આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone સાઇલેંટ કરો

બટનને પુશ અથવા સ્વિચને ફ્લિપ કરવાથી તમે તમારા iPhoneને ઝડપથી સાઇલેંટ કરી શકો છો.

સાઇલેંટ મોડ ચાલુ અથવા બંધ કરો

સાઇલેંટ મોડ ચાલુ હોય ત્યારે iPhoneમાં રિંગ વાગતી નથી અથવા અલર્ટ કે અન્ય સાઉંડ ઇફેક્ટ પ્લે થતી નથી (પરંતુ iPhone હજી પણ વાઇબ્રેટ થઈ શકે છે). જ્યારે સાઇલેંટ મોડ બંધ હોય ત્યારે iPhone તમામ સાઉંડ પ્લે કરે છે.

  • ઍક્શન બટન સાથેનાં મૉડલ પર : સેટિંગ્સ  >સાઉંડ & હેપ્ટિક્સ પર જાઓ અને પછી સાઇલેંટ મોડ ચાલુ અથવા બંધ કરો.

    તમે અન્ય ફંક્શન ઉપરાંત સાઇલેંટ મોડને ચાલુ અથવા બંધ કરવા માટે પણ ઍક્શન બટનને કંફિગર કરી શકો છો. જુઓ : iPhone પર ઍક્શન બટનનો ઉપયોગ કરો અને કસ્ટમાઇઝ કરો.

  • અન્ય મૉડલ માટે : સાઇલેંટ મોડ ચાલુ કરવા માટે તમારા iPhoneની પાછળની તરફ રિંગ/સાઇલેંટ સ્વિચ પલટો. સાઇલેંટ મોડ બંધ કરવા માટે તેને આગળની તરફ પલટો.

મહત્ત્વપૂર્ણ : સાઇલેંટ મોડ ચાલુ હોય ત્યારે પણ બિલ્ટ-ઇન સ્પીકર દ્વારા ઘડિયાળ અલાર્મ, સંગીત જેવી ઑડિઓ ઍપ્સ અને ઘણી ગેમ સાઉંડ પ્લે કરે છે. અમુદ દેશ અથવા પ્રદેશમાં કૅમેરા, વૉઇસ મેમો અને આપાતકાલીન ચેતવણીઓ માટે સાઉંડ ઇફેક્ટ ત્યારે પણ પ્લે કરવામાં આવે છે જ્યારે રિંગ/સાઇલેંટ સ્વિચને સાઇલેંટ પર સેટ કરેલી હોય.

ડૂ નૉટ ડિસ્ટર્બ ચાલુ કરીને iPhone સાઇલેંટ કરો

તમે ડૂ નૉટ ડિસ્ટર્બ ચાલુ કરીને ટેંપરરી કૉલ, અલર્ટ અને સૂચનાઓ બંધ કરી શકો છો.

  1. કંટ્રોલ સેંટર ખોલો.

  2. ફોકસ પર ટૅપ કરો અને પછી ડૂ નૉટ ડિસ્ટર્બ પર ટૅપ કરો.

    જ્યારે ડૂ નૉટ ડિસ્ટર્બ ચાલુ હોય ત્યારે તમને ઇનકમિંગ કૉલ, ટેક્સ્ટ અથવા સૂચનાઓ માટે રિંગટોન કે ટેક્સ્ટ ટોન સંભળાશે નહિ. ઉપરાંત સ્ક્રીનમાં ઉપર સ્ટેટસ બારમાં ડૂ નૉટ ડિસ્ટર્બ આઇકન દેખાય છે.

જુઓ : ફોકસ ચાલુ કરો અથવા શેડ્યૂલ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.