આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં કૉલ કરો

તમારા iPhoneમાં ફોન કૉલ કરવાની ઘણી રીતો છે : કીપૅડ પર નંબર ડાયલ કરો, મનપસંદ અથવા તાજેતરના કૉલ પર ટૅપ કરો અથવા તમારી સંપર્ક સૂચીમાંથી કોઈ નંબર પસંદ કરો.

યુનિફાઇડ લેઆઉટમાં ફોન ઍપમાં કૉલ ટૅબ. મનપસંદ સંપર્ક ઉપર દેખાય છે. મનપસંદની નીચે તાજેતરના કૉલ અને વૉઇસમેલની સૂચી છે. કૉલ, સંપર્ક અને કીપૅડ ટૅબ જોવા માટેના બટન નીચે દેખાય છે. સર્ચ બટન નીચેના જમણા ખૂણામાં છે.

નંબર ડાયલ કરો

Siri: નંબર પર કૉલ અથવા ડાયલ કરવાનું Siriને કહો. દરેક અંકને અલગથી બોલો-ઉદાહરણ તરીકે “ચાર એક પાંચ, પાંચ પાંચ પાંચ....” ભારતમાં 800 એરિયા કોડ માટે તમે “આઠસો” કહી શકો છો. Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

અથવા Siriનો ઉપયોગ કર્યા વગર :

  1. તમારા iPhoneમાં ફોન ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે કીપૅડ પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • અલગ SIM વાપરો : ડ્યૂઅલ SIM સાથેનાં મૉડલમાં નીચે “લાઇન” પર ટૅપ કરો અને પછી લાઇન પસંદ કરો.

    • કીપૅડનો ઉપયોગ કરીને નંબર એંટર કરો : જો તમે કોઈ ભૂલ કરો છો તો “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો.

    • છેલ્લે ડાયલ કરેલો નંબર ફરી ડાયલ કરો : છેલ્લે ડાયલ કરેલો નંબર જોવા માટે “કૉલ” બટન પર ટૅપ કરો અને પછી તે નંબરને કૉલ કરવા માટે “કૉલ” બટન પર ટૅપ કરો.

    • તમે કૉપિ કરેલો નંબર પેસ્ટ કરો : કીપૅડની ઉપર ફોન નંબર ફીલ્ડ પર ટૅપ કરો અને પછી “પેસ્ટ કરો” પર ટૅપ કરો.

    • સોફ્ટ (2-સેકંડ) પૉઝ એંટર કરો : અલ્પવિરામ દેખાય ત્યાં સુધી સ્ટાર (*) કીને ટચ કરીને હૉલ્ડ કરો.

    • હાર્ડ પૉઝ એંટર કરો (તમે ડાયલ બટનને ટૅપ ન કરો ત્યાં સુધી ડાયલિંગ પૉઝ કરવા માટે) : અર્ધવિરામ દેખાય ત્યાં સુધી પાઉંડ (#) કીને ટચ કરીને હૉલ્ડ કરો.

    • આંતરરાષ્ટ્રીય કૉલ માટે “+” એંટર કરો : “+” ન દેખાય ત્યાં સુધી “0” કીને ટચ કરીને હૉલ્ડ કરો.

  3. કૉલ શરૂ કરવા માટે “કૉલ” બટન પર ટૅપ કરો.

કૉલ સમાપ્ત કરવા માટે “કૉલ સમાપ્ત કરો” બટન પર ટૅપ કરો.

તમારા મનપસંદમાંથી સંપર્ક ઉમેરો અથવા કાઢી નાખો

  1. તમારા iPhoneમાં ફોન ઍપ પર જાઓ.

  2. તમે કયા ફોન ઍપ લેઆઉટનો ઉપયોગ કરી રહ્યા છો તેના આધારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • યુનિફાઇડ લેઆઉટ : સ્ક્રીનમાં નીચે કૉલ પર ટૅપ કરો, સંપાદિત કરો પર ટૅપ કરો પછી મનપસંદ ઉમેરો પર ટૅપ કરો. જો તમે પહેલાંથી જ મનપસંદ ઉમેર્યું હોય તો સંપાદિત કરો પર ટૅપ કરો, મનપસંદ સંપાદિત કરો પર ટૅપ કરો પછી “ઉમેરો” બટન પર ટૅપ કરો.

