આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં નકશો ઍપમાં એરપોર્ટ અથવા મૉલ એક્સપ્લોર કરો

એરપોર્ટ અથવા શૉપિંગ મૉલ જેવી કેટલીક મોટી જગ્યાઓ માટે તમે આસપાસ ફરવામાં મદદ મેળવવા માટે વિગતવાર ઇંટિરિઅર નકશા જોઈ શકો છો.

નોટ : ઇંડોર નકશો તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.

એરપોર્ટ ટર્મિનલનો ઇંડોર નકશો. આઇટમમાં ઇમિગ્રેશન ચેકપૉઇંટ, સ્ટેઅર, શૌચાલય અને પ્રાથમિક સારવાર સામેલ છે. તમે L1 (લેવલ 1 માટે) અંકિત બટનનો ઉપયોગ કરીને મલ્ટિસ્ટોરી નકશાના લેવલને બદલી શકો છો.
  1. તમારા iPhoneમાં નકશો ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • તમે ત્યાં પહોંચો તે પહેલાં : એરપોર્ટ અથવા મૉલ સર્ચ કરો પછી જો સર્ચ પરિણામમાં “ઇંડોર નકશો” દેખાય તો તેના પર ટૅપ કરો. અથવા તેને બતાવવા માટે નકશો ડ્રૅગ કરો, ઝૂમ કરો પછી “અંદર જુઓ” પર ટૅપ કરો.

    • તમે ઍરપોર્ટ અથવા મૉલમાં હોવ ત્યારે : “ટ્રૅકિંગ બંધ કરો” બટન પર ટૅપ કરો પછી અંદર જુઓ પર ટૅપ કરો.

  3. નજીકની સેવાઓ શોધવા માટે શ્રેણી પર ટૅપ કરો (જેમ કે ફૂડ, શૌચાલય અથવા ગેટ).

    પરિણામ વિશે વધુ માહિતી મેળવવા માટે તેને ટૅપ કરો.

  4. અન્ય ફ્લોરનો નકશો મેળવવા માટે ફ્લોર લેવલ દર્શાવતા બટન પર ટૅપ કરો (બટન દેખાતું ન હોય તો ઝૂમ ઇન કરો).

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.