આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર તમે જે ટેક્સ્ટ વાંચી રહ્યાં છો અથવા ટાઇપ કરી રહ્યાં છો તેનું મોટું વર્ઝન જુઓ

iPhoneમાં હૉવર ટેક્સ્ટથી તમે પૉઇંટરને ટેક્સ્ટ અને સ્ક્રીન પરની અન્ય આઇટમ (જેમ કે આઇકન) પર મુવ કરીને તેમનું મોટું વર્ઝન જોઈ શકો છો. અથવા તમે જે ટેક્સ્ટ ટાઇપ કરી રહ્યાં છો તેના મોટા વર્ઝન સાથે અલગ વિંડો ડિસ્પ્લે કરવા માટે હૉવર ટાઇપિંગનો ઉપયોગ કરો.

શરૂ કરતા પહેલાં

હૉવર ટેક્સ્ટનો ઉપયોગ કરવા માટે તમારે ટ્રૅકપૅડ અથવા માઉસ જેવા પૉઇંટિંગ ડિવાઇસને તમારા iPhone સાથે કનેક્ટ કરવું આવશ્યક છે. તમારા iPhone, iPad અથવા iPod touch પર AssistiveTouchથી પૉઇંટર ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરવો શીર્ષકવાળો Apple સપોર્ટ લેખ જુઓ.

હૉવર ટાઇપિંગનો ઉપયોગ કરવા માટે તમારે પૉઇંટિંગ ડિવાઇસ કનેક્ટ કરવાની જરૂર નથી.

જ્યારે તમે ટેક્સ્ટ હૉવર કરો છો ત્યારે ટેક્સ્ટનું મોટું વર્ઝન બતાવો

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને હૉવર ટેક્સ્ટ પર ટૅપ કરીને પછી હૉવર ટેક્સ્ટ ચાલુ કરો.

  3. પૉઇંટરને ટેક્સ્ટ પર મુવ કરો જેથી તેનું મોટું વર્ઝન ડિસ્પ્લે કરી શકાય.

  4. જો તમારી પાસે કનેક્ટેડ કીબોર્ડ હોય તો તમારે હૉવર ટેક્સ્ટ વિંડો બતાવવા માટે કંટ્રોલ કી દબાવીને હોલ્ડ કરવી પડશે.

જો તમે કનેક્ટેડ કીબોર્ડથી iPhoneનો ઉપયોગ કરો છો તો દરેક વખતે કી દબાવીને હોલ્ડ કરવાની જરૂર વગર ટેક્સ્ટ પર પૉઇંટર મુવ કરતી વખતે તમે ઑટોમૅટિક રીતે હૉવર ટેક્સ્ટ વિંડો ડિસ્પ્લે કરી શકો છો. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > હૉવર ટેક્સ્ટ પર જાઓ અને પછી ઍક્ટિવેશન લૉક ચાલુ કરો. ઍક્ટિવેશન લૉકનો ઉપયોગ કરવા માટે કંટ્રોલ કીને ઝડપથી ત્રણ વાર દબાવો.

હોવર ટેક્સ્ટ અને ઍક્ટિવેશન લૉક સક્રિય કરવા માટે તમે જે કી દબાવો છો તેને તમે બદલી શકો છો. ઍક્ટિવેશન મૉડિફાયર પર ટૅપ કરો પછી બીજી કી પસંદ કરો.

તમે ટાઇપ કરી રહ્યાં છો તે ટેક્સ્ટનું મોટું વર્ઝન બતાવો

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને હૉવર ટેક્સ્ટ પર ટૅપ કરીને હૉવર ટાઇપિંગ પર ટૅપ કરીને પછી હૉવર ટાઇપિંગ ચાલુ કરો.

  3. તમે ટેક્સ્ટ એંટ્રી ફીલ્ડમાં ટાઇપ કરો છો ત્યારે જે ટાઇપ કરી રહ્યાં હોવ તેનું મોટું વર્ઝન ડિસ્પ્લે કરવામાં આવે છે.

    હૉવર ટાઇપિંગ વિંડો ટેંપરરી ધોરણે છુપાવવા માટે તેના પર સ્વાઇપ કરો. જ્યારે તમે ફરી ટાઇપ કરવાનું શરૂ કરો છો ત્યારે તે ફરી દેખાય છે.

