આ કંટ્રોલમાં ફેરફાર કરવાથી આ પેજ ઑટોમૅટિક રીતે અપડેટ થઈ જશે.

iPhoneમાં વૉઇસમેલ સેટ અપ કરવા માટે

ફોન ઍપમાં વિઝ્યુઅલ વૉઇસમેલ તમને તમારા વૉઇસમેલ મેસેજની સૂચી બતાવે છે. તમે તમામને સાંભળ્યા વગર જેને પ્લે કરવાના અને ડિલીટ કરવાના હોય તેને પસંદ કરી શકો છો. જ્યારે તમે તમારા વૉઇસમેલ મેસેજને iCloudમાં સ્ટોર કરો, ત્યારે તે તમારા ડિવાઇસમાં સિંક થાય છે. વૉઇસમેલ આઇકન પરનો બૅજ સાંભળ્યા વગરના મેસેજની સંખ્યા બતાવે છે.

લાઇવ વૉઇસમેલથી કોઈ વ્યક્તિ તમને મેસેજ મોકલે તો તમે તરત રિઅલ-ટાઇમ ટ્રાંસક્રિપ્શન જોઈ શકો છો. તેઓ વૉઇસમેલ કરી રહ્યા હોય ત્યારે તમે તેમનો કૉલ ઉપાડી પણ શકો છો.

નોટ : વૉઇસમેલ, વિઝ્યુઅલ વૉઇસમેલ અને લાઇવ વૉઇસમેલ સિલેક્ટ કરેલા દેશ અથવા વિસ્તારમાં સિલેક્ટ કરેલા નેટવર્ક પ્રોવાઇડર પાસે ઉપલબ્ધ છે.

વૉઇસમેલ સેટ અપ કરવા માટે

તમે પહેલી વાર વૉઇસમેલ પર ટૅપ કરો ત્યારે તમને વૉઇસમેલનો પાસવર્ડ બનાવવાનું અને તમારી વૉઇસમેલ શુભેચ્છા રેકોર્ડ કરવાનું કહેવામાં આવે છે.

  1. તમારા iPhoneમાં ફોન ઍપ પર જાઓ.

  2. તમે કયા ફોન ઍપ લેઆઉટનો ઉપયોગ કરી રહ્યા છો તેના આધારે નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • યુનિફાઇડ લેઆઉટ : “ફિલ્ટર” બટન પર ટૅપ કરો, વૉઇસમેલ પર ટૅપ કરો, સંપાદિત કરો પર ટૅપ કરો પછી વૉઇસમેલ શુભેચ્છા સંપાદિત કરો પર ટૅપ કરો.

    • ક્લાસિક લેઆઉટ : તમારી સ્ક્રીનમાં નીચે વૉઇસમેલ પર ટૅપ કરો પછી શુભેચ્છા પર ટૅપ કરો.

  3. ડિફૉલ્ટ અથવા કસ્ટમ શુભેચ્છા પસંદ કરો; જો તમે કસ્ટમ પસંદ કરો છો તો તમે નવી શુભેચ્છા રેકોર્ડ કરી શકો છો.

લાઇવ વૉઇસમેલ ચાલુ કરવા માટે

લાઇવ વૉઇસમેલ ચાલુ કરવા માટે નીચે મુજબ કરો :

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો પછી ફોન પર ટૅપ કરો.

  3. લાઇવ વૉઇસમેલ ચાલુ કરો.

    જ્યારે લાઇવ વૉઇસમેલ ચાલુ હોય અને કૉલરને વૉઇસમેલ પર મોકલવામાં આવે ત્યારે તમારા iPhone પર કૉલરના બોલવાની સાથે તેના વૉઇસમેલનું ટ્રાંસક્રિપ્શન દેખાય છે. (કૉલિંગ અને ડેટા રેટ લાગુ થઈ શકે છે.) જ્યાં સુધી તમે કૉલનો જવાબ આપવાનું પસંદ ન કરો ત્યાં સુધી કૉલર તમને સાંભળી શકશે નહિ અને તમે તેમને સાંભળી શકશો નહિ. કૉલનો જવાબ આપ્યા કે બ્લૉક કર્યા વગર ઇનકમિંગ વૉઇસમેલ રોકવા માટે “રોકો” પર ટૅપ કરો.

    જો તમારો iPhone બંધ હોય અથવા તમારા નેટવર્ક પ્રોવાઇડરની નેટવર્ક રેંજથી બહાર હોય તો ઉપલબ્ધ હોય તો કૉલને નેટવર્ક પ્રોવાઇડર વૉઇસમેલ પર મોકલવામાં આવે છે.

    જો તમે “અજ્ઞાત કૉલરને સાઇલેંટ કરો” ચાલુ કર્યું હોય તો અજ્ઞાત નંબરથી આવનારા કૉલ રિંગ વાગ્યા વગર સીધા જ લાઇવ વૉઇસમેલ પર જાય છે. તમારા નેટવર્ક પ્રોવાઇડર દ્વારા સ્પૅમ તરીકે ઓળખવામાં આવે તે કૉલ લાઇવ વૉઇસમેલ પર જતા નથી અને તેના બદલે તરત જ નકારવામાં આવે છે.

નોટ : લાઇવ વૉઇસમેલ તમામ દેશ, વિસ્તાર અથવા ભાષામાં ઉપલબ્ધ નથી. જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.

સંપર્કમાંથી લાઇવ વૉઇસમેલ બતાવતી કૉલ સ્ક્રીન. ટ્રાંસક્રાઇબ કરેલી ટેક્સ્ટની નીચે કૉલ માટે રોકો અને સ્વીકારો બટન.

iCloudમાં વૉઇસમેલ સ્ટોર કરવા માટે

તમે તમારા લાઇવ વૉઇસમેલ અને નેટવર્ક પ્રોવાઇડર વૉઇસમેલને iCloudમાં સ્ટોર અને સિંક કરી શકો છો.

  1. તમારા iPhoneમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. તમારા નામ પર ટૅપ કરો પછી iCloud પર ટૅપ કરો.

  3. iCloudમાં સેવ કરેલની બાજુમાં “તમામ જુઓ” પર ટૅપ કરો અને પછી “ફોન & FaceTime” ચાલુ કરો.

Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.
મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.
Morty Proxy This is a proxified and sanitized view of the page, visit original site.