આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં “ખોજી”માં ડિવાઇસને “ગુમ થયેલ” તરીકે અંકિત કરો

ગુમ થયેલા iPhone, iPad, iPod touch, Apple Watch, Mac, સપોર્ટેડ AirPods અથવા MagSafe સાથેના iPhone વૉલેટને અંકિત કરવા માટે ખોજી ઍપનો ઉપયોગ કરો. ડિવાઇસને ગુમ થયેલ તરીકે અંકિત કરવા માટે તમારે તે ગુમ થાય તે પહેલાં ખોજી [ડિવાઇસ] ચાલુ કરવું આવશ્યક છે.

ગુમ થયેલ iPhone મેસેજ સાથેની iPhone લૉક સ્ક્રીન. તમે તમારા ફોન નંબર સાથે કસ્ટમ મેસેજ ઉમેરી શકો છો.

તમે ડિવાઇસને “ગુમ થયેલ” તરીકે અંકિત કરો છો ત્યારે શું થાય છે?

  • તમારા Apple અકાઉંટના ઇમેલ અડ્રેસ પર પુષ્ટિકરણ ઇમેલ મોકલવામાં આવે છે.

  • તમે ડિવાઇસ માટે તે ગુમ થઈ ગયું હોવાનું જણાવતો અને તમારો સંપર્ક કરવાની રીત જણાવતો એક મેસેજ બનાવી શકો છો.

  • iPhone, iPad, iPod touch, Mac અથવા Apple Watch માટે તમને મેસેજ અથવા સૂચના મળે અથવા કોઈ અલાર્મ બંધ થાય ત્યારે તમારું ડિવાઇસ અલર્ટ ડિસ્પ્લે કરતું નથી અથવા નૉઇઝ કરતું નથી. તમારું ડિવાઇસ હજી પણ ફોન કૉલ અને FaceTime કૉલ મેળવી શકે છે.

  • લાગુ પડતાં ડિવાઇસ માટે ચુકવણી કાર્ડ અને અન્ય સેવાઓ સસ્પેંડ કરવામાં આવે છે.

ડિવાઇસને “ગુમ થયેલ” તરીકે અંકિત કરવા માટે

જો તમારું ડિવાઇસ ગુમ અથવા ચોરાઈ જાય છે તો તમે લોસ્ટ મોડ (તમારા iPhone, iPad, iPod touch, Apple Watch, સપોર્ટેડ AirPods અથવા MagSafe સાથેના iPhone વૉલેટ માટે) ચાલુ કરી શકો છો અથવા Macને લૉક કરી શકો છો.

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “ડિવાઇસ” પર ટૅપ કરો અને પછી ગુમ થયેલા ડિવાઇસના નામ પર ટૅપ કરો.

  3. લૉસ્ટ મોડ પર ટૅપ કરો પછી “આગળ વધો” પર ટૅપ કરો.

  4. નીચેની બાબતો ધ્યાનમાં રાખીને ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો :

    • પાસકોડ : જો તમારા iPhone, iPad, iPod touch અથવા Apple Watchમાં પાસકોડ ન હોય તો તમને હમણાં જ પાસકોડ બનાવવાનું કહેવામાં આવે છે. Mac માટે જો તમારા Macમાં પહેલાંથી પાસવર્ડ સેટ અપ કરેલો હોય તો પણ તમારે સંખ્યાત્મક પાસકોડ બનાવવો આવશ્યક છે. આ પાસકોડ તમારા પાસવર્ડથી અલગ છે અને તેનો ઉપયોગ તમે તમારા ડિવાઇસને ગુમ થયેલ તરીકે અંકિત કરો ત્યારે જ થાય છે.

    • સંપર્ક માહિતી : iPhone, iPad, iPod touch, Mac અથવા Apple Watch માટે ડિવાઇસની લૉક સ્ક્રીન પર સંપર્ક માહિતી અને મેસેજ દેખાય છે. AirPods અથવા MagSafe સાથેના iPhone વૉલેટ માટે કોઈ તમારા ડિવાઇસ સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરે ત્યારે માહિતી દેખાય છે.

