આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

તમારા iPhoneની બૅટરીનો વપરાશ અને હેલ્થને સમજો

તમારા અનુભવને સુધારવાની રીતો તેમજ તમારી બૅટરીના એકંદર હેલ્થ વિષે મહત્ત્વપૂર્ણ માહિતી ઓળખવામાં તમને મદદ કરવા માટે iPhone તમારી બૅટરી લાઇફ વિષે ઉપયોગી માહિતી પ્રદાન કરે છે.

દૈનિક વપરાશની માહિતી જોવા માટે

દૈનિક વપરાશ સેક્શનમાં પાછલા દિવસોની સરખામણીમાં આજે તમારી બૅટરીના વપરાશનો સારાંશ આપવામાં આવે છે. iPhone બૅટરીના વપરાશની નીચેની માહિતી ડિસ્પ્લે કરે છે :

  • સમાન અથવા ઓછો વપરાશ : દિવસના આ સમય સુધીમાં તમારી બૅટરીનો વપરાશ સામાન્ય જેટલો હોય અથવા સામાન્ય કરતાં ઓછો હોય ત્યારે બતાવવામાં આવે છે (વાદળી રંગમાં). જ્યારે વપરાશ સમાન હોય ત્યારે iPhone આજના વપરાશમાં યોગદાન આપતી ટોચની ત્રણ ઍપ્સ અથવા સિસ્ટમ ઍક્ટિવિટીને હાઇલાઇટ કરે છે.

  • વધુ વપરાશ : દિવસના આ સમય સુધીમાં તમે સામાન્ય કરતાં વધુ બૅટરીનો વપરાશ કર્યો હોય ત્યારે દેખાય છે (નારંગી રંગમાં). iPhone ટોચની ત્રણ ઍપ્સ અથવા સિસ્ટમ ઍક્ટિવિટીને હાઇલાઇટ કરે છે જે વધુ વપરાશને સમજાવી શકે છે.

iPhone સેટિંગ્સમાં બૅટરી વપરાશ સ્ક્રીન ગ્રાફ અને બૅટરી વપરાશ વિષેની માહિતી ડિસ્પ્લે કરે છે. ટોચ પર બાર ગ્રાફ છેલ્લા આઠ દિવસમાં બૅટરીનો વપરાશ દર્શાવે છે. તેની નીચે, બીજો ગ્રાફ સમગ્ર વર્તમાન દિવસ દરમિયાન બૅટરીના સ્તરની વિગતો દેખાડે છે જે ચાર્જિંગનો સમયગાળો દર્શાવે છે.

દૈનિક વપરાશની માહિતી જોવા માટે :

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરો.

બૅટરીના વપરાશની વધારાની માહિતી જુઓ

તમે આજે અને પાછલા અઠવાડિયા માટે તમારી ઍપ અને સિસ્ટમ ઍક્ટિવિટીના વપરાશ વિષે વધુ માહિતી એક્સપ્લોર કરી શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરીને “બૅટરીનો તમામ વપરાશ જુઓ” પર ટૅપ કરીને પછી એક દિવસ પર ટૅપ કરો.

iPhoneમાં સેટિંગ્સમાં બૅટરી વપરાશ સ્ક્રીન. તેમાં બે ગ્રાફ બતાવવામાં આવે છે : ટોચનો ગ્રાફ છેલ્લા અઠવાડિયા માટે દૈનિક બૅટરીનો વપરાશ ડિસ્પ્લે કરે છે અને નીચેનો ગ્રાફ ચાર્જિંગના સમયગાળા સહિત પસંદ કરેલા દિવસ દરમિયાન બૅટરી લેવલની વિગતો ડિસ્પ્લે કરે છે. ગ્રાફની નીચે તે સ્ક્રીન સક્રિય અને સ્ક્રીન નિષ્ક્રિય રહેવાના કુલ સમયનો સારાંશ આપે છે.

ઍપ અને સિસ્ટમ ઍક્ટિવિટીની માહિતી જોવા માટે

ઍપ અને સિસ્ટમ ઍક્ટિવિટી સેક્શન દરેક ઍપ અને સિસ્ટમ ટાસ્ક દ્વારા ઉપયોગમાં લેવાતી બૅટરીની ટકાવારીને સૂચીબદ્ધ કરીને તમારી બૅટરી ઉપયોગ શેમાં થઈ રહ્યો છે તે સમજવામાં તમારી મદદ કરે છે.

ઍપ અથવા સિસ્ટમ ઍક્ટિવિટી હેઠળ અથવા વધુ વિગતો જોવા માટે તમે ઍપ પર ટૅપ કરો ત્યારે તમને નીચેની માહિતી દેખાઈ શકે છે. તેમનો અર્થ આ પ્રમાણે છે :

  • સ્ક્રીન પર : ઍપ અથવા સિસ્ટમ ઍક્ટિવિટી તમારી સ્ક્રીન પર ખુલ્લી અને દેખાતી હતી. ઑન-સ્ક્રીન સમયની લાંબી અવધિ અગાઉના દિવસોની તુલનામાં વધુ બૅટરી વપરાશ દર્શાવી શકે છે.

