આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર મોબાઇલ સર્વિસ સેટ અપ કરો

તમારા iPhoneને મોબાઇલ સર્વિસ નેટવર્ક સાથે કનેક્ટ કરવા માટે ફિઝિકલ SIM અથવા eSIMની જરૂર છે. (તમામ મૉડલ પર અથવા તમામ દેશો અને પ્રદેશોમાં તમામ વિકલ્પ ઉપલબ્ધ નથી. iPhone 14 અને પછીના મૉડલમાં અમુક મૉડલ ફક્ત eSIMનો ઉપયોગ કરે છે.) SIM મેળવવા અને મોબાઇલ સર્વિસ સેટ અપ કરવા માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.

eSIM સેટ અપ કરો

સપોર્ટેડ iPhone મૉડલ તમારા નેટવર્ક પ્રોવાઇડર દ્વારા પ્રદાન કરાયેલા eSIMને ડિજિટલ રીતે સ્ટોર કરી શકે છે. જો તમારા નેટવર્ક પ્રોવાઇડર eSIM કૅરિયર ઍક્ટિવેશન અથવા eSIM ક્વિક ટ્રાંસફરને સપોર્ટ કરે છે તો તમે તમારા iPhoneને ચાલુ કરી શકો છો અને સેટઅપ દરમિયાન તમારા eSIMને ઍક્ટિવેટ કરવા માટે સૂચનાઓનું પાલન કરી શકો છો.

જો તમે પહેલાંથી જ સેટઅપ પૂર્ણ કરી દીધું હોય તો નીચે પ્રમાણે કરો :

  1. ખાતરી કરો કે તમારો iPhone ઉપલબ્ધ Wi-Fi અથવા મોબાઇલ સર્વિસ નેટવર્ક સાથે કનેક્ટેડ છે. eSIM સેટઅપ માટે ઇંટરનેટ કનેક્શન જરૂરી છે.

  2. નીચેની પદ્ધતિમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીને eSIM ઉમેરો :

    • eSIM નેટવર્ક પ્રોવાઇડર ઍક્ટિવેશન : અમુક નેટવર્ક પ્રોવાઇડર તમારા iPhoneને સીધું જ નવું eSIM અસાઇન કરી શકે છે; આ પ્રક્રિયા શરૂ કરવા માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો. જ્યારે તમે “મોબાઇલ સર્વિસ સેટ અપ કરવાનું પૂરું કરો” સૂચના પ્રાપ્ત કરો ત્યારે તેને ટૅપ કરો. અથવા સેટિંગ્સ  > મોબાઇલ સર્વિસ પર જાઓ પછી “મોબાઇલ સર્વિસ સેટ અપ કરો” અથવા “eSIM ઉમેરો” પર ટૅપ કરો.

    • eSIM ક્વિક ટ્રાંસફર : અમુક નેટવર્ક પ્રોવાઇડર તમારા પાછલા iPhoneનો સંપર્ક કર્યા વગર તમારા નવા iPhone પર સંપર્ક ટ્રાંસફર કરવાને સપોર્ટ કરે છે (બંને ડિવાઇસ પર iOS 16 અથવા પછીના વર્ઝનની જરૂર છે).

      તમારા નવા iPhone પર સેટિંગ્સ > મોબાઇલ સર્વિસ પર જાઓ અને “મોબાઇલ સર્વિસ સેટ અપ કરો” અથવા “eSIM ઉમેરો” પર ટૅપ કરો પછી “નજીકના iPhoneમાંથી ટ્રાંસફર કરો” પર ટૅપ કરો અથવા ફોન નંબર પસંદ કરો. તમારા પાછલા iPhone પર ટ્રાંસફરની પુષ્ટિ કરવા માટે સૂચનાઓનું પાલન કરો.

      નોટ : તમારો ફોન નંબર તમારા નવા iPhone પર ટ્રાંસફર થઈ જાય પછી તે તમારા પાછલા iPhone પર કામ કરવાનું બંધ કરી દે છે.

    • તમારા નેટવર્ક પ્રોવાઇડર દ્વારા પ્રદાન કરવામાં આવેલો QR કોડ સ્કૅન કરો : સેટિંગ્સ > મોબાઇલ સર્વિસ પર જાઓ અને “મોબાઇલ સર્વિસ સેટ અપ કરો” અથવા “eSIM ઉમેરો” પર ટૅપ કરો પછી “QR કોડનો ઉપયોગ કરો” પર ટૅપ કરો. (તમારે પહેલા અન્ય વિકલ્પો પર ટૅપ કરવાની જરૂર પડી શકે છે.) iPhoneની પોઝિશન એવી રીતે રાખો કે ફ્રેમમાં QR કોડ દેખાય અથવા મૅન્યુઅલ રીતે વિગતો એંટર કરો. તમને તમારા નેટવર્ક પ્રોવાઇડર દ્વારા પ્રદાન કરાયેલો પુષ્ટિકરણ કોડ એંટર કરવાનું કહેવામાં આવી શકે છે.

    • બીજા સ્માર્ટફોનમાંથી ટ્રાંસફર કરો : જો તમારો પાછલો ફોન Apple iPhone ન હોય તો ફોન નંબર ટ્રાંસફર કરવા માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.

    • સહભાગી નેટવર્ક પ્રોવાઇડરની ઍપ દ્વારા સેવા સક્રિય કરો : App Store પર જાઓ અને નેટવર્ક પ્રોવાઇડરની ઍપ ડાઉનલોડ કરો પછી મોબાઇલ સર્વિસ સક્રિય કરવા માટે ઍપનો ઉપયોગ કરો.

