આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર ઍપ્સમાં અને વેબ પર Apple Payનો ઉપયોગ કરો

તમે ઍપ્સમાં, ઍપ ક્લિપમાં અને વેબમાં જ્યાં પણ તમને Apple Pay બટન દેખાય ત્યાં Apple Payનો ઉપયોગ કરીને ખરીદી કરી શકો છો.

નોટ : Apple Pay અને તેના ફીચર તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. Apple Pay સપોર્ટ કરતા દેશ અને વિસ્તાર શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

ઍપ, ઍપ ક્લિપ અથવા Safariમાં ચુકવણી કરો

  1. ચેકઆઉટ દરમિયાન Apple Pay બટન પર ટૅપ કરો.

    સિલેક્ટેડ આઇટમની કિંમતો દર્શાવતી ઍપની શોપિંગ કાર્ટ. Apple Pay બટન નીચે ડાબી બાજુએ છે.
  2. ચુકવણીની માહિતીનું રિવ્યૂ કરો અને નીચેનામાંથી કોઈ પણ એક સેટ કરો :

    • ચુકવણીની પદ્ધતિ

      તમે અન્ય ચુકવણી કાર્ડ પસંદ કરી શકો છો; તમે રિવૉર્ડ અથવા ઇંસ્ટૉલમેંટથી પણ ચુકવણી કરી શકો છો (અમુક બજારોમાં સહભાગી બૅન્ક અને કાર્ડ પ્રોવાઇડરના કાર્ડ પર ઉપલબ્ધ; પાત્રતા અને મંજૂરીને આધીન).

    • બિલિંગ અને શિપિંગ સરનામાં

    • સંપર્કની માહિતી

      ટિપ : જો તમે iCloud+ને સબ્સ્ક્રાઇબ કરો છો તો તમે તમારું સાચું ઇમેલ અડ્રેસ ખાનગી રાખવા માટે મારું ઇમેલ છુપાવોનો ઉપયોગ કરી શકો છો.

  3. ચુકવણી પૂર્ણ કરવા માટે Face ID, Touch ID અથવા તમારા પાસકોડથી પ્રમાણિત કરો.

Apple Payનો ઉપયોગ કરીને રિવૉર્ડ સાથે ચુકવણી કરો અને Apple Payનો ઉપયોગ કરીને ઇંસ્ટૉલમેંટ સાથે ચુકવણી કરો શીર્ષકવાળા Apple સપોર્ટ લેખ જુઓ.

Mac, Windows ડિવાઇસ અને અન્ય ડિવાઇસ પર તૃતીય પક્ષ બ્રાઉઝરમાં Apple Payનો ઉપયોગ કરો

જ્યારે તમે સપોર્ટેડ તૃતીય પક્ષ વેબ બ્રાઉઝરમાં ખરીદી કરો છો ત્યારે તમે તમારા iPhoneમાં ચુકવણીની માહિતીનો ઉપયોગ કરીને Apple Pay દ્વારા ખરીદી પૂર્ણ કરી શકો છો. (તમામ દેશો અથવા વિસ્તારોમાં ઉપલબ્ધ નથી.)

  1. ચેકઆઉટ સમયે Apple Pay પર ક્લિક કરો પછી તમારા iPhoneના કૅમેરાનો ઉપયોગ કરીને કોડ સ્કૅન કરો.

  2. તમારા iPhone પર ચુકવણીની માહિતીનું રિવ્યૂ કરો અને નીચેનામાંથી કોઈ પણ એક સેટ કરો :

    • ચુકવણીની પદ્ધતિ

    • બિલિંગ અને શિપિંગ સરનામાં

    • સંપર્કની માહિતી

  3. ચુકવણી પૂર્ણ કરવા માટે Face ID, Touch ID અથવા તમારા પાસકોડથી પ્રમાણિત કરો.

પૂર્વઅધિકૃત ચુકવણી જોવા માટે

તમે ભવિષ્યના અને રિકરિંગ ચાર્જ જેમ કે સબ્સ્ક્રિપ્શન માટે Apple Payથી કરવામાં આવેલી પૂર્વ-અધિકૃત ચુકવણીઓ જોઈ શકો છો.

