આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

Apple સપોર્ટના એક્સપર્ટની સલાહ

Apple સપોર્ટના સલાહકારો iPhoneના ગ્રાહકને ભૂલી ગયેલા પાસવર્ડથી લઈને ગુમ થયેલા ફોટો સુધીના તમામ પ્રકારના પ્રશ્નોમાં મદદ કરે છે. નીચે કેટલીક એવી સલાહ આપવામાં આવી છે જે Apple સપોર્ટના સલાહકારો ઇચ્છે છે કે તમામ iPhone ઓનરને ખબર હોય. તમારા iPhoneને અને તેમા તમે જે મહત્ત્વની માહિતી રાખો છો તેને સુરક્ષિત રાખવા માટે હમણાં આ સરળ પગલાંનું પાલન કરો.

રિકવરી સંપર્ક ઉમેરો સ્ક્રીન.

જો તમે ભૂલી જાવ તેવા કિસ્સામાં

તમે તમારા iPhoneને સેટ અપ કરો પછી તમારા iPhoneનો પાસકોડ અને તમારા Apple અકાઉંટની માહિતી આ બે વસ્તુ તમારે ખરેખર ભૂલવી જોઈએ નહિ. તમારા iPhoneનો પાસકોડ એ ચાર અથવા છ અંકનો આંકડાકીય કોડ છે જેનો ઉપયોગ તમે તમારા iPhoneને અનલૉક કરવા માટે કરો છો. તમે Apple સેવાઓમાં સાઇન ઇન કરવા, App Storeમાં ખરીદી કરવા વગેરે માટે તમારા Apple અકાઉંટનો ઉપયોગ કરો છો. તમારું Apple અકાઉંટ સામાન્ય રીતે તમારું પ્રાથમિક ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર અને તેની સાથે ઉપયોગ કરવા માટે બનાવેલો યૂનીક પાસવર્ડ હોય છે.

જો તમને લાગે કે તમે આ વસ્તુઓ કદાચ ભૂલી શકો છો તો તમે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને તમારા અકાઉંટ રિકવરી સંપર્ક તરીકે નિયુક્ત કરી શકો છો. તમારા રિકવરી સંપર્ક પાસે તમારા iPhone અથવા Apple અકાઉંટનો ઍક્સેસ નથી પરંતુ જો તમે લૉક આઉટ કરો તો તેઓ તમારો પાસકોડ રીસેટ કરવા અથવા તમારું અકાઉંટ ઍક્સેસ કરવા માટે તમને કોડ આપી શકે છે. સેટિંગ્સ  > [તમારું નામ] > સાઇન-ઇન અને સુરક્ષા > રિકવરી સંપર્ક પર જાઓ પછી સૂચવેલા સંપર્ક પર ટૅપ કરો અથવા અન્ય કોઈ પસંદ કરો પર ટૅપ કરો.

સ્ક્રીનમાં ટોચ પર નકશામાં iPadનું લોકેશન દર્શાવતી “ખોજી” સ્ક્રીન.

જો તમારો iPhone ક્યારેય ખોવાઈ અથવા ચોરાઈ જાય તો તેને કેવી રીતે શોધવો

તમારો iPhone ક્યારેય ખોવાઈ અથવા ચોરાઈ જાય તે પહેલાં મારો iPhone શોધો ચાલુ રાખો તો તેને સહેલાઈથી શોધી શકો છો. પહેલા તમે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું છે તેની ખાતરી કરો પછી સેટિંગ્સ  > [તમારું નામ] > ખોજી પર જાઓ અને મારો iPhone શોધો ચાલુ કરો.

તમે “મારો iPhone શોધો” ચાલુ કરો પછી તમારા iPhoneનું લોકેશન જોવા માટે બીજા Apple ડિવાઇસ પર “ખોજી” ઍપનો ઉપયોગ કરી શકો છો; તમે તેને શોધવામાં મદદ મેળવવા માટે તમારા ગુમ થયેલા iPhoneમાં સાઉંડ પણ પ્લે કરી શકો છો. (તમે બીજા Apple ડિવાઇસમાં પણ તે જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું છે તેની ખાતરી કરો.) જો તમારી પાસે બીજું Apple ડિવાઇસ ન હોય તો કોઈ પણ વેબ બ્રાઉઝર પર www.icloud.com/find પર જાઓ અને તે જ Apple અકાઉંટમાં સાઇન ઇન કરો.

ફોટોસ ઍપમાં તાજેતરમાં ડિલીટ કરેલ ફોલ્ડર. તાજેતરમાં ડિલીટ કરેલા ફોટો સ્ક્રીન પર ગ્રિડમાં દેખાય છે.

ડિલીટ કરેલા ફોટો અથવા વીડિયો રિકવર કરવા માટે

જ્યારે તમે ફોટોસ ઍપમાંથી ફોટો અથવા વીડિયો ડિલીટ કરો છો ત્યારે તે ઑટોમૅટિક રીતે 30 દિવસ માટે તાજેતરમાં ડિલીટ કરેલ ઍલ્બમમાં સેવ થઈ જાય છે. જો તમે ભૂલથી કોઈ ફોટો અથવા વીડિયો ડિલીટ કરો છો તો તેને રિકવર કરી શકો છો અને તમારી ફોટોસ લાઇબ્રેરીમાં રિસ્ટોર કરી શકો છો.

