આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર હોમ ઍપ દ્વારા ઍક્સેસરિ કંટ્રોલ કરવા

તમારા ઘરમાં ઍક્સેસરિને કંટ્રોલ કરવા માટે હોમ ઍપ અને કંટ્રોલ સેંટરનો ઉપયોગ કરો.

હોમ ઍપમાં ઍક્સેસરિ કંટ્રોલ કરો

હોમ ટૅબ પર ટાઇલની ડાબી બાજુ ઍક્સેસરિના આઇકન પર ટૅપ કરો—ઉદાહરણ તરીકે ઍક્સેસરિ ઝડપથી ચાલુ અથવા બંધ કરવા માટે લાઇટ આઇકન. ઍક્સેસરિના કંટ્રોલ બતાવવા ટાઇલની જમણી બાજુએ ઍક્સેસરિના નામ પર ટૅપ કરો.

ઉપલબ્ધ કંટ્રોલનો આધાર ઍક્સેસરિના પ્રકાર પર છે. ઉદાહરણ તરીકે, કેટલાક લાઇટબલ્બમાં રંગ બદલવા માટે કંટ્રોલ છે. તમારા સ્માર્ટ TV દ્વારા તમે ઇનપુટ સોર્સ પસંદ કરી શકો છો.

કંટ્રોલ સેંટરમાં ઍક્સેસરિ ઉમેરો

કંટ્રોલ સેંટરમાં તમે તમારી સૌથી વધુ ઉપયોગ કરેલી ઍક્સેસરિનો સરળતાથી ઍક્સેસ મેળવવા માટે હોમ સીન અને ઍક્સેસરિ ઉમેરી શકો છો.

  1. તમારા iPhone પર કંટ્રોલ સેંટર ખોલો.

  2. ઉપરની ડાબી બાજુએ “ઉમેરો” બટન પર ટૅપ કરો અને પછી નીચેની બાજુએ કંટ્રોલ ઉમેરો પર ટૅપ કરો.

  3. હોમ સીન અથવા ઍક્સેસરિ કંટ્રોલ પર ટૅપ કરો.

  4. “સીન અથવા ઍક્સેસરિ પસંદ કરો” ટૅપ કરો અને પછી તમે કંટ્રોલ કરવા માંગતા હોવ તે ઘર અને ડિવાઇસ અથવા દૃશ્ય સિલેક્ટ કરો.

શ્રેણી અને ઘરનું સ્ટેટસ જુઓ

લાઇટ, ક્લાઇમેટ, સિક્યુરિટી, સ્પીકર અને TV અને પાણી જેવી શ્રેણીથી તમે રૂમ પ્રમાણે ઑર્ગનાઇઝ કરેલી તમામ સંબંધિત ઍક્સેસરિનો ઝડપથી ઍક્સેસ મેળવી શકો છે.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. હોમ ટૅબ પર ટૅપ કરો.

    તમારા ઘરના નામની નીચેનું બટન શ્રેણી સાથે સંબંધિત ઍક્સેસરિનું સ્ટેટસ દર્શાવે છે—ઉદાહરણ તરીકે લાઇટ શ્રેણી જે “3 ચાલુ” બતાવે છે.

  3. રૂમ પ્રમાણે ઑર્ગનાઇઝ કરેલી આ શ્રેણીની અંદરની તમામ ઍક્સેસરિ બતાવવા માટે કોઈ પણ એક શ્રેણી બટન પર ટૅપ કરો.

  4. શ્રેણીને જોતી વખતે લાઇટ અથવા લાઇટનો સમૂહ ચાલુ અથવા બંધ કરો, HomePod પર સંગીત વગાડવાનું શરૂ કરો અથવા આગળનો દરવાજો લૉક કરો જેવી ઍક્શન કરવા માટે ઍક્સેસરિ ટાઇલની ડાબી બાજુના આઇકન પર ટૅપ કરો.

ઍક્ટિવિટી હિસ્ટરી જુઓ

જ્યારે તમારી પાસે Apple Homeના નવા વર્ઝન અને નવીનતમ સોફ્ટવેરનો ઉપયોગ કરતું હોમ હબ હોય ત્યારે તમારા ઘર (મહેમાન સિવાય)ના તમામ સભ્યો ગૅરેજના દરવાજા, લૉક, સિક્યુરિટી સિસ્ટમ અને અડૅપ્ટિવ તાપમાન થર્મોસ્ટૅટ જેવી ઍક્સેસરિ માટે ઍક્ટિવિટી હિસ્ટરી જોઈ શકે છે. ઉદાહરણ તરીકે દરવાજો ક્યારે અનલૉક થયો અને કોણે તેને અનલૉક કર્યો તે જાણી શકો છો.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. હોમ ટૅબ પર “વધુ” બટન પર ટૅપ કરો અને પછી હોમ સેટિંગ્સ પર ટૅપ કરો.

  3. ઍક્ટિવિટી પર જાઓ પછી 30 દિવસની ઍક્ટિવિટી જોવા માટે એક મહિના પર ટૅપ કરો.

