આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhone પર Mailમાં ઇમેલને ફ્લૅગ અથવા બ્લૉક કરો

તમે મહત્ત્વના ઇમેલ મેસેજને ફ્લૅગ કરી શકો છો, ફ્લૅગ કરેલ મેલબૉક્સ બનાવી શકો છો અને VIPના મેસેજને ફ્લૅગ કરી શકો છો. તમે દર્શાવેલા મોકલનારના મેસેજ બ્લૉક પણ કરી શકો છો.

ઇમેલને ફ્લૅગ કરો

તમે મહત્ત્વના ઇમેલ મેસેજને ફ્લૅગ કરી શકો છો જેથી પછીથી તેને શોધવામાં સરળતા રહે. તમે ફ્લૅગ કરેલો મેસેજ તમારા ઇનબૉક્સમાં રહે છે અને ફ્લૅગ કરેલા મેલબૉક્સમાં પણ દેખાય છે.

સ્ક્રીનમાં નીચેના અડધા ભાગમાં જવાબના વિકલ્પો દર્શાવતો મેસેજ, જેમાં ફ્લૅગ માટે અનફ્લૅગ બટન અને રંગ પસંદગીનો સમાવેશ થાય છે.
  1. તમારા iPhone પર Mail ઍપ પર જાઓ.

  2. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • પ્રાથમિક મેસેજને ફ્લૅગ કરવા માટે : પ્રાથમિક મેસેજ પર ડાબે સ્વાઇપ કરો પછી “ફ્લૅગ કરો” પસંદ કરો.

    • એક જ મોકલનારના તમામ ટ્રાંઝેક્શન, અપડેટ અથવા પ્રમોશન મેસેજ ફ્લૅગ કરવા માટે : ટ્રાંઝેક્શન, અપડેટ અથવા પ્રમોશન મેસેજની યાદીમાં મેસેજ પર ડાબી બાજુ સ્વાઇપ કરો પછી “ફ્લૅગ કરો” પસંદ કરો.

    • સિંગલ ટ્રાંઝેક્શન, અપડેટ અથવા પ્રમોશન મેસેજને ફ્લૅગ કરવા માટે : મોકલનારનું ડાયજેસ્ટ વ્યૂ ખોલવા માટે મેસેજ પર ટૅપ કરો, મેસેજ પર ડાબી બાજુ સ્વાઇપ કરો પછી “મેસેજ ફ્લૅગ કરો” બટન પર ટૅપ કરો.

    ફ્લૅગને બદલવા અથવા કાઢી નાખવા માટે મેસેજ ખોલો, “ઍક્શનનો જવાબ આપો” બટન પર ટૅપ કરો, ફ્લૅગ કરો પછી બીજો કલર સિલેક્ટ કરો અથવા અનફ્લૅગ પર ટૅપ કરો.

નોટ : તમે મેસેજમાં ઉમેરેલા ફ્લૅગ સમાન Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોય તેવા તમારાં તમામ Apple ડિવાઇસ પર Mailમાં તે મેસેજમાં દેખાય છે.

ફ્લૅગ કરેલું મેલબૉક્સ બનાવો

તમે ”ફ્લૅગ કરેલા મેલબૉક્સ” ઉમેરી શકો છો જેથી તમારા તમામ ફ્લૅગ કરેલા ઇમેલ મેસેજ એક લોકેશન પર સરળતાથી ઍક્સેસ કરી શકાય.

  1. તમારા iPhone પર Mail ઍપ પર જાઓ.

  2. જ્યાં સુધી તમને મેલબૉક્સ ન દેખાય ત્યાં સુધી ઉપરના ડાબા ખૂણામાં મેલબૉક્સ બટન પર ટૅપ કરો.

  3. “સંપાદન” પર ટૅપ કરો અને પછી ફ્લૅગ કરેલું સિલેક્ટ કરો.

તમારા VIP તરફથી મળતા ઇમેલ ફ્લૅગ કરો

મહત્ત્વપૂર્ણ લોકોને તમારી VIP સૂચીમાં ઉમેરો જેથી તેમના ઇમેલ મેસેજ VIP ફ્લૅગ સાથે અને VIP મેલબૉક્સમાં દેખાય. જુઓ : કોઈ વ્યક્તિને તમારા સંપર્કમાં ઉમેરો અથવા તેમને VIP બનાવો.

દર્શાવેલ મોકલનારના ઇમેલ બ્લૉક કરો

તમે ઇમેલ અડ્રેસ બ્લૉક કરી શકો છો જેથી કોઈ ચોક્કસ મોકલનારને ભવિષ્યમાં તમને ઇમેલ કરતા અટકાવી શકાય.

  1. તમારા iPhone પર Mail ઍપ પર જાઓ.

  2. તમે જે મોકલનારને બ્લૉક કરવા માંગો છો તેમના મેસેજ પર ટૅપ કરો.

  3. તેમના ઇમેલ અડ્રેસ પર ટૅપ કરો, સંપર્ક કાર્ડ જુઓ પર ટૅપ કરો પછી “આ સંપર્ક બ્લૉક કરો” પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.