આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં આરોગ્ય ઍપમાં તમારી દવાઓ વિષે વધુ જાણો (ફક્ત યુ.એસ.)

તમે તમારી દવાઓની યાદીમાં જે દવાઓ ઉમેરો છો તેના વિષે વધુ જાણી શકો છો.

દવા વિષે જાણવા માટે

તમે દવાનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે, તે કેવી રીતે કામ કરે છે, સંભવિત આડઅસરો અને તેનું ઉચ્ચારણ કેવી રીતે કરવો તે વિશે વધુ જાણી શકો છો.

  1. તમારા iPhoneમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. નીચે જમણી બાજુ “સર્ચ કરો” બટન પર ટૅપ કરો પછી દવા પર ટૅપ કરો.

  3. દવા (તમારી દવાઓની સૂચીમાં) પર ટૅપ કરો પછી નીચે “પરિચય” સુધી સ્ક્રોલ કરો.

તમારી દવાઓના પારસ્પરિક ઇંટરૅક્શન વિષે જાણવા માટે

  1. તમારા iPhoneમાં આરોગ્ય ઍપ પર જાઓ.

  2. નીચે જમણી બાજુ “સર્ચ કરો” બટન પર ટૅપ કરો પછી દવા પર ટૅપ કરો.

  3. નીચે સ્ક્રોલ કરો પછી ડ્રગ ઇંટરૅક્શન પર ટૅપ કરો.

  4. ઍલ્કહૉલ જેવા ઇંટરૅક્શન ફૅક્ટર તમારી દવાઓ સાથે ઇંટરૅક કરી શકે છે કે નહિ તે જાણવા માટે “સંપાદિત કરો” પર ટૅપ કરો (ઇંટરૅક્શન ફૅક્ટર વિસ્તારમાં) લાગુ પડતા ફૅક્ટર પસંદ કરો અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

  5. ઇંટરૅક્શન વિષે વધુ જાણવા માટે તેના પર ટૅપ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.