આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર Mailમાં ડ્રાફ્ટ સેવ કરો

તમે ડ્રાફ્ટ પછીથી પૂરો કરવા માટે સેવ કરી શકો છો અને તમારાં તમામ અકાઉંટમાંથી તમામ ડ્રાફ્ટ ઇમેલ જોઈ શકો છો.

પછીથી માટે ડ્રાફ્ટ સેવ કરો

  1. તમારા iPhone પર Mail ઍપ પર જાઓ.

  2. તમે લખી રહ્યા છો તે મેસેજમાં “બંધ કરો” બટન પર ટૅપ કરો પછી ડ્રાફ્ટ સેવ કરો પર ટૅપ કરો.

    તમે ડ્રાફ્ટ તરીકે સેવ કરેલા મેસેજ પર ફરી કામ શરૂ કરવા માટે “કંપોઝ” બટન પર ટચ કરી દબાવી રાખો પછી ડ્રાફ્ટ સિલેક્ટ કરો.

તમે લખી રહ્યાં હોવ તે મેસેજના શીર્ષક બાર પર નીચે સ્વાઇપ કરીને પણ તમે તેને પછીથી માટે સેવ કરી શકો છો. જ્યારે તમે તમારા મેસેજ પર પાછા જવા માટે તૈયાર હોવ ત્યારે સ્ક્રીનમાં નીચે તેના શીર્ષક પર ટૅપ કરો.

ટિપ : તમે તમારા iPhone અને તમારા Mac વચ્ચેના અધૂરા ઇમેલ પણ હેન્ડઑફ કરી શકો છો. જુઓ : તમારા iPhone અને તમારા અન્ય ડિવાઇસ વચ્ચે ટાસ્કને Handoff કરો.

તમારા તમામ અકાઉંટમાંથી ડ્રાફ્ટ ઇમેલ બતાવો

જો તમારી પાસે એક કરતાં વધારે ઇમેલ અકાઉંટ હોય તો તમે તમારા તમામ અકાઉંટમાંથી ડ્રાફ્ટ ઇમેલ બતાવી શકો છો.

  1. તમારા iPhone પર Mail ઍપ પર જાઓ.

  2. જ્યાં સુધી તમને મેલબૉક્સ ન દેખાય ત્યાં સુધી ઉપરના ડાબા ખૂણામાં મેલબૉક્સ બટન પર ટૅપ કરો.

  3. લિસ્ટમાં ટોચ પર “સંપાદિત કરો” પર ટૅપ કરો.

  4. “તમામ ડ્રાફ્ટ” મેલબૉક્સ ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.