આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં નકશો ઍપમાં હવામાનની માહિતી મેળવો

તમે હવામાન અને હવાની ગુણવત્તા વિષે જાણી શકો છો.

નોટ : તમામ દેશ અથવા વિસ્તારમાં હવાની ગુણવત્તા અને હવામાન ડેટા ઉપલબ્ધ નથી.

હવામાન અને હવાની ગુણવત્તા વિષે જાણવા માટે

  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. ઉપરના ડાબા ખૂણામાં હવામાન આઇકન દેખાય ત્યાં સુધી નકશા પર ઝૂમ ઇન કરો.

    આઇકન તે વિસ્તારની વર્તમાન સ્થિતિ બતાવે છે. કેટલાક વિસ્તારોમાં એર ક્વૉલિટી ઇંડેક્સ (AQI) નીચે જમણા ખૂણામાં પણ દેખાય છે.

  3. પ્રતિ કલાકે આગાહી મેળવવા માટે હવામાન આઇકનને ટચ કરીને હોલ્ડ કરો. હવામાન ઍપમાં ઘણા દિવસની આગાહી મેળવવા માટે પ્રતિ કલાક આગાહી પર ટૅપ કરો.

જો તમે નકશો ઍપમાં હવાની ગુણવત્તા અથવા હવામાનની માહિતી મેળવવા માંગતા નથી તો સેટિંગ્સ  > ઍપ્સ > નકશોમાં જઈને પછી એર ક્વૉલિટી ઇંડેક્સ અથવા હવામાનની સ્થિતિને બંધ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.