઉટ બદલો.

વેબસાઇટ લિંક પ્રિવ્યૂ કરવા માટે

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. પેજ ખોલ્યા વગર લિંકનું પ્રિવ્યૂ જોવા માટે Safariમાં લિંકને ટચ અને હોલ્ડ કરો.

    લિંક ખોલવા માટે પ્રિવ્યૂ પર ટૅપ કરો અથવા ખોલો પસંદ કરો.

પ્રિવ્યૂ બંધ કરવા અને વર્તમાન પેજ પર રહેવા માટે પ્રિવ્યૂની બહાર ગમે ત્યાં ટૅપ કરો.

વેબસાઇટના પ્રિવ્યૂ પછી સંભવિત ઍક્શનની સૂચી : ખોલો, નવા ટૅબમાં ખોલો, ટૅબ ગ્રૂપમાં ખોલો, લિંક કરેલી ફાઇલ ડાઉનલોડ કરો અને વાંચન સૂચીમાં ઉમેરો.

વેબપેજ અથવા ઇમેજનો અનુવાદ કરો

જ્યારે તમે અન્ય ભાષાના વેબપેજ અથવા ઇમેજ જુઓ છો ત્યારે તમે ટેક્સ્ટનો અનુવાદ કરવા માટે Safariનો ઉપયોગ કરી શકો છો (તમામ ભાષાઓ અથવા પ્રદેશોમાં ઉપલબ્ધ નથી).

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. પેજ મેન્યૂ બટન પર ટૅપ કરો પછી [ભાષા]માં અનુવાદ કરો પર ટૅપ કરો (જો અનુવાદ ઉપલબ્ધ હોય તો).

Safariને પાછું તમારી હોમ સ્ક્રીન પર ઉમેરો

જો તમને Safari તમારી હોમ સ્ક્રીન પર દેખાતું નથી તો તમે તેને ઍપ લાઇબ્રેરીમાં શોધી શકો છો અને તેને પાછું ઉમેરી શકો છો.

  1. હોમ સ્ક્રીન પર તમને ઍપ લાઇબ્રેરી ન દેખાય ત્યાં સુધી ડાબી બાજુ સ્વાઇપ કરો.

  2. સર્ચ ફીલ્ડમાં “Safari” એંટર કરો.

  3. “Safari ઍપ” આઇકનને ટચ કરી દબાવી રાખો પછી “હોમ સ્ક્રીનમાં ઉમેરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.