આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં વીડિયો રેકૉર્ડિંગ સેટિંગ્સ બદલો

તમારા iPhoneમાં ડિફૉલ્ટ વીડિયો રેકૉર્ડિંગ વિકલ્પોમાં ફેરફાર કરો જેમ કે ઑટો FPS સેટિંગ્સ, સાઉંડ રેકૉર્ડિંગ વિકલ્પ, HDR રેકૉર્ડિંગ વગેરે. રેકૉર્ડિંગ ફૉર્મેટ અને ફ્રેમ રેટ વૅલ્યૂ બદલવા માટે જુઓ : વીડિયો રેકૉર્ડિંગ ફૉર્મેટ બદલવા માટે.

FPS સેટિંગ્સ ઑટોમૅટિક રીતે ઍડજસ્ટ કરવા

iPhone ઝાંખા પ્રકાશમાં ફ્રેમ રેટને ઑટોમૅટિક રીતે 24 fps સુધી ઘટાડીને વીડિયોની ગુણવત્તામાં સુધારો કરી શકે છે.

સેટિંગ્સ  > કૅમેરા > વીડિયો રેકોર્ડ કરો પર જાઓ પછી તમારા મૉડલના આધારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • ઑટો FPS પર ટૅપ કરીને માત્ર 30-fps વીડિયો પર, 30- અને 60-fps બંને વીડિયો પર ઑટો FPS લાગુ કરો અથવા તેને બંધ કરો.

  • ઑટો લો લાઇટ FPS ચાલુ કરો.

સ્ટીરિઓ સાઉંડ બંધ અને ચાલુ કરવા માટે

iPhone સ્ટીરિઓ સાઉંડ હાંસલ કરવા માટે ઘણાં માઇક્રોફોનનો ઉપયોગ કરે છે.

સ્ટીરિઓ રેકોર્ડિંગ બંધ કરવા માટે સેટિંગ્સ  > કૅમેરા પર જાઓ પછી સ્ટીરિઓ સાઉંડ રેકોર્ડ કરોને બંધ કરો.

iPhone 16 મૉડલ અથવા તેના પછીના મૉડલમાં ડિફૉલ્ટ રૂપે તમારો કૅમેરા સ્પેશિયલ ઑડિઓમાં રેકોર્ડ કરે છે. રેકોર્ડિંગ સેટિંગ્સ બદલવા માટે સેટિંગ્સ  > કૅમેરા > સાઉંડ રેકોર્ડ કરો પર જાઓ પછી સ્પેશિયલ ઑડિઓ, સ્ટીરિઓ અથવા મૉનો પર ટૅપ કરો. જુઓ : iPhoneમાં સાઉંડ રેકોર્ડિંગ વિકલ્પ બદલો.

HDR વીડિયો બંધ કરીને ચાલુ કરો

સપોર્ટેડ મૉડલ પર iPhone HDRમાં વીડિયો રેકોર્ડ કરે છે અને iOS 13.4, iPadOS 13.4, macOS 10.15.4 અથવા તે પછી વર્ઝનવાળા ડિવાઇસનો ઉપયોગ કરીને HDR વીડિયોને શેર કરે છે; અન્ય ડિવાઇસને એ જ વીડિયોનું SDR વર્ઝન મળે છે.

HDR રેકોર્ડિંગ બંધ કરવા માટે સેટિંગ્સ  > કૅમેરા > વીડિયો રેકોર્ડ કરો પર જાઓ પછી HDR વીડિયો બંધ કરો.

“કૅમેરા લૉક કરો” ચાલુ કરો અને બંધ કરો

સપોર્ટેડ મૉડલ પર કૅમેરા લૉક કરો સેટિંગ વીડિયો રેકોર્ડ કરતી વખતે એક કૅમેરાથી બીજા કૅમેરામાં સ્વિચ થવાનું અટકાવે છે. “કૅમેરા લૉક કરો” ડિફૉલ્ટ રૂપે બંધ છે.

કૅમેરા લૉક કરો ચાલુ કરવા માટે સેટિંગ્સ  > કૅમેરા > વીડિયો રેકોર્ડ કરો પર જાઓ પછી કૅમેરા લૉક કરો ચાલુ કરો.

ઇનહાંસ કરેલું સ્ટેબિલાઇઝેશન બંધ કરો અને ચાલુ કરો

સપોર્ટેડ મૉડલમાં વીડિયો મોડ અથવા સિનેમૅટિક મોડમાં રેકોર્ડિંગ કરતી વખતે વધુ સારું સ્ટેબિલાઇઝેશન પ્રદાન કરવા માટે ઇનહાંસ કરેલું સ્ટેબિલાઇઝેશન સેટિંગ સહેજ ઝૂમ ઇન થાય છે. ઇનહાંસ કરેલ સ્ટેબિલાઇઝેશન ડિફૉલ્ટ રૂપે ચાલુ છે.

ઇનહાંસ કરેલું સ્ટેબિલાઇઝેશન બંધ કરવા માટે સેટિંગ્સ  > કૅમેરા > વીડિયો રેકોર્ડ કરો પર જાઓ પછી ઇનહાંસ કરેલું સ્ટેબિલાઇઝેશન બંધ કરો.

“વ્હાઇટ બૅલેંસ લૉક કરો” ચાલુ કરો અને બંધ કરો

તમે તમારા iPhone પર વીડિયો રેકોર્ડ કરતી વખતે લાઇટની સ્થિતિના આધારે સચોટ રંગ કૅપ્ચર વધારવા માટે વ્હાઇટ બૅલેંસ લૉક કરી શકો છો.

વ્હાઇટ બૅલેંસ લૉક કરો ચાલુ કરવા માટે સેટિંગ્સ  > કૅમેરા > વીડિયો રેકોર્ડ કરો પર જાઓ પછી વ્હાઇટ બૅલેંસ લૉક કરો ચાલુ કરો.

ડિફૉલ્ટ સ્લો-મોશન રેકૉર્ડિંગ ફ્રેમ રેટ ઍડજસ્ટ કરવા માટે

સ્લો-મોશન પાછળના કૅમેરામાંથી 240 fps પર 1080 HD અને આગળના કૅમેરામાંથી 120 fps પર 1080 HD રેકોર્ડ કરવા માટે સેટ કરેલ છે. બૅક કૅમેરાને 120 fps પર બદલવા માટે સેટિંગ્સ  > કૅમેરા > સ્લો-મોશન રેકોર્ડ કરો પર જાઓ.

સિનેમૅટિક મોડ રિઝોલ્યૂશન અને ફ્રેમ રેટ ઍડજસ્ટ કરવા

સપોર્ટેડ મૉડલ પર સિનેમૅટિક વીડિયો 30 fps પર 1080 HDમાં રેકોર્ડ કરવા માટે સેટ કરેલો છે. 24 fps પર 4K અથવા 30 fps પર 4K પર સ્વિચ કરવા માટે સૅટિંગ્સ  > કૅમેરા > સિનેમૅટિક રેકોર્ડ કરો પર જાઓ.

ઍક્શન મોડ લૉઅર લાઇટ ચાલુ કરો

સપોર્ટેડ મૉડલ પર જો તમે ઝાંખા પ્રકાશમાં ઍક્શન મોડનો ઉપયોગ કરવા માંગતા હોવ તો સેટિંગ્સ  > કૅમેરા > વીડિયો રેકોર્ડ કરો પર જાઓ પછી ઍક્શન મોડ લૉઅર લાઇટ ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.