આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં વૉલેટમાંથી કાર્ડ અને પાસ કાઢી નાખો

વૉલેટ ઍપમાં તમે હવે જેનો ઉપયોગ કરતા નથી એવાં કાર્ડ અને પાસને કાઢી શકો છો. જો તમારો iPhone ખોવાઈ ગયો હોય અથવા ચોરાઈ ગયો હોય તો તમે Apple Payમાંથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ કાઢી શકો છો.

નોટ : જો તમે સેટિંગ્સ > [તમારું નામ]માં iCloudમાંથી સાઇન આઉટ કરો તો iPhoneમાંથી Apple Pay માટે તમારાં તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કાઢી નાખવામાં આવશે. આગલી વખતે જ્યારે તમે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરશો ત્યારે કાર્ડને ફરી ઉમેરી શકો છો.

તમારા iPhoneમાંથી કાર્ડ અથવા પાસ કાઢી નાખવા

  1. તમારા iPhoneમાં  વૉલેટ ઍપ પર જાઓ.

  2. તમે જે કાર્ડ અથવા પાસને કાઢી નાખવા માંગો છો તેના પર ટૅપ કરો પછી “વધુ” બટન પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ કાઢી નાખવા માટે : કાર્ડની વિગતો પર ટૅપ કરો પછી કાર્ડ કાઢી નાખો પર ટૅપ કરો.

      નોટ : જો તમે તમારા iPhone પર ચુકવણી કાર્ડ કાઢી નાખો છો તો તેને તમારા અન્ય ડિવાઇસમાંથી Apple વૉલેટમાંથી કાઢી નાખવામાં આવતું નથી. તમે પછી ફરીથી કાર્ડ ઉમેરી શકો છો.

    • પાસ કાયમ માટે ડિલીટ કરવા માટે : “પાસ કાઢી નાખો” પર ટૅપ કરો.

      નોટ : જો તમે તમારા iPhone પર પાસ ડિલીટ કરો છો તો તેને તમારા અન્ય ડિવાઇસ પર Apple વૉલેટમાંથી કાયમ માટે કાઢી નાખવામાં આવે છે.

જો તમારો iPhone ખોવાઈ ગયો હોય અથવા ચોરાઈ ગયો હોય તો Apple Payમાંથી તમારાં કાર્ડ કાઢી નાખો

જો તમે મારો iPhone શોધો ચાલુ કર્યું હોય તો તમારા iPhoneને શોધવામાં અને સુરક્ષિત કરવામાં મદદ મેળવવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

Apple Payમાંથી તમારાં કાર્ડને કાઢી નાખવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • બીજા iPhone અથવા iPadમાં : સેટિંગ્સ ઍપ પર જાઓ, તમારા નામ પર ટૅપ કરો અને ખોવાયેલ iPhone સિલેક્ટ કરો પછી “આઇટમ કાઢી નાખો” (વૉલેટ & Apple Payની નીચે) પર ટૅપ કરો.

  • વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને : તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરો. ડિવાઇસ પર ક્લિક કરો પછી ખોવાયેલું ડિવાઇસ સિલેક્ટ કરો. વૉલેટ & Apple Pay સેક્શનમાં “આઇટમ કાઢી નાખો” પર ક્લિક કરો.

  • તમારાં કાર્ડ ઇસ્યૂકર્તાને કૉલ કરો.

મુદત પૂરી થયેલા પાસ છુપાવો અથવા આર્કાઇવ કરો

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. વૉલેટ અને Apple Pay પર ટૅપ કરો પછી “મુદત પૂરી થયેલા પાસ છુપાવો” ચાલુ કરો.

મુદત પૂરી થયેલા પાસ જુઓ, બતાવો અથવા ડિલીટ કરો

  1. તમારા iPhoneમાં  વૉલેટ ઍપ પર જાઓ.

  2. “વધુ” બટન પર ટૅપ કરો પછી “મુદત પૂરી” પર ટૅપ કરો.

  3. “પાસ” પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • વિગતો જોવા માટે : “માહિતી” બટન પર ટૅપ કરો.

    • પાસ રિસ્ટોર કરવા માટે : “છુપાવો” બટન પર ટૅપ કરો.

    • પાસ કાયમ માટે કાઢી નાખવા માટે : ડિલીટ કરો બટન પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.