    • ટ્રાવેલ eSIM : ટ્રાવેલ eSIM કવરેજ જાળવી શકે છે અને તમને આંતરરાષ્ટ્રીય દરથી બચવામાં મદદ કરી શકે છે. તમારી પાસે મોબાઇલ સર્વિસ છે તેની ખાતરી કરો પછી સેટિંગ્સ > મોબાઇલ પર જાઓ, eSIM ઉમેરો પર ટૅપ કરો પછી મુસાફરીના વિકલ્પો જુઓ પર ટૅપ કરો. ઑનસ્ક્રીન સૂચનાઓને અનુસરો. Apple સપોર્ટ લેખ જુઓ : આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતી વખતે તમારા iPhone દ્વારા eSIMનો ઉપયોગ કરો.

  3. eSIM સક્રિય થયેલ છે તે વેરિફાઈ કરવા સેટિંગ્સ > મોબાઇલ સર્વિસ પર જાઓ પછી ખાતરી કરો કે નવી લાઇન (eSIMની નીચે) ચાલુ છે.

સમસ્યાનું નિવારણ કરવાના પગલાં માટે Apple સપોર્ટ લેખ જુઓ : જો તમે તમારા iPhoneમાં eSIM સેટ અપ કરી શકતા નથી તો.

ફિઝિકલ SIM ઇંસ્ટૉલ કરો

તમે નેટવર્ક પ્રોવાઇડર પાસેથી નેનો SIM કાર્ડ મેળવી શકો છો અથવા તેને તમારા પાછલા iPhoneમાંથી મુવ કરી શકો છો.

નોટ : ફિઝિકલ SIM તમામ મૉડલ પર સપોર્ટેડ નથી.

  1. SIM ટ્રેના નાના હોલમાં પેપર ક્લિપ અથવા SIM ઇજેક્ટ ટૂલ ઇંસર્ટ કરો અને પછી ટ્રેને ઇજેક્ટ કરવા માટે iPhone તરફ પુશ કરો.

    ટ્રેને ઇજેક્ટ કરવા અને કાઢી નાખવા માટે iPhoneની ડાબી બાજુના નાના હોલમાં પેપર ક્લિપ અથવા SIM ઇજેક્ટ ટૂલ ઇંસર્ટ કરવામાં આવે છે.

    નોટ : SIM ટ્રેનો આકાર અને ઑરિએંટેશન iPhone મૉડલ અને તમારા દેશ અથવા પ્રદેશ પર આધાર રાખે છે.

  2. ટ્રેને iPhoneમાંથી કાઢી નાખો.

  3. SIMને ટ્રેમાં મૂકો. કોણીય ખૂણો યોગ્ય ઑરિએંટેશન નક્કી કરે છે.

    iPhone પર ટ્રેમાં SIM ઇંસર્ટ કરતી વખતે; કોણીય ખૂણો ઉપરનો ડાબો ખૂણો હોય છે.
  4. ટ્રેને પાછી iPhoneમાં ઇંસર્ટ કરો.

  5. જો તમે SIM પર પહેલાં પિન સેટ કર્યો હોય તો કહેવામાં આવે ત્યારે કાળજીપૂર્વક પિન એંટર કરો.

    ચેતવણી : ક્યારેય SIM પિનનું અનુમાન લગાવવાનો પ્રયાસ કરશો નહિ. ખોટું અનુમાન લગાવવાથી તમારું SIM કાયમ માટે લૉક થઈ શકે છે અને જ્યાં સુધી તમને નવું SIM નહિ મળે ત્યાં સુધી તમે ફોન કૉલ કરી શકશો નહિ અથવા તમારા નેટવર્ક પ્રોવાઇડર દ્વારા મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી શકશો નહિ. જુઓ : Apple સપોર્ટ લેખ તમારા iPhone અથવા iPad માટે SIM પિનનો ઉપયોગ કરો.

ફિઝિકલ SIMને eSIMમાં કંવર્ટ કરો

જો તમારા નેટવર્ક પ્રોવાઇડર તેને સપોર્ટ કરે છે તો તમે સપોર્ટેડ iPhone મૉડલ પર ફિઝિકલ SIMને eSIMમાં કંવર્ટ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. મોબાઇલ સર્વિસ પર ટૅપ કરીને પછી “મોબાઇલ સર્વિસ સેટ અપ કરો” અથવા “eSIM ઉમેરો” પર ટૅપ કરો.

  3. ફિઝિકલ SIM સાથે ફોન નંબર પસંદ કરો.

  4. “eSIMમાં કંવર્ટ કરો” પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

મહત્ત્વપૂર્ણ : મોબાઇલ સર્વિસ ક્ષમતાની ઉપલબ્ધતા વાયરલેસ નેટવર્ક, તમારા iPhoneના મૉડલ અને તમારા લોકેશન પર આધાર રાખે છે.

તમારો મોબાઇલ સર્વિસ પ્લાન મૅનેજ કરતી વખતે લાગુ ડેટા, વૉઇસ અને રોમિંગ ચાર્જનો વિચાર કરો, ખાસ કરીને જ્યારે તમે iPhone સાથે મુસાફરી કરતા હોવ ત્યારે. જુઓ : મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો.

અમુક નેટવર્ક પ્રોવાઇડર તમને બીજા નેટવર્ક પ્રોવાઇડર સાથે ઉપયોગ કરવા માટે iPhoneને અનલૉક કરવા દે છે (વધારાની ફી લાગુ થઈ શકે છે). અધિકૃતિ અને સેટઅપ માહિતી માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો. અલગ નેટવર્ક પ્રોવાઇડર સાથે ઉપયોગ કરવા માટે તમારા iPhoneને કેવી રીતે અનલૉક કરવો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.