  1. તમારા iPhoneમાં  વૉલેટ ઍપ પર જાઓ.

  2. “વધુ” બટન પર ટૅપ કરો પછી પૂર્વ અધિકૃત ચુકવણી પર ટૅપ કરો.

    વૉલેટ ઍપમાં ક્રેડિટ કાર્ડ.
  3. વિગતો જોવા માટે ચુકવણી પર ટૅપ કરો.

  4. તમારી સેવા રદ કરવા અથવા ચુકવણીની પદ્ધતિ મૅનેજ કરવા માટે સીધો મર્ચંટનો સંપર્ક કરો. (સહભાગી મર્ચંટ માટે “મૅનેજ કરો” પર ટૅપ કરો.)

  5. મર્ચંટને તમારું કાર્ડ ઑટોમૅટિક રીતે ચાર્જ થતું અટકાવવા માટે “ચુકવણી અધિકૃતિ પછી ખેંચો” પર ટૅપ કરો.

    નોટ : ચુકવણી અધિકૃતતા રદ કરવાથી તમારી સેવા રદ થતી નથી.

ઑર્ડર ટ્રૅકિંગ ચાલુ કરવું

જ્યારે તમે સહભાગી મર્ચંટ પાસેથી ખરીદી કરો છો ત્યારે તમે તમારા iPhone પર વૉલેટ ઍપ માં તમારા ઑર્ડરને ટ્રૅક કરી શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. વૉલેટ અને Apple Pay પર ટૅપ કરો પછી નીચે સ્ક્રોલ કરો અને “ઑર્ડર ટ્રૅકિંગ” પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક ચાલુ કરો :

    • Apple Pay: જ્યારે તમે તમારા iPhone, iPad, અથવા Mac પર Apple Payનો ઉપયોગ કરશો ત્યારે સહભાગી મર્ચંટ તરફથી ઑર્ડર ઑટોમૅટિક રીતે વૉલેટમાં ઉમેરાઈ જશે.

    • Mail : તમારા iPhone, iPad, અથવા Mac પરના ઇમેલમાંથી ઑર્ડર ટ્રૅકિંગ માહિતી સાથે Apple Intelligence* અને Siriને વૉલેટમાં અપડેટ કરવાની અનુમતિ આપો.

      નોટ : iPhoneનાં તમામ મૉડલ પર અથવા તમામ ભાષા અથવા વિસ્તારમાં Apple Intelligence ઉપલબ્ધ નથી. ** સૌથી તાજેતરનાં ઉપલબ્ધ ફીચર ઍક્સેસ કરવા માટે ખાતરી કરો કે તમે iOSના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો અને Apple Intelligence ચાલુ કરેલું છે.

તમારા ટ્રૅક કરેલા ઑર્ડર જોવા માટે વૉલેટ ઍપ  પર જાઓ, “વધુ” બટન પર ટૅપ કરો પછી ઑર્ડર પર ટૅપ કરો.

વિગતો માટે Apple સપોર્ટ લેખ Apple વૉલેટ ઍપમાં ઑર્ડર અને ખરીદીને ટ્રૅક કરો જુઓ.

*Apple Intelligence જનરેટિવ મૉડલનો ઉપયોગ કરે છે અને આઉટપુટ અલગ હોઈ શકે છે. ચોકસાઈ માટે મહત્ત્વપૂર્ણ માહિતી તપાસો.
**Apple Intelligence નીચેની ભાષાઓ માટે સપોર્ટ સાથે બીટામાં ઉપલબ્ધ છે : અંગ્રેજી, ડેનિશ, ડચ, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, સ્વીડિશ, ટર્કિશ, ચીની (સરળીકૃત), ચીની (પરંપરાગત), જાપાનીઝ, કોરિયન અને વિયેતનામીઝ. અમુક ફીચર તમામ ભાષા અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે. ભાષા અને ફીચરની ઉપલબ્ધતા અને સિસ્ટમની જરૂરિયાતો વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : Apple Intelligence કેવી રીતે મેળવવું.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.