ડિલીટ કરેલી આઇટમ રિકવર કરવા માટે ફોટોસ ઍપ ખોલો પછી કલેક્શન પર ટૅપ કરો. તાજેતરમાં ડિલીટ કરેલા કલેક્શન પર ટૅપ કરો (યુટિલિટીની નીચે) પછી “ઍલ્બમ જુઓ” પર ટૅપ કરો. તમારા iPhoneના પાસકોડ, Face ID અથવા Touch IDનો ઉપયોગ કરીને ઍલ્બમને અનલૉક કરો. ફોટો અથવા વીડિયો ટૅપ કરીને “રિકવર કરો” પર ટૅપ કરો પછી “ફોટો રિકવર કરો” અથવા “વીડિયો રિકવર કરો” પર ટૅપ કરો.

100% બૅટરી ચાર્જ દર્શાવતી iPhone સ્ક્રીન.

તમારા iPhoneની બૅટરીની લાઇફને મહત્તમ કરવા માટે

તમારા iPhoneની બૅટરીની લાઇફને સુરક્ષિત રાખવા માટે તમે કેટલાંક સરળ પગલાં લઈ શકો છો. પહેલા તમારો iPhone OSના નવીનતમ વર્ઝન પર અપડેટ કરવામાં આવ્યો છે તેની ખાતરી કરો. સોફ્ટવેર અપડેટ ઉપલબ્ધ છે કે નહિ તે જોવા માટે સેટિંગ્સ  > સામાન્ય > સોફ્ટવેર અપડેટમાં જાઓ.

આગળ જ્યારે પણ Wi-Fi ઉપલબ્ધ હોય ત્યારે હંમેશાં તેનાથી કનેક્ટ કરો; Wi-Fi કનેક્શન મોબાઇલ સર્વિસ કનેક્શન કરતાં ઓછા બૅટરી પાવરનો ઉપયોગ કરે છે.

છેલ્લે તમારી સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી કરવા માટે : કંટ્રોલ સેંટર ખોલો પછી બ્રાઇટનેસ નીચે સ્લાઇડ કરો. આસપાસની લાઇટના આધારે તમારી સ્ક્રીનને ઑટોમૅટિક રીતે ડિમ કરવા માટે સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ડિસ્પ્લે & ટેક્સ્ટ સાઇઝ પર જાઓ પછી ઑટો બ્રાઇટનેસ ચાલુ કરો.

તમારા iPhoneની બૅટરી હેલ્થ વિષે વધુ જાણવા માટે સેટિંગ્સ  > બૅટરી પર જાઓ.

સેટિંગ્સમાં “ફોન નંબર ઉમેરો” સ્ક્રીન.

જો તમે નવો ફોન નંબર લો તો

તમારા Apple અકાઉંટ સાથે સંબંધિત ફોન નંબરનો ઉપયોગ ઘણીવાર તમારી ઓળખ વેરિફાઈ કરવા અને તમારો iPhone ખરેખર તમારો જ છે તે પ્રમાણિત કરવા માટે થાય છે—તે તમારા વિશ્વસનીય ફોન નંબર તરીકે ઓળખાય છે. જો તમે નવો ફોન નંબર લો છો તો તમે તમારો વિશ્વસનીય ફોન નંબર ખાતરીપૂર્વક અપડેટ કરો જેથી જો તમે તમારો Apple અકાઉંટ પાસવર્ડ ભૂલી જાઓ અથવા નવા iPhone પર મુવ કરો તો તમારા અકાઉંટનો ઍક્સેસ ગુમાવશો નહિ.

તમારો વિશ્વસનીય ફોન નંબર અપડેટ કરવા માટે સેટિંગ્સ  > [તમારું નામ] > સાઇન ઇન અને સુરક્ષા પર જઈને પછી “ઇમેલ ઉમેરો” અથવા “ફોન નંબર ઉમેરો” પર ટૅપ કરો. ફોન નંબર પર ટૅપ કરો પછી તમારો નવો ફોન નંબર એંટર કરો અને તમારા નવા નંબરની ચકાસણી કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

ગ્લોબનું ચિત્ર બતાવતી iPhone સ્ક્રીન. ગ્લોબની ટોચ પર રેડિઓ સિગ્નલ છે અને ગ્લોબની આસપાસ વિમાન ઊડી રહ્યું છે.

eSIM વિષે તમામ વિગતો

eSIM એ તમારા iPhoneની અંદરના ફિઝિકલ SIM કાર્ડનું ડિજિટલ વર્ઝન છે જે તમારા મોબાઇલ સર્વિસ નેટવર્ક પ્રોવાઇડર સાથે કનેક્ટ થાય છે. eSIM હોવાથી તમે નવો iPhone લો ત્યારે તમારે તમારું SIM કાર્ડ સ્વેપ આઉટ કરવાની જરૂર નથી અને તમે ઘરે અથવા પ્રવાસ કરતી વખતે સરળતાથી નવા મોબાઇલ સર્વિસ નેટવર્ક પ્રોવાઇડર સાથે કનેક્ટ કરી શકો છો.

જો તમે તમારો iPhone મિટાવી દો અથવા તેને બૅકઅપમાંથી રિસ્ટોર કરો અને અજાણતાં તમારું eSIM ડિલીટ કરો છો તો તમારા iPhoneનું મોબાઇલ સર્વિસ કનેક્શન તૂટી શકે છે; તેને રિસ્ટોર કરવા માટે તમારે તમારા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરવો પડશે.

વધુ જાણવા માંગો છો?

iPhoneનાં તમામ મૉડલ માટે તમામ ફીચર ઉપલબ્ધ નથી.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.