iPhoneમાં Siri સાથે કૉલ, ટેક્સ્ટ અને ઇમેલ કરો

તમે નજીકના અને દૂરના મિત્રો અને પરિવાર સાથે કનેક્ટેડ રહેવા માટે ફોન, FaceTime, મેસેજ અને Mail ઍપ્સ સાથે Siriનો ઉપયોગ કરી શકો છો. લોકેશન સેવા ચાલુ હોય ત્યારે તમારા પૂછવા પર Sir તમને તમારી લોકેશન વિષેની માહિતી પણ પ્રદાન કરે છે.

કૉલ કરો

Siri: તમારા iPhoneમાં Siri સક્રિય કરો અને પછી તમે કરી શકો તેવી વિનંતીઓ માટે નીચે આપેલા વિચારો જુઓ.

  • “Call Eliza’s mobile”

  • “Return my last call”

  • “Redial that last number”

  • “FaceTime Mom”

ચેતવણી : ડ્રાઇવિંગ કરતી વખતે ડિસ્ટ્રેક્શન ટાળો. મહત્ત્વપૂર્ણ સુરક્ષા માહિતી જુઓ.

ટેક્સ્ટ મેસેજ મોકલવા, વાંચવા અને જવાબ આપવા માટે

તમે મેસેજ મોકલવા માટે, તમારા ઇનકમિંગ ટેક્સ્ટને મોટેથી વાંચવા માટે અને મેસેજનો જવાબ આપવા માટે Siriનો ઉપયોગ કરી શકો છો.

Siri: તમારા iPhoneમાં Siri સક્રિય કરો અને પછી તમે કરી શકો તેવી વિનંતીઓ માટે નીચે આપેલા વિચારો જુઓ.

  • “Send a message to Mayuri saying, how about tomorrow?”

  • “Read my last message from Antonio”

  • “Reply, that’s great news!”

Siri તમારી સમક્ષ મેસેજ વંચાઈ ગયા પછી તરત જ મોકલી શકે છે. સેટિંગ્સ > Siri (અથવા Apple Intelligence અને Siri) > Siri સાથે મેસેજિંગ પર જાઓ પછી “ઑટોમૅટિક રીતે મેસેજ મોકલો” ચાલુ કરો.

ચેતવણી : ડ્રાઇવિંગ કરતી વખતે ડિસ્ટ્રેક્શન ટાળો. મહત્ત્વપૂર્ણ સુરક્ષા માહિતી જુઓ.

Mail ઍપમાં ઇમેલ વાંચવા અને લખવા માટે

Siri: તમારા iPhoneમાં Siri સક્રિય કરો અને પછી તમે કરી શકો તેવી વિનંતીઓ માટે નીચે આપેલા વિચારો જુઓ.

  • “Read me my emails”

  • “Email this photo to mom”

  • “Send an email to Ashley”

તમારા સંપર્ક સાથે કૉન્ટેંટ શેર કરવા માટે

તમે તમારા સંપર્કમાંના લોકો સાથે Apple Music અથવા Apple પૉડકાસ્ટ, નકશાનાં લોકેશન વગેરેમાંથી ફોટો, વેબપેજ, કૉન્ટેંટ જેવી ઑનસ્ક્રીન આઇટમ શેર કરી શકો છો.

ઉદાહરણ તરીકે તમારી ફોટો લાઇબ્રેરીમાં કોઈ ફોટો જોતી વખતે Siriને સક્રિય કરો અને પછી ફોટો સાથે નવો મેસેજ બનાવવા માટે “Send this to mom” એવું કંઈક કહો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.