    • ક્લાસિક લેઆઉટ : સ્ક્રીનમાં નીચે મનપસંદ પર ટૅપ કરો પછી “ઉમેરો” બટન પર ટૅપ કરો.

  3. સંપર્ક પર ટૅપ કરો, સંચારની ડિફૉલ્ટ પદ્ધતિ (ઉદાહરણ તરીકે મેસેજ, કૉલ અથવા વીડિયો) અને પસંદગીનો નંબર પસંદ કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

  4. તમારા મનપસંદમાંથી સંપર્ક કાઢી નાખવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • યુનિફાઇડ લેઆઉટ : સ્ક્રીનમાં નીચે કૉલ પર ટૅપ કરો, સંપાદિત કરો પર ટૅપ કરો, મનપસંદ સંપાદિત કરો પર ટૅપ કરો, તમે જે સંપર્ક કાઢી નાખવા માંગો છો તેના ઉપરના ડાબા ખૂણામાં “કાઢી નાખો” બટન પર ટૅપ કરો પછી પૂર્ણ બટન પર ટૅપ કરો.

    • ક્લાસિક લેઆઉટ : સ્ક્રીનમાં નીચે મનપસંદ પર ટૅપ કરો પછી તેમનું નામ સ્વાઇપ કરીને એકદમ ડાબી બાજુએ લઈ જાઓ.

તમારા મનપસંદમાંના કોઈનો સંપર્ક કરવા માટે તેમના નામ પર ટૅપ કરો.

તાજેતરના કૉલને ફરી ડાયલ કરો અથવા રિટર્ન કરો

  1. તમારા iPhoneમાં ફોન ઍપ પર જાઓ.

  2. તમે કયા ફોન ઍપ લેઆઉટનો ઉપયોગ કરી રહ્યા છો તેના આધારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • યુનિફાઇડ લેઆઉટ : સ્ક્રીનમાં નીચે કૉલ પર ટૅપ કરો, તમે જે નામ અથવા નંબર પર કૉલ કરવા માંગો છો તેના પર ટૅપ કરો, “કૉલ” બટન પર ટૅપ કરો પછી તમે જે નંબર પર કૉલ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

      નોટ : તાજેતરની સૂચીમાં નામ અથવા નંબર પર ટૅપ કરતાની સાથે જ કૉલ શરૂ કરવા માટે, સેટિંગ્સ > ઍપ્સ > ફોન પર જાઓ પછી કૉલ કરવા માટે તાજેતરના પર ટૅપ કરો ચાલુ કરો.

    • ક્લાસિક લેઆઉટ : સ્ક્રીનમાં નીચે તાજેતરના પર ટૅપ કરો પછી તમે જે નામ અથવા નંબર પર કૉલ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

  3. કૉલ અને કૉલર વિષે વધુ માહિતી મેળવવા માટે નીચેનામાંથી એક કરો :

    • યુનિફાઇડ લેઆઉટ : “તાજેતરના” સૂચીમાં નામ અથવા નંબર પર ટૅપ કરો.

    • ક્લાસિક લેઆઉટ : તાજેતરનામાં નામ અથવા ફોન નંબરની બાજુમાં “માહિતી” બટન પર ટૅપ કરો.

તમારી સંપર્ક સૂચીમાં કોઈને કૉલ કરો

Siri: Siriને આવું કંઈક કહો, “Call Eliza’s mobile.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

અથવા Siriનો ઉપયોગ કર્યા વગર :

  1. તમારા iPhoneમાં ફોન ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે સંપર્ક પર ટૅપ કરો પછી તમે જે સંપર્કને કૉલ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

  3. “કૉલ” બટન પર ટૅપ કરો પછી તમે જે ફોન નંબર પર કૉલ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.

    ડ્યૂઅલ SIM સાથેનાં મૉડલમાં તમે આ સંપર્ક માટે પસંદગીની લાઇન સેટ ન કરો ત્યાં સુધી કૉલ માટે ડિફૉલ્ટ વૉઇસ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે.

ચેતવણી : જોખમી પરિસ્થિતિમાં પરિણમી શકે તેવા વિક્ષેપોને ટાળવા વિષેની મહત્ત્વપૂર્ણ માહિતી માટે iPhone માટે મહત્ત્વપૂર્ણ સુરક્ષા માહિતી જુઓ.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.