આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર મેસેજમાં ઑડિઓ મેસેજ મોકલો અને પ્રાપ્ત કરો

તમે ઑડિઓ મેસેજ રેકોર્ડ કરી શકો છો અને મેસેજમાં જે કહ્યું છે તેની ટ્રાંસક્રિપ્ટ સાથે તેને મોકલી પણ શકો છો. તમારા iPhone પર જગ્યા સેવ કરવા માટે ઑડિઓ મેસેજ ઑટોમૅટિક ડિલીટ કરવામાં આવે છે પરંતુ જો તમે તેને સેવ કરવા માંગતા હોવ તો તેને સેવ કરી શકો છો.

નોટ : ઑડિઓ મેસેજ ટ્રાંસક્રિપ્શન સિલેક્ટ કરેલી ભાષામાં ઉપલબ્ધ છે. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

ઑડિઓ મેસેજ સાથે મેસેજ વાર્તાલાપ.

ઑડિઓ મેસેજ રેકોર્ડ કરો અને મોકલો

ટેક્સ્ટ મેસેજ લખવાને બદલે તમે ઑડિઓ મેસેજ રેકોર્ડ કરી શકો છો જે મેસેજ વાર્તાલાપમાં જ પ્લે થઈ શકે છે.

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. વાર્તાલાપમાં “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. ઑડિઓ પર ટૅપ કરો પછી બોલવાનું શરૂ કરો.

  4. તમારું રેકૉર્ડિંગ પૉઝ અથવા સમાપ્ત કરવા માટે “રોકો” બટન પર ટૅપ કરો પછી તમારા મેસેજમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તેને મોકલવા : “મોકલો” બટન પર ટૅપ કરો.

    • તેનું રિવ્યૂ કરવા માટે સાંભળવા : “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

    • તેના અંતે ઉમેરવા : (મેસેજની અવધિ સાથે) “રેકોર્ડિંગ ચાલુ રાખો” બટન પર ટૅપ કરો.

    • તેને રદ કરવા : “બંધ કરો” બટન પર ટૅપ કરો.

  5. તમારા iPhone પર ઇનકમિંગ અથવા આઉટગોઇંગ ઑડિઓ મેસેજ સેવ કરવા માટે “જાળવી રાખો” પર ટૅપ કરો.

    અન્યથા તમે રેકોર્ડિંગ મોકલો અથવા સાંભળો તેની 2 મિનિટ પછી ફક્ત તમારા iPhone પરના વાર્તાલાપમાંથી તેને ડિલીટ કરવામાં આવે છે. પ્રાપ્તકર્તા તમારા રેકોર્ડિંગને પ્રાપ્ત કર્યા પછી કોઈ પણ સમયે તેને પ્લે કરી શકે છે. રેકોર્ડિંગને સેવ કરવા માટે તેને સાંભળ્યા પછી 2 મિનિટની અંદર “જાળવી રાખો” પર ટૅપ કરવું પડશે.

ટિપ : ટેક્સ્ટ ફીલ્ડમાં “ઑડિઓ રેકોર્ડ કરો” બટનને ટચ કરી દબાવી રાખીને ફૉલો-અપ ઑડિઓ મેસેજ વધુ ઝડપથી મોકલો.

મોકલનારનાં સેટિંગ્સમાં પસંદ કરેલી ભાષામાં ઑડિઓ મેસેજને ઑટોમૅટિક રીતે ટ્રાંસ્ક્રાઇબ કરવામાં આવે છે. તમારા આઉટગોઇંગ મેસેજ માટે બીજી ભાષા પર સ્વિચ કરવા માટે જુઓ : ભાષા અને વિસ્તાર બદલો.

ઑડિઓ મેસેજ હંમેશાં રાખો

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી મેસેજ પર ટૅપ કરો.

  3. મુદત પુરી થઈ (ઑડિઓ મેસેજની નીચે) પર ટૅપ કરો અને પછી એકે નહિ પર ટૅપ કરો.

રેકોર્ડ કરેલા ઑડિઓ મેસેજ સાંભળો અથવા તેનો જવાબ આપો

  1. તમારા iPhone પર મેસેજ ઍપ પર જાઓ.

  2. ઑડિઓ મેસેજ વડે વાર્તાલાપ ખોલો પછી તેને પ્લે કરવા માટે “પ્લે કરો” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ફાસ્ટ-ફૉરવર્ડ અથવા રિવાઇંડ કરવા માટે ઑડિઓ મેસેજ પર જમણે અને ડાબે સ્લાઇડ કરો.

    • પ્લેબૅક સ્પીડ ઍડજસ્ટ કરવા માટે “પ્લે કરો” બટન અથવા “પૉઝ” બટન પર ટચ અને હોલ્ડ કરો.

  4. વાર્તાલાપમાં ઑડિઓ મેસેજ સેવ કરવા માટે “જાળવી રાખો” પર ટૅપ કરો.

    મેસેજને વૉઇસ મેમો ઍપમાં સેવ કરવા માટે ઑડિઓ મેસેજને ટચ અને હોલ્ડ કરો પછી “વૉઇસ મેમોમાં સેવ કરો” પર ટૅપ કરો.

“ઊંચો કરીને સાંભળો”નો ઉપયોગ કરો

જ્યારે તમે ઑડિઓ મેસેજ પ્રાપ્ત કરો છો ત્યારે મેસેજ પ્લે કરવા અને તેનો જવાબ આપવા માટે તમારા iPhoneને મુવ કરી શકો છો. નીચેનામાંથી કોઈ એક કરો :

  • ઑડિઓ મેસેજ પ્લે કરો : તમારો iPhone ઊંચો કરીને તમારા કાન સુધી લઈ જાઓ.

  • ઑડિઓ મેસેજનો જવાબ આપો : તમારો iPhone નીચે કરો અને તેને ફરી ઊંચો કરીને તમારા કાન સુધી લઈ જાઓ અને તમને ટોન સાંભળાયા પછી બોલો. તમારો જવાબ મોકલવા માટે “મોકલો” બટન પર ટૅપ કરો.

“ઊંચો કરીને સાંભળો” બંધ કરો

જ્યારે તમે તમારો iPhone કાન સુધી ઊંચો કરીને સાંભળતા હોવ ત્યારે તમે ઑડિઓ મેસેજ પ્લે કરવા માંગતા ન હોવ તો તમે આ ફીચર બંધ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી મેસેજ પર ટૅપ કરો.

  3. “ઊંચો કરીને સાંભળો” બંધ કરો.

મેસેજમાંથી FaceTime પર સ્વિચ કરો

તમે FaceTime પર સ્વિચ કરીને મેસેજ મોકલવાને બદલે ઝડપથી ઑડિઓ અથવા વીડિયો કૉલ કરી શકો છો. મેસેજ વાર્તાલાપમાં “FaceTime” બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.