આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં FaceTime કૉલ બ્લૉક કરો અને તેને સ્પૅમ તરીકે રિપોર્ટ કરો

FaceTime ઍપમાં તમે અજ્ઞાત કૉલરના આવતા FaceTime કૉલને બ્લૉક કરી શકો છો અને કૉલને સ્પૅમ અથવા જંક તરીકે રિપોર્ટ કરી શકો છો.

FaceTime કૉલને બ્લૉક કરો

જો તમને અનિચ્છનીય FaceTime કૉલ આવતા હોય તો તમે કૉલરને બ્લૉક કરી શકો છો. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • જ્યારે કૉલની રિંગ વાગી રહી હોય ત્યારે કૉલ સૂચના પર ડાબી બાજુએ ટૅપ કરો, સ્ક્રીનની ટોચ પર “FaceTimeમાં જોડાઓ” પર ટૅપ કરો અને પછી “કૉલ કરનારને બ્લૉક કરો” પર ટૅપ કરો.

  • કૉલ દરમિયાન ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર પર ટૅપ કરો, “કૉલર બ્લૉક કરો” પર ટૅપ કરો પછી “બ્લૉક કરો” પર ટૅપ કરો. (તમારે ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર દેખાય તે માટે FaceTime વિંડો પર ટૅપ કરવાની જરૂર પડી શકે છે.)

  • તમારી FaceTime કૉલ હિસ્ટરીમાં કૉલ પર ટૅપ કરો, “સંપર્ક બ્લૉક કરો” પર ટૅપ કરો પછી “બ્લૉક કરો” પર ટૅપ કરો.

ગ્રૂપ FaceTime કૉલને બ્લૉક કરો

જો તમને અજ્ઞાત કૉલરના અનિચ્છનીય ગ્રૂપ FaceTime કૉલ આવતા હોય તો તમે નીચેનામાંથી કોઈ એક કરીને કૉલ કરનાર (અથવા તમામ સહભાગીઓ)ને બ્લૉક કરી શકો છો :

  • જ્યારે કૉલ આવી રહ્યો હોય ત્યારે : વિંડોને એક્સપૅન્ડ કરવા માટે સૂચનાની ડાબી બાજુએ ટૅપ કરો, સ્ક્રીનની ટોચ પર લોકોની સંખ્યા પર ટૅપ કરો, પછી “તમામ સહભાગીઓને બ્લૉક કરો” પર ટૅપ કરો.

  • ગ્રૂપ FaceTime કૉલ દરમિયાન : સ્ક્રીનની ટોચ પર લોકોની સંખ્યા પર ટૅપ કરો પછી “અજ્ઞાત સહભાગીઓને બ્લૉક કરો” અથવા “તમામ સહભાગીઓને બ્લૉક કરો” પર ટૅપ કરો.

  • ગ્રૂપ FaceTime કૉલ સમાપ્ત થયા પછી : કૉલ હિસ્ટરીમાં કૉલ પર ટૅપ કરો પછી “તમામ સહભાગીઓને બ્લૉક કરો” પર ટૅપ કરો.

FaceTime કૉલને સ્પૅમ તરીકે રિપોર્ટ કરો

જો તમને અજ્ઞાત કૉલરના અનિચ્છનીય FaceTime કૉલ આવે તો તમે કૉલને સ્પૅમ તરીકે Appleને રિપોર્ટ કરી શકો છો. તમારી કૉલ હિસ્ટરીમાં ટાઇલને ટચ કરી દબાવી રાખો પછી સ્પૅમ તરીકે રિપોર્ટ કરો પર ટૅપ કરો.

કૉલરને અનબ્લૉક કરો

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • FaceTime ઍપમાં : કૉલ હિસ્ટરીમાં કૉલ પર ટૅપ કરો. કૉલરની સંપર્ક માહિતી પર ટૅપ કરો (જો ગ્રૂપ FaceTime કૉલનો કૉલ હોય તો) પછી “સંપર્કને અનબ્લૉક કરો” પર ટૅપ કરો.

  • સેટિંગ્સ ઍપમાં : ઍપ્સ પર ટૅપ કરો, FaceTime પર ટૅપ કરો પછી બ્લૉક કરેલા સંપર્ક પર ટૅપ કરો. સંપર્કની માહિતી પર ડાબે સ્વાઇપ કરો પછી “અનબ્લૉક કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.