iPhoneમાં Safariમાં વેબસાઇટને ઍપમાં ફેરવવા માટે

તમે ઍપની જેમ જ વેબસાઇટ ખોલી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં Safari ઍપ પર જાઓ.

  2. વેબસાઇટ પર જાઓ.

  3. “વધુ” બટન પર ટૅપ કરીને પછી શેર કરો પર ટૅપ કરો.

    જો તમારું ટૅબ લેઆઉટ નીચે અથવા ઉપર હોય તો “શેર કરો” બટન પર ટૅપ કરો. જુઓ : Safariમાં લેઆઉટ બદલો.

  4. વિકલ્પોના લિસ્ટને નીચે સ્ક્રોલ કરો અને પછી “હોમ સ્ક્રીનમાં ઉમેરો” પર ટૅપ કરો.

    જો તમને “હોમ સ્ક્રીનમાં ઉમેરો” ન દેખાતું હોય તો તમે તેને ઉમેરી શકો છો. લિસ્ટને નીચે સુધી સ્ક્રોલ કરો, ઍક્શન સંપાદિત કરો પર ટૅપ કરો અને પછી હોમ સ્ક્રીનમાં ઉમેરો પર ટૅપ કરો.

  5. વેબ ઍપ તરીકે ખોલો ચાલુ કરો.

  6. “ઉમેરો” પર ટૅપ કરો.

વેબ ઍપ માટેનું આઇકન તમારી હોમ સ્ક્રીનમાં ઉમેરવામાં આવે છે. જ્યારે તમે આઇકન પર ટૅપ કરશો ત્યારે વેબસાઇટ ઍપની જેમ જ ખુલશે. તમે કોઈ પણ ઍપની જેમ જ વેબ ઍપમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરી શકો છો અને વેબ ઍપ ક્વિટ કરી શકો છો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.