  • બૅકગ્રાઉંડ : બૅકગ્રાઉંડ સમયની લાંબી અવધિ અગાઉના દિવસોની તુલનામાં વધુ બૅટરી વપરાશ દર્શાવી શકે છે. બૅકગ્રાઉંડ ઍક્ટિવિટીમાં દિશા નિર્દેશનો, સંગીત પ્લે કરવું, ફોટો સિંક કરવા, મેલ ફૅચ કરવા વગેરે સામેલ છે.

  • મોબાઇલ નેટવર્ક કવરેજ : ઍપનો ઉપયોગ લો સિગ્નલ પર્યાવરણમાં કરવામાં આવ્યો હતો, જેમાં વધુ બૅટરીનો ઉપયોગ થયો હતો.

  • સૂચનાઓ : નવી માહિતી ચેક કરવા માટે ઍપ અથવા સિસ્ટમ ઍક્ટિવિટી દ્વારા તમારા ડિવાઇસને સક્રીય અને બૅટરીનો ઉપયોગ કરવામાં આવ્યો. આવું થવાનું ઘટાડવા માટે તમે ઍપના સૂચના સેટિંગ્સ મૅનેજ કરી શકો છો.

iPhone સેટિંગ્સમાં બૅટરી વપરાશ સ્ક્રીન “ઍપ અને સિસ્ટમ ઍક્ટિવિટી વપરાશ” સૂચી જેમાં ઍપ દ્વારા બૅટરી વપરાશને છૂટો પાડેલો છે તે વિષેની માહિતી ડિસ્પ્લે કરે છે. દરેક ઍપને તેના બૅટરી વપરાશના અનુરૂપ ટકાવારી અને તેના ઑન-સ્ક્રીન અથવા બૅકગ્રાઉંડ ઍક્ટિવિટી સમય સાથે દર્શાવવામાં આવે છે.

ઍપ અને સિસ્ટમ ઍક્ટિવિટીની માહિતી જોવા માટે :

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • આજનું જુઓ : બૅટરી પર ટૅપ કરો અને પછી નીચે સ્ક્રોલ કરો.

    • આજ અને પાછલા દિવસો માટે બૅટરીની વધારાની માહિતી જુઓ : બૅટરી પર ટૅપ કરો, તમામ બૅટરી વપરાશ જુઓ પર ટૅપ કરો, દિવસ પર ટૅપ કરો પછી નીચે સ્ક્રોલ કરો.

  3. ઍપના બૅટરી વપરાશ અને દરેક દિવસની ઍક્ટિવિટી સહિત વધુ વિગતો જોવા માટે તેના પર ટૅપ કરો.

તમારો iPhone છેલ્લે ક્યારે ચાર્જ કરવામાં આવ્યો હતો તે જુઓ

iPhone બૅટરી છેલ્લી વખત ક્યારે ફુલ ચાર્જ થઈ હતી અને ચાર્જરમાંથી ક્યારે ડિસ્કનેક્ટ કરવામાં આવ્યો હતો તે બતાવે છે. ચાર્જિંગ વખતે, iPhone 80% અને 100% સુધી પહોંચવાનો અનુમાનિત સમય ડિસ્પ્લે કરે છે. ચાર્જિંગ વિષે વધુ જાણવા માટે iPhoneની બૅટરી ચાર્જ કરો જુઓ.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. બૅટરી પર ટૅપ કરો.

તમારા iPhoneની બૅટરી હેલ્થને રિવ્યૂ કરો

iPhone તમારી બૅટરીની ક્ષમતા વિષે માહિતી ડિસ્પ્લે કરે છે. iPhone 15 મૉડલ અથવા તેના પછીના મૉડલમાં તમે બૅટરી હેલ્થ, સાઇકલની સંખ્યા, ઉત્પાદનની તારીખ અને પ્રથમ ઉપયોગની તારીખ જેવી વિગતો પણ જોઈ શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. “બૅટરી” પર ટૅપ કરીને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • iPhone 14 અથવા અગાઉના : બૅટરી હેલ્થ અને ચાર્જિંગ પર ટૅપ કરો.

    • iPhone 15 અથવા પછીના : બૅટરી હેલ્થ પર ટૅપ કરો.

ઉપયોગ અને સેટિંગ્સ મુજબ બૅટરીની આવરદા અને ચાર્જ સાઇકલ બદલાય છે. તમારી બૅટરીના પર્ફૉર્મન્સ અને આવરદાને કેવી રીતે મહત્તમ કરવા તે જાણવા માટે Apple સપોર્ટ લેખ iPhone બૅટરી અને પર્ફૉર્મન્સ જુઓ.

iPhoneની બૅટરીને Apple અથવા Appleના અધિકૃત સર્વિસ પ્રોવાઇડર દ્વારા સર્વિસ અથવા રીસાઇકલ થવી જોઈએ. બૅટરી સર્વિસ અને રીસાયક્લિંગ વેબસાઇટ જુઓ.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.