iPhoneમાં સંગીતમાં પ્લેલિસ્ટને ફોલ્ડરમાં ઑર્ગનાઇઝ રાખવા માટે

તમે તમારા પ્લેલિસ્ટને ઑર્ગનાઇઝ રાખવા માટે ફોલ્ડર બનાવી શકો છો.

પ્લેલિસ્ટનું લિસ્ટ દર્શાવતી લાઇબ્રેરી ટૅબ. ટોચ પર નવું પ્લેલિસ્ટ બનાવવા અથવા નવું ફોલ્ડર બનાવવા માટે બટન છે. વાદળી રંગનું તીર વર્ક ફોકસ નામના પ્લેલિસ્ટ ફોલ્ડર તરફ પૉઇંટ કરી રહ્યું છે.

નવું પ્લેલિસ્ટ ફોલ્ડર બનાવવા માટે

  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરો પછી પ્લેલિસ્ટ પર ટૅપ કરો.

  3. ઉપર જમણી બાજુએ “નવું પ્લેલિસ્ટ” બટન પર ટૅપ કરો પછી નવું ફોલ્ડર બનાવો પર ટૅપ કરો.

  4. ફોલ્ડર માટે નામ ટાઇપ કરો અને પછી “બનાવો” પર ટૅપ કરો.

    ફોલ્ડરનું નામ બદલવા માટે ઉપર જમણી બાજુએ “વધુ” બટન પર ટૅપ કરો, “નામ બદલો” પર ટૅપ કરો અને પછી નવું નામ ટાઇપ કરો.

પ્લેલિસ્ટ ફોલ્ડરમાં આઇટમ ઉમેરો અથવા કાઢી નાખો

  1. તમારા iPhone પર સંગીત ઍપ પર જાઓ.

  2. લાઇબ્રેરી પર ટૅપ કરો પછી પ્લેલિસ્ટ પર ટૅપ કરો.

  3. પ્લેલિસ્ટ અથવા ફોલ્ડરને ટચ કરી દબાવી રાખો પછી “આમાં મુવ કરો” પર ટૅપ કરો.

    ટિપ : તમે પ્લેલિસ્ટ અથવા ફોલ્ડરને બીજા ફોલ્ડરમાં પણ ડ્રૅગ કરી શકો છો.

  4. ફોલ્ડર પર ટૅપ કરો પછી “મુવ કરો” પર ટૅપ કરો.

    જો કોઈ પ્લેલિસ્ટ પહેલાંથી જ કોઈ ફોલ્ડરમાં હોય અને તમે તેને મુખ્ય પ્લેલિસ્ટ લિસ્ટમાં પાછું મુવ કરવા ઇચ્છતા હોવ, તો ફોલ્ડર સિલેક્ટ ન કરો - ફક્ત “મુવ કરો” પર ટૅપ કરો.

ટિપ : તમે નવું ફોલ્ડર બનાવી શકો છો અને તેમાં પ્લેલિસ્ટ મુવ કરી શકો છો - ફક્ત તમારી લાઇબ્રેરીમાં પ્લેલિસ્ટને ટચ કરી દબાવી રાખો, "આમાં મુવ કરો" પર ટૅપ કરો, પછી નવું ફોલ્ડર પર ટૅપ કરો.

જ્યારે લાઇબ્રેરી સિંક કરો ચાલુ હોય ત્યારે તમે તમારા પ્લેલિસ્ટ ફોલ્ડરમાં કરેલા ફેરફારો તમારા તમામ ડિવાઇસમાં અપડેટ કરવામાં આવે છે (સેટિંગ્સ  > ઍપ્સ > સંગીત પર જાઓ પછી “લાઇબ્રેરી સિંક કરો” ચાલુ કરો). જો તમે Apple Musicના સબ્સ્ક્રાઇબર ન હોવ તો જ્યારે તમે આગલી વખતે તમારા કંપ્યૂટર સાથે સિંક કરો ત્યારે તમારી સંગીત લાઇબ્રેરીમાં ફેરફારો દેખાય છે.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.