હૉવર ટેક્સ્ટ કસ્ટમાઇઝ કરવા માટે

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને પછી હૉવર ટેક્સ્ટ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ એકને કસ્ટમાઇઝ કરવા માટે :

    • ડિસ્પ્લે મોડ : હૉવર ટેક્સ્ટ અથવા હૉવર ટાઇપિંગ વિંડો ક્યાં બતાવવી તે વિકલ્પ પસંદ કરો—ઇનલાઇન (કર્સરની નજીક), સ્ક્રીનમાં ઉપર અથવા સીધા જ ઑનસ્ક્રીન કીબોર્ડની ઉપર.

    • કૉન્ટેંટ : ટેક્સ્ટ, રંગ અથવા ટેક્સ્ટ અને રંગ બતાવવાનું પસંદ કરો.

    • સ્ક્રોલ કરવાની સ્પીડ : ઝડપી અથવા ધીમી સ્પીડ પસંદ કરો (ટેક્સ્ટના મોટા બ્લૉક જોતી વખતે હૉવર ટેક્સ્ટ વિંડોમાં સ્ક્રોલ કરવા માટે).

    • ફૉન્ટ : કસ્ટમ ફૉન્ટ પસંદ કરો.

    • સાઇઝ : તમારી પસંદગીની રીડિંગ સાઇઝ બદલવા માટે સ્લાઇડર ઍડજસ્ટ કરો.

    • ટેક્સ્ટનો રંગ : ગ્રિડ, સ્પેક્ટ્રમ અથવા સ્લાઇડર દ્વારા ટેક્સ્ટનો રંગ પસંદ કરો.

    • બૅકગ્રાઉંડનો રંગ : ગ્રિડ, સ્પેક્ટ્રમ અથવા સ્લાઇડર દ્વારા બૅકગ્રાઉંડનો રંગ પસંદ કરો.

    • બૉર્ડરનો રંગ : ગ્રિડ, સ્પેક્ટ્રમ અથવા સ્લાઇડર દ્વારા બૉર્ડરનો રંગ પસંદ કરો.

હૉવર ટાઇપિંગ કસ્ટમાઇઝ કરવા માટે

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍક્સેસિબિલિટી પર ટૅપ કરીને હૉવર ટેક્સ્ટ પર ટૅપ કરીને પછી હૉવર ટાઇપિંગ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ એકને કસ્ટમાઇઝ કરવા માટે :

    • ડિસ્પ્લે મોડ : હૉવર ટેક્સ્ટ અથવા હૉવર ટાઇપિંગ વિંડો ક્યાં બતાવવી તે વિકલ્પ પસંદ કરો—ઇનલાઇન (કર્સરની નજીક), સ્ક્રીનમાં ઉપર અથવા સીધા જ ઑનસ્ક્રીન કીબોર્ડની ઉપર.

    • ફૉન્ટ : કસ્ટમ ફૉન્ટ પસંદ કરો.

    • સાઇઝ : તમારી પસંદગીની રીડિંગ સાઇઝ બદલવા માટે સ્લાઇડર ઍડજસ્ટ કરો.

    • ટેક્સ્ટનો રંગ : ગ્રિડ, સ્પેક્ટ્રમ અથવા સ્લાઇડર દ્વારા ટેક્સ્ટનો રંગ પસંદ કરો.

    • ઇંસર્શન પૉઇંટ રંગ : ગ્રિડ, સ્પેક્ટ્રમ અથવા સ્લાઇડર દ્વારા ઇંસર્શન પૉઇંટનો રંગ પસંદ કરો.

    • બૅકગ્રાઉંડનો રંગ : ગ્રિડ, સ્પેક્ટ્રમ અથવા સ્લાઇડર દ્વારા બૅકગ્રાઉંડનો રંગ પસંદ કરો.

    • બૉર્ડરનો રંગ : ગ્રિડ, સ્પેક્ટ્રમ અથવા સ્લાઇડર દ્વારા બૉર્ડરનો રંગ પસંદ કરો.

    • ખોટી જોડણીના શબ્દનો રંગ : ગ્રિડ, સ્પેક્ટ્રમ અથવા સ્લાઇડર દ્વારા ખોટી જોડણીના શબ્દનો રંગ પસંદ કરો.

    • ઑટોકરેક્ટ કરેલા શબ્દનો રંગ : ગ્રિડ, સ્પેક્ટ્રમ અથવા સ્લાઇડર દ્વારા ઑટોકરેક્ટ કરેલા શબ્દનો રંગ પસંદ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.