આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર Mailમાં ઇમેલ ફિલ્ટર કરો

તમે ફિલ્ટરનો ઉપયોગ કરીને ફક્ત ફિલ્ટર સૂચીમાં સિલેક્ટ કરેલા તમામ માપદંડોને પૂર્ણ કરતા ચોક્કસ ઇમેલ મેસેજને ટેંપરરી રીતે બતાવી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે “વાંચ્યા વગરના અને માત્ર અટૅચમેંટ સાથેના મેલ” સિલેક્ટ કરશો તો તમને ફક્ત અટૅચમેંટ ધરાવતા વાંચ્યા વગરના મેસેજ દેખાશે.

જ્યારે કોઈ ચોક્કસ ફોકસ ચાલુ હોય ત્યારે Mailમાં કયા ઇમેલ અકાઉંટ દેખાય છે તે પણ તમે સ્પષ્ટ કરી શકો છો.

ઇમેલ ફિલ્ટર કરો

  1. તમારા iPhone પર Mail ઍપ પર જાઓ.

  2. મેલબૉક્સ સૂચીમાં નીચે-ડાબા ખૂણામાં “ફિલ્ટર કરવાનું ટૉગલ કરો” બટન પર ટૅપ કરો.

  3. “ફિલ્ટરનો પ્રકાર” પર ટૅપ કરો પછી તમે જે મેસેજ જોવા માંગો છો તેના માપદંડને સિલેક્ટ કરો અથવા ચાલુ કરો.

તમામ ફિલ્ટરને બંધ કરવા માટે “ફિલ્ટર કરવાનું ટૉગલ કરો” બટન પર ટૅપ કરો. નિર્ધારિત ફિલ્ટર બંધ કરવા માટે “આ મુજબ ફિલ્ટર કરેલ” પર ટૅપ કરો અને પછી તેનું સિલેક્શન રદ કરો.

મેલ અકાઉંટને ફોકસ સાથે મૅચ કરો

ફોકસ ચાલુ હોય ત્યારે તમારે કયા ઇમેલ અકાઉંટમાંથી સૂચના પ્રાપ્ત કરવી તે પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જ્યારે તમારું “વર્ક ફોકસ” ચાલુ હોય ત્યારે તમે ફક્ત તમારું વર્ક ઇમેલ અકાઉંટ અને તેની સૂચનાઓ બતાવવા માટે ફિલ્ટર સેટ કરી શકો છો.

મેસેજની યાદી બતાવતું ઇનબૉક્સ. મેસેજની યાદીમાં ઉપર “ફોકસ મુજબ ફિલ્ટર કરેલ” લેબલ છે અને તેની જમણી બાજુએ “બંધ કરો” લખેલું લેબલ છે.
  1. સેટિંગ્સ  > ફોકસ પર જાઓ પછી ફોકસ પર ટૅપ કરો.

    જો તમને ઇચ્છા મુજબનો ફોકસ વિકલ્પ દેખાતો ન હોય તો “ફોકસ ઉમેરો” બટન પર ટૅપ કરો. જુઓ : ફોકસ સેટ અપ કરો.

  2. “ફોકસ ફિલ્ટર”ની નીચે “ફિલ્ટર ઉમેરો” પર ટૅપ કરો અને પછી Mail પર ટૅપ કરો.

  3. તમે ફોકસ દરમિયાન તમારા ઇનબૉક્સમાં જે અકાઉંટ જોવા માંગતા હો તે સિલેક્ટ કરો.

ઇમેલને પ્રાથમિકતા આપો

જો Apple Intelligence* ચાલુ હોય તો તમે તમારા સૌથી જરૂરી ઇમેલ ઝડપથી જોવા માટે પ્રાથમિકતા મેસેજનો ઉપયોગ કરી શકો છો. જુઓ : Mailમાં Apple Intelligenceનો ઉપયોગ કરો.

*Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.