iPhoneમાં Apple TV ઍપમાં Formula 1 જુઓ

જ્યારે તમે Apple TV (ફક્ત U.S.માં) સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે Apple TV ઍપમાં Formula 1 તમને Formula 1 રેસનો ઍક્સેસ આપે છે.

પ્રી-રેસ અને પોસ્ટ-રેસ પ્રોગ્રામિંગ ઉપરાંત તમે ઘણા F1 લાઇવ ફીડમાંથી પસંદ કરી શકો છો જેથી ડ્રાઇવરના દૃષ્ટિકોણને ફૉલો કરવાથી લઈને રિઅલ ટાઇમમાં રેસ કોર્સને ટ્રૅક કરવા સુધીનો ખરેખર ઇમર્સિવ જોવાનો અનુભવ મેળવી શકાય.

નોટ : અમુક Formula 1 રેસ પ્રમોશનલ ધોરણે જોવા માટે ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ તમામ રેસ, શો અને ફીચરના સંપૂર્ણ ઍક્સેસ માટે Apple TVનું સબ્સ્ક્રિપ્શન જરૂરી છે.

Formula 1 જુઓ

  1. તમારા iPhone પર Apple TV ઍપ પર જાઓ.

  2. “સર્ચ કરો” બટન પર ટૅપ કરો, પછી Formula 1 પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફીચર કરેલી ઇવેંટ એક્સપ્લોર કરવા માટે : સ્ક્રીનમાં ઉપર ડાબી અથવા જમણી બાજુ સ્વાઇપ કરો.

    • ઉપલબ્ધ રેસ, પ્રોગ્રામિંગ અને વધુ બ્રાઉઝ કરવા માટે : નીચે શ્રેણીની હરોળ સુધી સ્ક્રોલ કરો પછી ઉપલબ્ધ વિકલ્પો જોવા માટે ડાબી અથવા જમણી બાજુએ સ્વાઇપ કરો.

      ટિપ : શ્રેણીમાં તમામ આઇટમ જોવા અથવા કલેક્શન વિષે વધુ માહિતી જોવા માટે હરોળના શીર્ષક પર ટૅપ કરો.

  4. જોવાનું શરૂ કરવા માટે ઇવેંટ પર ટૅપ કરો.

    જો રેસ ચાલી રહી હોય તો લાઇવ બ્રૉડકાસ્ટમાં ટ્યૂન ઇન કરવા માટે લાઇવ જુઓ પર ટૅપ કરો અથવા શરૂઆતથી જોવા માટે શરૂઆતથી જુઓ પર ટૅપ કરો.

ઝડપથી બીજી લાઇવ સ્ટ્રીમ પર સ્વિચ કરો

  1. તમારા iPhone પર Apple TV ઍપ પર જાઓ.

  2. લાઇવ રેસ જોતી વખતે, પ્લેબૅક કંટ્રોલ બતાવવા માટે સ્ક્રીન પર ટૅપ કરો.

  3. ફીડ પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.

Apple TV માટે સબ્સ્ક્રિપ્શન જરૂરી છે, જેમાં અમુક દેશ અને વિસ્તારમાં નીચેનામાંથી અમુક અથવા તમામનો સમાવેશ થઈ શકે છે : Friday Night Baseball, Major League Soccer (MLS) અને Formula 1. તમામ ફીચર અને કૉન્ટેંટ તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple TV સબ્સ્ક્રિપ્શનમાં Apple TV ઍપમાં ભાડે આપવા અથવા ખરીદવા માટે ઉપલબ્ધ તૃતીય-પક્ષ બ્રાંડેડ સબ્સ્ક્રિપ્શન સેવાઓ અથવા કૉન્ટેંટનો સમાવેશ થતો નથી.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.