  4. હોમ ટૅબમાં સિક્યુરિટી અથવા આબોહવા શ્રેણી પર ટૅપ કરો અને પછી ઍક્ટિવિટી હિસ્ટરી જોવા માટે હોમ ઍક્ટિવિટી પર ટૅપ કરો.

ઍક્ટિવિટી હિસ્ટરી ચાલુ અને બંધ કરો

માત્ર ઘરના માલિક અથવા ઍક્સેસરિ ઉમેરવા અને સંપાદિત કરવાની પરવાનગી ધરાવતા શેર કરેલા હોમના યૂઝર ઍક્ટિવિટી હિસ્ટરી ચાલુ અને બંધ કરી શકે છે. જ્યારે તમે ઍક્ટિવિટી હિસ્ટરી બંધ કરો ત્યારે હોમ માટેની અગાઉની તમામ ઍક્ટિવિટી કાયમ માટે ડિલીટ કરવામાં આવે છે.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. હોમ ટૅબ પર “વધુ” બટન પર ટૅપ કરો, હોમ સેટિંગ્સ પર ટૅપ કરો પછી ઍક્ટિવિટી પર ટૅપ કરો.

  3. ઍક્ટિવિટી હિસ્ટરી ચાલુ કરવા માટે એક મહિનો પસંદ કરો અથવા બંધ કરવાનું પસંદ કરો.

અડૅપ્ટિવ લાઇટિંગ ચાલુ કરો

અમુક Apple Home સુસંગત લાઇટથી તમે કુલ બ્લૂથી વૉર્મ યલો સુધીના કલરનું તાપમાન ઍડજસ્ટ કરી શકો છો. તમે સપોર્ટેડ લાઇટને દિવસભર રંગના તાપમાન પ્રમાણે ઑટોમૅટિક રીતે ઍડજસ્ટ થવા માટે સેટ કરી શકો છો. હૂંફાળા રંગો સાથે જાગવું, બપોરના સમયે ઠંડા રંગો સાથે સતર્ક રહેવું અને ધ્યાન કેન્દ્રિત કરવું અને રાત્રે વાદળી લાઇટને દૂર કરીને વાઇંડ ડાઉન કરવું. અડૅપ્ટિવ લાઇટિંગને સપોર્ટ કરતી લાઇટ માટે આ પગલાં અનુસરો :

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. કંટ્રોલ બતાવવા માટે લાઇટની ટાઇલ ટૅપ કરો.

    તમે ટાઇલને ટચ અને હોલ્ડ પણ કરી શકો છો અને પછી ઍક્સેસરિ સેટિંગ્સ પસંદ કરી શકો છો.

  3. “અડૅપ્ટિવ લાઇટિંગ” બટન પર ટૅપ કરો અને પછી અડૅપ્ટિવ લાઇટિંગ ચાલુ કરો.

નોટ : અડૅપ્ટિવ લાઇટિંગ માટે હોમ હબ જરૂરી છે—Apple TV 4K અથવા HomePod સ્પીકર જેવું કોઈ ડિવાઇસ.

હોમ ઍક્સેસરિ સંપાદિત કરો

ઍક્સેસરિ સેટિંગ્સ સંપાદિત કરવા માટે ઍક્સેસરિ ટાઇલની જમણી બાજુ પર ટૅપ કરો અને સેટિંગ્સ બટન પર ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • ઍક્સેસરિનું નામ બદલવા : જૂનું નામ ડિલીટ કરવા માટે “ડિલીટ કરો” બટન પર ટૅપ કરો અને પછી નવું નામ ટાઇપ કરો.

  • ઍક્સેસરિનું આઇકન બદલવા : ઍક્સેસરિના નામની બાજુના આઇકન પર ટૅપ કરો અને પછી નવું આઇકન સિલેક્ટ કરો. જો તમને અન્ય આઇકનની પસંદગી ન મળે તો તેનો અર્થ એ છે કે આ ઍક્સેસરિ માટે આઇકન બદલી શકાતું નથી.

ઍક્સેસરિ ગ્રૂપ કરો

તમે ઘણી ઍક્સેસરિનું ગ્રૂપ બનાવીને એક બટન પર ટૅપ કરીને તેને કંટ્રોલ કરી શકો છો.

  1. તમારા iPhone પર હોમ ઍપ પર જાઓ.

  2. ઍક્સેસરિ ટાઇલની જમણી બાજુ પર ટૅપ કરો અને સેટિંગ્સ બટન પર ટૅપ કરો, પછી “અન્ય ઍક્સેસરિ સાથે ગ્રૂપ કરો” પર ટૅપ કરો.

  3. તમે જે ઍક્સેસરિને આ ઍક્સેસરિ સાથે ગ્રૂપ કરવા માંગો છો તેના પર ટૅપ કરો—ઉદાહરણ તરીકે રૂમની અન્ય લાઇટ.

  4. ગ્રૂપ નામ ફીલ્ડમાં ગ્રૂપ માટે નામ ટાઇપ કરો.

  5. પૂર્ણ પર ટૅપ કરો.

    હોમ ટૅબ પર મનપસંદમાં ગ્રૂપને સામેલ કરવા માટે “મનપસંદમાં સામેલ કરો” ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.