  5. “સક્રિય કરો” (iPhone, iPad, iPod touch, Apple Watch, AirPods અથવા MagSafe સાથેના iPhone વૉલેટ માટે) અથવા “લૉક કરો” (Mac માટે) પર ટૅપ કરો.

ડિવાઇસને “ગુમ થયેલ” તરીકે અંકિત કરવામાં આવે છે ત્યારે “ગુમ થયેલ તરીકે અંકિત કરો” સેક્શનની નીચે “સક્રિય કરેલ” દેખાય છે. જો ડિવાઇસ નેટવર્કથી કનેક્ટ ન હોય ત્યારે તમે તેને ગુમ થયેલ તરીકે અંકિત કરો તો ડિવાઇસ ફરી ઑનલાઇન ન આવે ત્યાં સુધી તમને “પેંડિંગ” દેખાય છે.

AirPods યૂઝર ગાઇડમાં આ પણ જુઓ : AirPodsને ખોવાઈ ગયેલ તરીકે અંકિત કરો.

ગુમ થયેલા ડિવાઇસ માટે માહિતી બદલો

તમે તમારા iPhone, iPad, iPod touch, Apple Watch અથવા MagSafe સાથેના iPhone વૉલેટને ગુમ થયેલ તરીકે અંકિત કરો તે પછી તમે લોસ્ટ મોડના મેસેજમાં માહિતીને ઍડજસ્ટ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે “ડિવાઇસ” પર ટૅપ કરો અને પછી ગુમ થયેલા ડિવાઇસના નામ પર ટૅપ કરો.

  3. “ગુમ થયેલ તરીકે અંકિત કરો”ની નીચે “પેંડિંગ” અથવા “સક્રિય કરેલ” પર ટૅપ કરો.

  4. માહિતી અપડેટ કરો અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

iPhone, iPad, iPod touch, Apple Watch, AirPods અથવા MagSafe સાથેના iPhone વૉલેટમાં લોસ્ટ મોડ બંધ કરવા માટે

તમે તમારું ગુમ થયેલું ડિવાઇસ શોધી લો ત્યારે લોસ્ટ મોડ બંધ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં ખોજી ઍપ પર જાઓ.

  2. ખોજીમાં સ્ક્રીનમાં નીચે “ડિવાઇસ” પર ટૅપ કરો અને પછી ડિવાઇસના નામ પર ટૅપ કરો.

  3. “ગુમ થયેલ તરીકે અંકિત કરો”ની નીચે “પેંડિંગ” અથવા “સક્રિય કરેલ” પર ટૅપ કરીને “ગુમ થયેલ તરીકે અંકિત કરો બંધ કરો” પર ટૅપ કરો અને પછી “બંધ કરો” પર ટૅપ કરો.

iPhone, iPad, iPod touch અથવા Apple Watch માટે તમે ડિવાઇસમાં પાસકોડ એંટર કરીને પણ લોસ્ટ મોડને બંધ કરી શકો છો. MagSafe સાથેના iPhone વૉલેટ માટે તમે વૉલેટને તમારા iPhone સાથે અટૅચ કરીને લોસ્ટ મોડને બંધ કરી શકો છો.

Macને અનલૉક કરવા માટે

તમે તમારું ગુમ થયેલું Mac શોધી લો ત્યારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

જો તમે તમારો પાસકોડ ભૂલી ગયા છો તો તમે તેને iCloud.comમાં ડિવાઇસ શોધોનો ઉપયોગ કરીને રિકવર કરી શકો છો. વધુ માહિતી માટે iCloud યૂઝર ગાઇડમાં iCloud.comમાં ડિવાઇસ શોધોમાં લોસ્ટ મોડનો ઉપયોગ જુઓ.

જો તમારો iPhone ગુમ થાય તો તમે iCloud.comમાં ડિવાઇસ શોધોનો ઉપયોગ કરીને લોસ્ટ મોડ ચાલુ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.